Aapnu Gujarat
ગુજરાત

વિરમગામ નગરપાલિકામાં મહેકમ ખર્ચની મર્યાદા દૂર કરવા તેમજ કર્મચારીઓને સાતમાં પગાર પંચના અમલ કરવાની માંગણી સાથે કર્મચારીઓએ એસ્મા પરિપત્ર હોળી કરી વિરોધ નોંધાવ્યો

ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા સમગ્ર રાજ્યના નગરપાલિકાના કર્મચારીઓ સાતમાં પગાર પંચ તથા અન્ય સેવાકીય લાભો તેમજ જે નગરપાલિકાને કર્મચારીઓને છઠ્ઠા પગારપંચનો લાભ મળેલ નથી તેમજ ગુજરાતની ૧૬૨ નગરપાલિકામાં મહેકમ ખર્ચની મર્યાદા દૂર કરવા માટે આ બાબતની ગુજરાત નગરપાલિકાના કર્મચારી છેલ્લાં છ માસથી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતનાઓને રજુઆત કરવામાં આવી છે, તેના અનુસંધાનમાં રાજ્ય સરકાર દ્વારા કોઇ હકારાત્મક પગલાં લેવામાં ભરવામાં ન આવતાં સમગ્ર ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળના કર્મચારીઓ અનેકવાર આંદોલન કરવા પડ્યા છે. તેમજ અનેકવાર લેખિત મૌખિકમાં રજુઆત કરી હોવા છતાં કોઇ હકારાત્મક પગલાં ન લેવાતાં ગુજરાત રાજ્ય નગરપાલિકાની કર્મચારીઓ મહામંડળના દ્વારા ગુજરાતની ૧૬૨ નગરપાલિકાના કર્મચારીઓ ૨૦ જુલાઈથી અચોક્કસ મુદતની હડતાળમાં જોડાવનાર હતા ત્યારે તે પહેલા સરકાર દ્વારા એસ્મા લાગુ કરી દેવામાં આવ્યો હતો ત્યારે આજરોજ મહેકમ ખર્ચની મર્યાદા દૂર કરવા તેમજ કર્મચારીઓને સાતમાં પગાર પંચના અમલ કરવાની માંગણી સાથે ૧૦૦થી વઘુ કર્મચારીઓ સરકારના કાળા કાયદાનો વિરોઘ કરી એસ્મા પરિપત્ર હોળી કરી વિરોધ નોંધાવ્યો હતો જેમાં વિરમગામ નગરપાલિકા કર્મચારીઓની મહામંડ, પ્રમુખ નારણ અજાણા, મંત્રી આસીક ગીલાણી સહિત ૧૦૦ જેટલા કર્મચારીઓ વિરોધમાં જોડાયાં હતાં.
રિપોર્ટર :- અમિત હળવદીયા (વિરમગામ)

Related posts

અમદાવાદ શહેર પર ગ્રીન કવર ૪.૬૬ ટકા

aapnugujarat

રાજ્યમાંં કોંગ્રેસનાં સુપડા સાફ : ભાજપે ૨૬ બેઠકો જીતી

aapnugujarat

સુરેન્દ્રનગર સાંસદ દ્વારા પત્રકાર સાથે ગેરવર્તન બાબતે આવેદનપત્ર અપાયું

editor

Leave a Comment

UA-96247877-1