Aapnu Gujarat
ગુજરાત

પાટીદારોએ પોતાના વાળ,નખ વડાપ્રધાન મોદીને મોકલ્યા

પાટીદાર અનામત આંદોલન વેળાએ શહીદ થયેલા પાટીદારો માટે ન્યાયની માગણી સાથે રાજ્યમાં નિકળેલી શહીદ યાત્રા મંગળવારે જૂનાગઢ પહોંચી ત્યારે દામોદર કુંડે મુંડન કરાવનારા પાટીદારોએ પોતાના વાળ અને નખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે હિન્દુઓનો દેશ અને હિન્દુઓનું શાસન હોવા છતાં અમને ન્યાય મળતો નથી. ત્યારે સરકારને ખબર પડે કે અમે પણ હિન્દુ છીએ અને તે માટે સરકાર ડીએનએ ટેસ્ટ કરી શકે તે માટે નખ અને વાળ મોકલવામાં આવ્યા છે અને ડીએનએ ટેસ્ટ કરો તો ખબર પડે કે અમે હિન્દુ છીએ. આ તકે દિલીપ સાબવા, જતીન પટેલ, પ્રેમ છત્રાળા, સન્ની ભૂત, પી.સી. પનારા, ગૌરવ ભિમાણી, જે.પી. પટેલ અને રવિ પટેલ વગેરે સહિતના પાટીદાર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
પાટીદાર શહીદ યાત્રા મંગળવારે જૂનાગઢ પહોંચી હતી. શહીદોના આત્માની શાંતિ માટે અને અનમાત આપવાની માંગ સાથે ૧૪ પાટીદાર યુવાનોએ મુંડન કરી દામોદર કુંડમાં ડૂબકી લગાવી હતી. બાદમાં ભાજપ હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા. તેમજ અમિત શાહને લઇને કટાક્ષમાં યુવાનોએ જનરલ ડાયર હાય હાયના નારા પણ લગાવ્યા હતા. દામોદર કુંડમાં ૧૪ શહીદ પાટીદાર યુવાનોના અસ્થીનું વિસર્જન પણ કરવામાં આવ્યું હતું. તો આ ૧૪ પાટીદારોના વાળ અને નખ ઁસ્ને મોકલવામાં અવ્યા છે.

Related posts

આગામી પાંચ વર્ષ જનભાગીદારી અને જનચેતનાના જ રહેશે : મોદી

aapnugujarat

संजीव भट्ट को राखी बांधने बहनों के साथ जाते हार्दिक हिरासत में

aapnugujarat

યુગ શક્તિ ગાયત્રી મંદિર દ્વારા બ્રહ્મભોજન

editor

Leave a Comment

UA-96247877-1