Aapnu Gujarat
ગુજરાત

ઘુમા અને શેલામાં ૨૭ કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટરલાઇન

ઔડાના સત્તાવાળાઓ દ્વારા ચોમાસાના સામાન્ય વરસાદમાં પણ પાણીમાં ગરકાવ થતા આવા વિસ્તારોમાં રહેતા લોકોને રાહત આપવા કરોડો રૂપિયાના ખર્ચે સ્ટ્રોમ વોટર લાઇન નાખવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે. જેમાં તાજેતરમાં મળેલી મેટ્રોપોલિટન કમિટીની બેઠકમાં ઔડા તંત્ર દ્વારા ઘુમા-શેલા વિસ્તારમાં રૂ.૨૭ કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર લાઇન નાંખવાનું આયોજન હાથ ધરાયું હતું. કમીટીની બેઠકમાં આ અંગેની વિગતો પણ રજૂ કરાઇ હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, બોપલ-ઘુમા અને શેલા જેવા ઔડાના મેટ્રોપોલિટન વિસ્તારમાં સત્તાવાળાઓએ વિવિધ પ્રકારની આંતર માળખાકીય સુવિધાઓ જેવી કે પીવાના પાણીની લાઇન, ડ્રેનેજ લાઇન અને સ્ટ્રોમ વોટર લાઇન તેમજ જળસંચય સંબંધિત કામગીરી હાથ ધરી છે, જેમાં ઘુમા-શેલા વિસ્તારમાં રૂ.૨૭ કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર લાઇન નાખવાના આયોજનનો પણ સમાવેશ થાય છે. ઔડા સત્તાવાળાઓ દ્વારા આ વિસ્તારોમાં ચોમાસાના વરસાદ દરમ્યાન પાણી ભરાવાની સમસ્યાના નિવારણ હેતુથી આ સ્ટ્રોમ વોટરલાઇન નાંખવાનું આયોજન હાથ ધરાયું છે. જે અંગે આગામી દિવસોમાં કામગીરી હાથ ધરાશે. આ સિવાય, ઘુમા-શેલા વિસ્તારમાં હાલમાં રૂ.૧૪.૨૬ કરોડના ખર્ચે અંદાજે ૩૫ કિમી લંબાઇના ડ્રેનેજ નેટવર્કની કામગીરી ચાલી રહી છે, જે પૈકી ૨૫ કિમી લંબાઇની કામગીરી પૂર્ણ કરાઇ છે, બાકીનું કામ શકય એટલી ઝડપથી પૂર્ણ કરવાનું તંત્રનું આયોજન છે. જ્યારે ઘુમા ગામતળમાં ૬.૫૨ કિમી લંબાઇમાં રૂ. ૮.૧૯ કરોડના ખર્ચે ડ્રેનેજ નેટવર્ક, પમ્પિંગ સ્ટેશનની કામગીરી પ્રગતિ હેઠળ હોઇ કુલ ચાર કિમી લંબાઇમાં કામગીરી પૂર્ણ થઇ ચૂકી હોવાનું સામે આવ્યું છે. બીજીબાજુ, બોપલ ગામતળમાં ૯.૬૦ કિમી ડ્રેનેજ લંબાઇની રૂ. ૫૮ કરોડના ખર્ચે નખાતી ડ્રેનેજ લાઇનમાં કાચબાછાપ ગતિથી કામગીરી ચાલી રહી હોઇ લોકોમાં રોષ ફેલાયો છે. સ્થાનિક નાગરિકોએ છેલ્લા ઘણા સમયથી ચાલતું આ કામ હવે ઝડપથી પૂર્ણ કરી લોકોને ડ્રેનેજની સમસ્યામાંથી મુકિત અપાવવા અનુરોધ કર્યો છે.

Related posts

શ્રી વણકર સેવા સમાજ, કડી દ્વારા દસમો સમૂહ લગ્ન સમારોહ ૭ મેનાં રોજ યોજાશે

aapnugujarat

प्रेमसंबंध के बाद महिला के साथ २०.१० लाख की धोखाधड़ी : महिला की कागडापीठ पुलिस स्टेशन में शिकायत

aapnugujarat

નવસારી જિલ્લામાં ૧ હજાર આદિવાસીઓએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1