Aapnu Gujarat
રાષ્ટ્રીય

બાઈક સાથે પાંચ વર્ષનો થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ લેવો ફરજિયાત

પહેલી સપ્ટેમ્બર ૨૦૧૮થી કાર ખરીદવાની સાથે સાથે બે વર્ષનો થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ તેમજ બાઈક સાથે ૫ વર્ષનો થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ ફરજિયાત કરવાનો આદેશ સુપ્રિમ કોર્ટે આપ્યો છે.
કોર્ટે આ માટે ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીને ગાઈડલાઈન જાહેર કરવા આદેશ આપ્યો છે.હાલમાં ટુ વ્હીલર માટે એક વર્ષના સમયગાળાનો વીમો ઉતારવામાં આવે છે.
સુપ્રિમ કોર્ટે સડક સુરક્ષાને લઈને કોર્ટની કમિટિની ભલામણોનો ઉલ્લેખ પણ કર્યો છે.કમિટિએ ભલામણ કરી હતી કે ફોર વ્હીલર કે ટુ વ્હીલરના વેચાણ સમયે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ કવર એક વર્ષની જગ્યાએ અનુ્‌ક્રમે બે વર્ષ અને પાંચ વર્ષનુ ફરજિયાત કરવામાં આવે.હાલમાં દેશમાં ૪૫ ટકા ટુ વ્હીલર અને ૭૦ ટકા કારનો જ વીમો લેવાય છે.
થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ કવર એક્સિડટન્ટના સમયે કોઈ થર્ડ પાર્ટીને નુકસાન થાય તો તેની ભરપાઈ કરવા માટે હોય છે.ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી તેના પ્રીમીયમની રકમ નક્કી કરે છે.
આ સીવાય કેન્દ્ર સરકાર બહુ જલ્દી મોટર વ્હિકલ નિયમોમાં પણ બદલાવ કરવાની છે.જે પ્રમાણે આ એક્ટને ડિજિટલાઈઝ્‌ડ કરાશે.એ પછી ડ્રાઈવિંગ લાઈસન્સ, ગાડીની આરસી બૂક સાથે નહી રાખવી પડે.મોબાઈલ પર તેનુ ડિજિટલાઈઝડ વર્ઝન પણ પોલીસને બતાવી શકાશે.જેમાં ઈન્સ્યોરન્સ અને પીયુસીનો પણ સમાવેશ થાય છે.

Related posts

पर्यटक मौत : शर्म से झुका सिर, टूट गया दिल : महबूबा

aapnugujarat

ઉત્તરાખંડનાં રૂટ મારફતે માનસરોવર યાત્રા જારી

aapnugujarat

કપિલ સિબ્બલનો ડબલ ચહેરોઃ અનિલ અંબાણીનો વિરોધ અને કોર્ટમાં કેસ પણ લડે છે..!!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1