Aapnu Gujarat
બ્લોગ

રસ્તા પર કચરો ખાતી ગાયોનો ઉપાય ક્યારે..??

આફ્રિકા દેશના રવાન્ડા સાથે નરેન્દ્ર મોદીને સાચા અર્થમાં જુના સંબંધો છે. તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એક વાયબ્રન્ટ સમિટમાં તે સમયના રવાન્ડાનાં રાષ્ટ્રપતિને આમંત્રણ આપ્યું હતું. વડાપ્રધાન બન્યા બાદ પણ તેઓ રવાન્ડાને ભૂલ્યા નથી અને દિલ્હી પણ નાના દેશની મુલાકાત લઈને ભારત તરફથી ૨૦૦ ગાયો દાનમાં આપી. વડાપ્રધાને ત્યાં ભારતની ગાયોને ઘાસ પણ ખવડાવ્યું અને ગૌસેવા પણ કરી. આ એક સારું કદમ છે. કેમ કે ભારતની આ ૨૦૦ ગાયોને સારો ઘાસચારો મળશે, દાણા-પાણી મળશે અને દેખભાળ પણ સારી થશે. આ ગાયો ત્યાના ગરીબોને આપી દેવાશે. જે તેનું પાલન કરવા સાથે પોતાનું ગુજરાન ચલાવી શકશે. ભારતમાં ગાયોની કમી નથી પરંતુ તેમનું સારી રીતે પાલન પોષણ પણ ન થવાને કારણે મુંબઈ જેવા મોટા શહેરોમાં રસ્તાઓ પર ગાયો જોવા મળે છે. કચરા સાથે પ્લાસ્ટિક પણ તેમના પેટમાં જઈ રહ્યું છે. નાના નાના ગામડાઓમાં પણ આવા હાલ છે કે ગાયોના માલિક તેને છોડી દે છે. તેનું સારું લાલન પાલન નથી કરતા અને રસ્તાઓ પર તેનાથી વાહન વ્યવહાર ઊપર પણ અસર થાય છે.
ભારતમાં ગૌહત્યાને લઈને અનેક ઘટનાઓ થતી હોય છે કે જેનાથી માહોલ બગડી જાય છે. સંઘના નેતાઓનું માનવું છે કે કેટલાક લોકો બીફ ખાવાનું છોડી દે તો કતલ થવાનું પણ અટકી જશે. કોઈએ ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ કરી. ગૌ શાળાઓમાં અનેક વાર ઘાસચારો ન મળવાથી પણ દમ તોડી દે છે. ગૌમાતાની રક્ષા જરૂર થવી જોઈએ અને જે લોકો ગાયોનું પાલન કરે છે પરંતુ ઘાસ ન ખવરાવતા કચરો ખાવા માટે રસ્તા પર છોડી દેવામાં આવે છે. શું તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન થવી જોઈએ…?? ગાયનું દૂધ પણ જોઈએ અને તેને દાણા-પાણી પણ ન આપે. એ શું પાપ નથી..?? શું ગાયોનો ઉપયોગ ફક્ત ચુંટણી દરમિયાન મત મેળવવા માટે જ થાય છે..?? રસ્તા પર ખુલ્લામાં ગાય છોડી દેનારાઓને જેલ થાય તેવા કડક કાયદા રહેવા જોઈએ. રસ્તા પર બીમાર ગૌમાતા તડપી તડપીને મોતને ભેટે છે. ત્યારે ગૌરક્ષકો કેમ અવાજ નથી ઉઠાવતા..?? બીમાર ગાયોને પશુ દવાખાને કેમ નથી લઇ જતા..?? લોકોના મનમાં અનેક સવાલો છે પણ અહીંયા તો તેમના મનની નહિ કોઈ બીજાના મનની વાત સાંભળવી પડે છે.
રવાન્ડાને ૨૦૦ ગાય નહિ પણ વધુ ગાયો આપો અને જે ગાયો રસ્તા પર છે તે બધીનાં કલ્યાણ માટે તેમને રવાન્ડા જેવા દેશોને આપવી જોઈએ. જેથી તેમની સારી દેખભાળ થશે. મુરલી વાળાની બધી ગાયો કોઈ ગૌશાળાઓમાં સુખથી રહેતી હોય, સારો ઘાસચારો મળતો હોય તેના દૂધથી અનેક લોકોને લાભ મળતો હોય અને એક પણ ગાય કોઈ શહેર કે ગામડામાં રસ્તાઓ પર ખુલ્લામાં ભટકતી ન હોય એવું ભારત ક્યારે બનશે..?? રવાન્ડાની સાથે ભારતમાં પણ થોડી ગૌ સવા થઇ જાય તો ગૌમાતાનાં આશીર્વાદ પણ મળશે.(જી.એન.એસ)

Related posts

કપરા સમયે કોઈએ સાથ નહોતો આપ્યો ત્યારે ભારતે કરી હતી મદદ

aapnugujarat

ધુળેટી : જીવનમાં રંગોનું પર્વ

aapnugujarat

MUST READ STORY

aapnugujarat

Leave a Comment

UA-96247877-1