Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અમરનાથ યાત્રા : ૧૨૮૨ શ્રદ્ધાળુ રવાના

વાર્ષિક અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. આજે વહેલી પરોઢે ૧૨૮૨ શ્રદ્ધાળુઓની નવી ટુકડી કાશ્મીર ખીણ માટે જમ્મુથી રવાના કરવામાં આવી હતી. તમામ શ્રદ્ધાળુઓ મજબુત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રવાના થયા હતા. ૪૪ વાહનોમાં તમામ શ્રદ્ધાળુઓ ભગવતી નગર યાત્રી નિવાસથી રવાના કરવામાં આવ્યા હતા. બેચમાં રહેલા લોકો બલતાલ અને પહેલગામ બેઝ કેમ્પ માટે રવાના થયા છે. યાત્રા શરૂ કરવામાં આવ્યા બાદથી હજુ સુધી ૨૪૫૦૦૦ શ્રદ્ધાળુઓ દ્વારા દર્શન કરવામાં આવી ચુક્યા છે. બીજી બાજુ અમરનાથ યાત્રામાં સામેલ થનાર શ્રદ્ધાળુઓ માટે સેવામાં રહેલી એક સંસ્થાએ ભવિષ્યમાં અમરનાથ યાત્રાની અવધિને ૩૦ દિવસ સુધી કરવાની રજૂઆત કરી છે. જેના પર ટુંક સમયમાં નિર્ણય લેવામાં આવનાર છે. સંસ્થાનુ કહેવુ છે કે આ ગાળા દરમિયાન ૯૦ ટકાથી વધારે શ્રદ્ધાળુઓ દ્વારા દર્શન કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓ ૩૮૮૦ મીટરની ઉંચાઈએ સ્થિત અમરનાથ ગુફામાં કુદરતીરીતે બનતા શિવલિંગના દર્શન કરવા માટે ભારે ઉત્સુક બનેલા છે.આજે સવારે જુદા જુદા વાહનોમાં આ ટુકડી ખીણ માટે રવાના થઇ હતી.તેમની સાથે પુરતી સંખ્યામાં સુરક્ષા જવાનો પણ રાખવામાં આવ્યા હતા. અમરનાથ શ્રદ્ધાળુઓની સંખ્યા હજુ પણ વધી રહી છે. ૬૦ દિવસ સુધી ચાલનાર આ યાત્રા ૨૮મી જૂનના દિવસે શરૂ થઇ હતી. ગંદરબાલમાં બાલતાલ અને અનંતનાગ જિલ્લામાં પહેલગામના બે રુટ પરથી અમરનાથ યાત્રા ચાલી રહી છે. હજુ સુધી ૨.૪૫ લાખથી વધુ લોકો અમરનાથના દર્શન કરી ચુક્યા છે. અમરનાથમાં કુદરતીરીતે બનતા બરફના શિવલિંગના દર્શન માટે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રદ્ધાળુઓના આ કાફલામાં મહિલાઓ અને સાધુ સંતો સામેલ છે. અમરનાથ દર્શન માટે રવાના થયેલી શ્રદ્ધાળુઓની આ ૨૪મી બેંચ હતી.ગયા વર્ષે ૨.૬ લાખ શ્રદ્ધાળુઓ દ્વારા અમરનાથના દર્શન કરવામાં આવ્યા હતા. અમરનાથ યાત્રાના બીજા તબક્કામાં સામાન્યરીતે શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો થઇ જાય છે. કારણ કે, બરફના શિવલિંગમાં શિવલિંગ ઓગળવાની શરૂઆત થઇ જાય છે પરંતુ આ વખતે યાત્રા અનેક વખત ખોરવાઈ પડી છે. સત્તાવાળાઓને યાત્રા અનેકવખત મોકૂફ કરવી પડી છે. હવામાન વિભાગે કહ્યું છે કે, બુધવાર સુધી ખરાબ હવામાન રહી શકે છે.

Related posts

સમજોતા બ્લાસ્ટ : પુરાવાના અભાવે કોઇપણને સજા નહીં

aapnugujarat

बिहार में 31 जुलाई तक बढ़ा लॉकडाउन

editor

શું ફરી બદલાઈ જશે આપણા પીએમ મોદીના નિવાસ્થાન નું સરનામું? આર્કિટેકટે કરી ભલામણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1