Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

એસસી-એસટીના કર્મચારીઓને બિહાર સરકારે પ્રમોશનમાં અનામતને મંજૂરી આપી

બિહારની અનુસૂચિત જાતિ/ જનજાતિ કર્મચારિયોને રાજ્ય સરકારે મોટી ભેટ આપી છે. સરકારે રાજ્ય સેવામાં લાગેલા આ કર્મચારીઓના પ્રમોશનમાં અનામતને મંજૂરી આપી દિધી છે. પ્રમોશનમાં અનામતનો આ નિયમ પહેલા પણ લાગુ હતો, પરંતુ પાછલા બે વર્ષ દરમ્યાન તેને બંધ કરવામાં આવ્યુ હતુ અને તેની જગ્યાએ મુળ વર્ગ પસંદગીના આધાર પર આરક્ષણ આપવામાં આવતું હતુ.
બિહાર સરકારે આ પગલું એક વિશેષ રિટ અરજી પર સુપ્રિમ કોર્ટના ૧૭ મે અને ૬જૂનના પસાર કરેલા ઓર્ડરના સંદર્ભમાં કેન્દ્રીય કર્મચારી અને તાલીમ વિભાગ પાસેથી સલાહ મેળવ્યા બાદ ઉઠાવ્યુ છે. એક સરકારી અધિસૂચના પ્રમાણે આ પ્રમોશન સુપ્રિમ કોર્ટ દ્વારા આદેશ મળ્યા બાદ જ થશે.
જણાવી દઈએ કે પટના હાઈકોર્ટે વર્ષ ૨૦૧૬માં પ્રમોશનમાં અનામત સમાપ્ત કરવાનો નિર્ણય સંભળાવ્યો હતો. ત્યાર બાદથી રાજ્ય સરકારના કર્મચારીઓને મુળ મુળ સંખ્યાની પસંદગીના આધાર પર પ્રમોશન આપવામાં આવતુ હતુ. પરંતુ સરકારે હવે એક વાર ફરીથી પ્રમોશનમાં અનામત આપવાનો જૂનો નિયમ લાગુ કરી દીધો છે. સરકારનું આ પગલું ૨૦૧૯ લોકસભા ચૂંટણી માટે ઘણુ મહત્વનું માનવામાં આવે છે.

Related posts

अरुणाचल प्रदेश में 6 उग्रवादी ढेर

editor

केरल के सोना तस्करी मामले में आरोपी का संबंध दाऊद से : एनआईए

editor

कैप्टन अमरिंदर सिंह ने प्रियंका गांधी को कांग्रेस अध्यक्ष बनाने का समर्थन किया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1