Aapnu Gujarat
ગુજરાત

રખિયાલમાં ડમ્પરની ટક્કરથી મહિલાનું મોત

શહેરના રખિયાલ વિસ્તારમાં અજીત મિલ ચાર રસ્તા પાસે આજે બપોરે એક એકટીવાચાલક મહિલાને માંતેલા સાંઢની જેમ આવી રહેલા એક ડમ્પરચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે હંકારી જોરદાર રીતે અડફેટે લેતાં મહિલાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજયું હતું. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને સ્થાનિકોમાં અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. ડમ્પરચાલકના અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં આરોપી ડમ્પરચાલક વિરૂધ્ધ ઉગ્ર રોષની લાગણી ફેલાઇ ગઇ હતી અને ઉશ્કેરાયેલા લોકોએ ડમ્પરમાં તોડફોડ પણ કરી હતી. પરિસ્થિતિની ગંભીરતા ધ્યાને લઇ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ કાબૂમાં લીધી હતી અને ફરાર થઇ ગયેલા ડમ્પરચાલકને પકડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા હતા. એકટીવાચાલક મહિલાના ડમ્પરચાલકની ટક્કરથી મૃત્યુ બાદ તેના પરિવારજનોએ એક તબક્કે તેણીની લાશ ઉઠાવવાનો ઇનકાર કર્યો હતો અને તેના કારણે સતત ત્રણ કલાક સુધી મહિલાની લાશ રસ્તા પર જ પડી રહી હતી. છેવટે પોલીસની ભારે સમજાવટ અને વિનંતી બાદ પરિવારજનોએ મૃતક મહિલાની લાશનો સ્વીકાર કર્યો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના રખિયાલ રોડ પર અજીત મીલ ચાર રસ્તા પાસેથી આજે બપોરે એક મહિલા પોતાના એકટીવા પર જઇ રહી હતી ત્યારે માંતેલા સાંઢની જેમ આવેલા એક ડમ્પરચાલકે પોતાનું ભારે વાહન ગંભીર બેદરકારીપૂર્વક અને ગફલતભરી રીતે હંકારી તેને જબરદસ્ત રીતે ટક્કર મારી હતી. જેના કારણે ગંભીર ઇજાઓ થવાના કારણે મહિલાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજયું હતું. મહિલાનું મોત નીપજતાં જ ગભરાઇ ગયેલો ડમ્પરચાલક પોતાનું વાહન ત્યાં જ મૂકીને ફરાર થઇ ગયો હતો. જો કે,ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને મહિલાનું મોત થયાનું જાણી સ્થાનિક લોકોમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. એટલું જ નહી, લોકોમાં ડમ્પરચાલક વિરૂધ્ધ ઉગ્ર રોષ ફાટી નીકળ્યો હતો. જેથી સ્થાનિકોએ ડમ્પરને નિશાન બનાવ્યું હતું અને તેમાં તોડફોડ મચાવી હતી. બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી પરંતુ મહિલાના પરિવારજનોએ જયાં સુધી ડમ્પરચાલકની ધરપકડ ના થાય ત્યાં સુધી લાશ ઉપાડવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે સમગ્ર વાતાવરણ ગરમાયું હતું. પોલીસે ડમ્પરચાલકની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરવાની હૈયાધારણ આપવામાં આવતાં કલાકોની લાંબી સમજાવટ બાદ આખરે મૃતક મહિલાના પરિવારજનોએ લાશનો સ્વીકાર કર્યો હતો પરંતુ ત્યાં સુધી ત્રણ કલાક જેટલા સમય સુધી લાશ રસ્તા પર જ પડી રહી હતી, જેને લઇ વાતાવરણ તંગ બન્યું હતું. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે આરોપી ડમ્પરચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

 

Related posts

वाडज में डॉ. बाबासाहब प्रतिमा से चश्मे की फ्रेम कोई निकालकर ले गया

aapnugujarat

હાઈકોર્ટએ હાર્દિક પટેલની કાયમી રાજ્ય બહાર જવાની અરજી ફગાવી

editor

નર્મદાને બચાવવા માછીમાર સમાજના લોકોએ પોતાના લોહીથી પત્ર લખ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1