Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ રેલ્વે સ્ટેશન પર ચાઇલ્ડ હેલ્પ ડેસ્કનો પ્રારંભ

અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાઇલ્ડ હેલ્પ ડેસ્કની આખરે પ્રારંભ કરવામાં આવ્યો છે. અમદાવાદ સહિત પશ્ચિમ રેલવેનાં સાત રેલવે સ્ટેશન પર ચાઇલ્ડ હેલ્પ ડેસ્ક દ્વારા અલગ અલગ રેલવે સ્ટેશનો પરથી અને ટ્રેનમાંથી મળી આવતાં બાળકોને તેમના પરિવાર સુધી પહોંચાડવા માટે હેલ્પ ડેસ્ક મદદરૂપ સાબિત થશે.
ચાઇલ્ડ હેલ્પ ડેસ્ક શરૂ થતાં બાળકો અને વાલીઓમાં રાહતની લાગણી ફેલાઇ છે. ઉલ્લેખનીય છે કે, ઘણીવાર ઘરથી ભાગીને આવેલાં બાળકો, ખોવાયેલાં બાળકો કે પછી માનસિક રીતે અસ્વસ્થ હાલતમાં કેટલાંક બાળકો મળી આવે છે. ત્યારે આવાં બાળકોને રેલ્વે સ્ટેશન પર શરૂ કરાયેલી આ નવી ચાઇલ્ડ હેલ્પ ડેસ્ક મદદરૂપ બનશે. આવાં બાળકોને એનજીઓ અથવા પોલીસ અથવા તેમના પરિવારને સોંપવાની વ્યવસ્થા કરવામાં આવે છે. ગત વર્ષે પશ્ચિમ રેલવેએ ૧૦૦૮ બાળકોને બચાવ્યાં હતાં. જેમાં ૩૩પ બાળકી, ૬૭૩ બાળકો હતાં. ચાલુ વર્ષમાં ગત મહિનાના અંત સુધીમાં ૩૩૦ બાળકોને બચાવાયાં છે. જેમાં ૧૧૦ બાળકીઓ અને ૬૬૩ બાળકો હતાં. રેલવે તંત્ર દ્વારા આવાં બાળકોને તેમના ઘર સુધી કે પરિવાર સુધી પહોંચાડવા માટે પોલીસ કે એનજીઓની મદદ લેવામાં આવે છે. વર્ષ ર૦૧પમાં બાળકો માટે હેલ્પ ડેસ્કની શરૂઆત કરવા માટે વિચારણા થઇ હતી. વર્ષ ર૦૧૮-૧૯ને મહિલા અને બાળક સુરક્ષા વર્ષ જાહેર કરાયું છે. હવે પશ્ચિમ રેલવેના અમદાવાદ સહિતનાં સાત સ્ટેશન અને દેશનાં ૮૮ રેલવે સ્ટેશન પર ચાઇલ્ડ હેલ્પ ડેસ્ક શરૂ થઇ છે. જે ર૪ કલાક કાર્યરત રહેશે. ૧૦૯૮ ફોન દ્વારા ચાઇલ્ડ હેલ્પ ડેસ્ક પરથી મદદ માગી શકાય છે.

Related posts

વિરમગામ નળકાંઠાના થુલેટા ગામે આડાસંબંધને લઇ તીક્ષ્ણ હથિયાર વડે યુવાનની હત્યા

aapnugujarat

સિંહના મોત બાદ સફાળી જાગી સરકાર,વનરક્ષકોની ભરતીના અપાયા નિર્દેશ

aapnugujarat

સુરતમાં ૧૪ વર્ષની તરૂણી પર સામૂહિક બળાત્કાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1