Aapnu Gujarat
ગુજરાત

સુરતમાં ૧૪ વર્ષની તરૂણી પર સામૂહિક બળાત્કાર

સચિન જીઆઇડીસી-કનસાડ રોડ વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય પરિવારની ૧૪ વર્ષની તરૂણીને બે મિત્રોએ પ્રેમજાળમાં ફસાવ્યા બાદ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવ્યાની ફરીયાદ સચિન જીઆઇડીસી પોલીસમાં નોંધાઈ છે. પોલીસે બે પૈકી એક હવસખોર નરાધમને ડિટેઇન કરી પૂછપરછ હાથ ધરી છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સચિન જીઆઇડીસી-કનસાડ રોડ વિસ્તારમાં રહેતા યુપીવાસી પરિવારની ૧૪ વર્ષીય કિશોરી ધો. ૯ માં અભ્યાસ કરતી હતી. પરંતુ અભ્યાસમાં રૂચિ નહીં હોવાથી છોડી દીધું હતું અને હાલ ઘરકામ કરે છે. ચારેક દિવસ અગાઉ કિશોરીને પેટમાં દુખાવો થવાની સાથે પેટ મોટું દેખાતા પરિજનો તુરંત જ સારવાર માટે ડોક્ટર પાસે લઇ ગયા હતા. જયાં ડોક્ટરે કિશોરીને ચાર માસનો ગર્ભ હોવાનું જણાવતા માતા-પિતા ચોંકી ગયા હતા.
પરિજનોએ ગર્ભ અંગે પૂછપરછ કરતા તેણીએ જણાવ્યું હતું કે ઓગસ્ટ ૨૦૨૨ માં રહેણાંક સોસાયટી નજીક રહેતા અમીત સૂર્યવંશી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. પરિવારની જાણ બહાર તેઓ મળતા હતા તે દરમિયાન અમીતના પડોશી મિત્ર વિકાસ મહંતોના માતા-પિતા વતન ગયા હતા. ત્યારે તેમણે શરીરસંબંધ બાંધ્યો હતો. આ ઉપરાંત અમીતની જાણ બહાર કિશોરી વિકાસના સંર્પકમાં પણ આવી હતી અને તેઓ વચ્ચે પણ શારિરીક સંબંધ બંધાયો હતો. શરૂઆતમાં વિકાસ સાથેના સંબંધથી અમીત અજાણ હતો. પરંતુ થોડા સમય બાદ અમીતને જાણ થઇ ગઇ હતી. અમીત અને વિકાસ સાથેના શરીરસંબંધમાં પોતાને ગર્ભ રહ્યો હોવાનું જણાવતા પિતાએ બંને વિરૂધ્ધ સચિન જીઆઇડીસી પોલીસમાં દુષ્કર્મની ફરીયાદ નોંધાવી છે. જે પૈકી પોલીસે સચિન હોજીવાલામાં સંચા મશીનમાં કામ કરતા વિકાસને ડિટેઇન કરી પૂછપરછ હાથ ધરી છે.

Related posts

એસિડ પી લેનાર બાળકી પર ૮ વર્ષ બાદ સફળ શસ્ત્રક્રિયા

aapnugujarat

प्रोपर्टी टैक्स में आगामी २ वर्ष एक रुपये की वृद्धि नहीं होगी

aapnugujarat

અમદાવાદમાં મેઘમહેર : વેજલપુર ધોવાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1