Aapnu Gujarat
ગુજરાત

એસજી હાઇવેના સર્વિસ રોડ પરના પાર્કિંગ સામે કાર્યવાહી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ગઇકાલે રાતે રાજપથ કલબની બહાર સર્વિસ રોડ પર ગેરકાયદે રીતે અને આડેધડ વાહનો પાર્ક કરવાના પ્રકરણમાં શહેરની પ્રતિષ્ઠિત રાજપથ કલબને સીલ મરાતાં સમગ્ર શહેરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. રાજપથ કલબ સામે આકરી કાર્યવાહી બાદ હવે અમ્યુકો તંત્ર દ્વારા ટ્રાફિક પોલીસની મદદથી એસજી હાઇવેના સર્વિસ રોડ પર આડેધડ અને ગેરકાયદે વાહન પાર્ક કરવા સામેની ઝુંબેશ આગામી દિવસોમાં વધુ ઉગ્ર અને અસરકારક બનાવવામાં આવશે. ગઇકાલે રાતે મ્યુનિસિપલ તંત્ર પોલીસ વિભાગના સહયોગ લઇને રોડ પર પાર્કિંગના મામલે રાજપથ કલબ પર ત્રાટક્યું હતું. રાજપથ કલબને લગાવાયેલું સીલ આજે સવારે યથાવત્‌ રહ્યું હોઇ આ સીલ કલબના સંચાલકો પાસેથી બાંયધરીપત્ર લઇને ખોલી આપવાના મુદ્દે હજી સુધી કોઇ સમાધાનકારી વલણ સ્પષ્ટ થયું નથી. બીજી તરફ એસજી હાઇવેના સર્વિસ રોડ પર આડેધડ રીતે પાર્ક કરાતાં વાહનો સામેની મ્યુનિસિપલ સત્તાવાળાઓની ઝુંબેશ આગામી દિવસોમાં વધુ ઉગ્ર બનવાનો છે. જાણકાર સૂત્રો કહે છે, એસજી હાઇવે પરના કારગીલ જંકશન, પકવાન ચાર રસ્તા, ઇસ્કોન તેમજ કર્ણાવતી કલબ નજીકના વિસ્તારમાં ટૂંક સમયમાં સત્તાવાળાઓ ત્રાટકશે. શહેરમાં દિન પ્રતિદિન પાર્કિંગનો પ્રશ્ન વિકટ અને જટિલ બની રહ્યો હોઇ હાઇકોર્ટ દ્વારા ગઇકાલે તંત્રને અપાયેલા આદેશના પગલે તાત્કાળ નવા પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના સત્તાવાળાઓ દોડતા થયા હતા. જો કે રહેણાક વિસ્તારમાં આજે પણ ‘નો પાર્કિંગ ફોર વિઝિટર્સ’નાં બોર્ડ જોવા મળે છે. જેના કારણે વિઝિટર્સને પોતાનાં વાહન બહાર રોડ પર પાર્ક કરવાની ફરજ પડે છે. તંત્ર દ્વારા આ મામલે અભિયાન શરૂ કરવાની અગાઉ જાહેરાત કરાઇ હતી. રહેણાક એકમના સંબંધિત વહીવટકર્તાને પહેલાં નોટિસ ફટકારીને વિઝિટરનાં વાહન જે તે સોસાયટી કે ફલેટના પાર્કિંગમાં જ પાર્ક થાય તેવી વ્યવસ્થા ગોઠવવા અંગે નિશ્ચિત સમયગાળો આપવાની દિશામાં વિચારણા કરાઇ હતી. જોકે સમગ્ર શહેરમાં આ બાબતે કયાંય કોઇ નક્કર પગલાં હજુ સુધી લેવાયાં ન હોઇ મ્યુનિસિપલ સત્તાવાળાઓની પાર્કિંગ સામેની ઝુંબેશ અંગે પ્રશ્નાર્થ સર્જાયો છે.

Related posts

ગુજરાતમાં આજે ૧૬૪થી વધુ રથયાત્રા નીકળશે

aapnugujarat

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ૧૧ વર્ષના બજેટના ૧૪ હજાર કરોડ ખર્ચ્યા જ નથી

aapnugujarat

મેયર કીર્તિબેન દાણીધારીયાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રાખડી બાંધી કરી ઉજવણી

editor

Leave a Comment

UA-96247877-1