Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કિરણ કુમાર રેડ્ડીની કોંગ્રેસમાં ઘર વાપસી

અવિભાજિત આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કિરણકુમાર રેડ્ડી ફરી એકવાર કોંગ્રેસમાં સામેલ થયા છે. તેમણે આંધ્રપ્રદેશના વિભાજન કરીને તેલંગાણા રાજ્ય બનાવવાની પ્રક્રિયા સમયે મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપીને કોંગ્રેસ છોડી હતી. કિરણ રેડ્ડીએ કોંગ્રેસ છોડીને નવી પાર્ટી પણ બનાવી હતી.
રેડ્ડીએ કહ્યુ છે કે કોંગ્રેસમાં પાછા ફરવા બદલ તેઓ ખુશ છે. તેમણે રાજીનામું આપ્યું હતું. પરંતુ તેઓ પાર્ટીમાંથી અલગ થઈ શકે તેમ નથી. તેમને અને તેમના પરિવારને મળેલી ઓળખ કોંગ્રેસને કારણે મળી છે. કિરણ રેડ્ડીએ કહ્યુ છે કે હાલની પરિસ્થિતિમાં તેમને લાગે છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના હાથને મજબૂત કરવાની જરૂરત છે. જ્યાં સુધી કોંગ્રેસની સરકાર દિલ્હીમાં બની નહીં જાય. ત્યાં સુધી આંધ્રપ્રદેશના લોકોને ન્યાય મળી સકે તેમ નથી.
હાલની કેન્દ્ર અને આંધ્રપ્રદેશની સરકાર આમા ખરાબ રીતે નિષ્ફળ ગઈ છે. તેમણે કહ્યુ છે કે રાજ્યસભામાં વડાપ્રધાન મનમોહનસિંહ દ્વારા આપવામાં આવેલા વાયદાને પૂર્ણપણે લાગુ કરવો જોઈએ.. નહીંતર લોકોનો સંસદ પરથી વિશ્વાસ ઉઠી જશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓમાન ચાંડીએ કિરણ રેડ્ડીના કોંગ્રેસમાં સામેલ થવા સંદર્ભે કહ્યુ છે કે આંધ્રપ્રદેશમાં કિરણ રેડ્ડીએ મુખ્યપ્રધાન તરીકેના કાર્યકાળમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે ઘણું કામ કર્યું છે. તેમના કોંગ્રેસા પાછા ફરવાથી પાર્ટી મજબૂત બનશે.

Related posts

ફરાર અમૃતપાલ સિંહે સરેન્ડર થવા માટે પોલીસ સમક્ષ મૂકી ત્રણ શરતો

aapnugujarat

8 હજાર શિક્ષકો એ લખ્યો અમિત શાહ ને પત્ર

editor

चारा घोटाला : लालू प्रसाद की जमानत पर सुनवाई अब 9 अक्टूबर को होगी

editor

Leave a Comment

UA-96247877-1