Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સૌથી વધુ છેતરપિંડીના કેસ ઈન્ડિયન ઓઈલના પેટ્રોલ પંપ થાય છે

પેટ્રોલ અને ડીઝલની વધતી જતી કિંમતોથી પહેલેથી જ સામાન્ય માણસને મુશ્કેલીમાં હતો, પરંતુ હવે પેટ્રોલપંપ પરની છેતરપિંડીના કારણે આ તેમાં વધારો થયો છે. પેટ્રોલીયમ મંત્રાલયે તાજેતરમાં રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટ પેટ્રોલ પંપ પર ૨૦૧૫ થી ૨૦૧૭ સુધીના કૌભાંડોની કરતૂત છે. અહેવાલ મુજબ, ઘણા પેટ્રોલ પંપ પર, પૈસા તમારી પાસે પૂરાં લેવામાં આવે છે, ચાલાકીથી પેટ્રોલ-ડીઝલ પૂરું આપવામાં આવતું નથી. અહેવાલ મુજબ, સમીક્ષાના સમયગાળા દરમિયાન, સૌથી વધુ છેતરપીંડીના કેસ ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પર આવ્યા છે. ઇન્ડિયન ઓઇલ કંપની, બીપીસીએલ અને એચપીસીએલ પેટ્રોલ પંપ પર કુલ ૧૦૮૯૮ કેસો નોંધાયા છે. સરકારી અહેવાલ મુજબ, ઇન્ડિયન ઓઈલ પેટ્રોલ પમ્પ પર કુલ ૩૯૦૧ કેસ નોંધાયા છે. આ કુલ કેસોમાંથી, ૧૧૮૩ કેસોમાં ભેળસેળ છે. આ ઉપરાંત, ૨૭૧૮ કેસ છે જ્યાં ગ્રાહકોને પેટ્રોલ અને ડીઝલ ઓછું આપવામાં આવ્યું હતું. પેટ્રોલિયમ મંત્રાલયે દેશના તમામ રાજ્યોનું આંકલનથી તારણ કાઢ્યું કે સૌથી વધુ ઉત્તરપ્રદેશ સ્થિત ઈન્ડિયન ઓઈલ કંપનીના પેટ્રોલ પંપ પર છેતરપિંડીના મામલા સામે આવ્યાં. જ્યારે ભારત પેટ્રોલિયમ (બીપીસીએલ)ના પેટ્રોલ પંપ ખાતે છેતરપીંડીના ૩૧૦૩ કેસો બહાર આવ્યાં. જેમાં ભેળસેળના ૭૩૧ અને ૨૩૭૨ ઓછું ફ્યૂઅલ આપવાના કેસ સામે આવ્યાં. હિંદુસ્તાન પેટ્રોલિયમ (એચપીસીએલ) ના પેટ્રોલ પંપ પર છેતરપિંડીના ૩૮૯૪ કેસો નોંધાયા છે. ભેળસેળના ૧૧૩૬ કેસો અને ઓછું ફ્યૂલ આપવાના ૨૭૫૮ કેસો નોંધાયા છે. પેટ્રોલ પંપ બાદ રાજ્યોની વાત, મહારાષ્ટ્ર આ બાબતે મોખરે છે. મહારાષ્ટ્ર પછી ઉત્તર પ્રદેશ, કર્ણાટક, દિલ્હી, ગુજરાત છે. આ રિપોર્ટ પછી, જ્યારે તમે હવે પેટ્રોલ પંપમાં જાઓ, ત્યારે મીટર પર ધ્યાન રાખજો કે ક્યાંક તમે છેતરાઈ તો નથી રહ્યાં ને.

Related posts

તેજપ્રતાપ ઘાઘરા-ચોળી પહેરીને રાધા બનતા હતા : ઐશ્વર્યા

aapnugujarat

સવર્ણોને ૧૫ ટકા અનામત આપવી જોઈએ : પાસવાન

aapnugujarat

आयुष्मान भारत को लेकर छिड़ा वॉर..हर्षवर्धन ने केजरीवाल के दावे किए ख़ारिज

aapnugujarat

Leave a Comment

UA-96247877-1