Aapnu Gujarat
બિઝનેસ

૧૦ પૈકીની ૮ કંપનીની મૂડી ૬૬૬૨૬ કરોડ રૂપિયા વધી

છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ ભારતીય કંપનીઓ પૈકીની આઠ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૬૬૬૨૫.૬ કરોડ રૂપિયાનો વધારો થયો છે. ટીસીએસ કંપની સ્ટાર પફોર્મર તરીકે રહી છે. છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ઇન્ફોસી અને એસબીઆઈના શેરમાં ઘટાડો થયો હતો. શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન તેમની માર્કેટ મૂડીમાં એસબીઆઈમાં ઘટાડો થયો હતો. ટીસીએસની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ૨૫૩૦૬.૮૮ કરોડનો વધારો થતાં તેની માર્કેટ મૂડી વધીને ૭૩૨૫૨૧.૨૯ કરોડ થઇ ગઇ છે. આવી જ રીતે મારુતિ સુઝુકીની માર્કેટ મૂડી ૧૪૬૦૮.૫૯ કરોડ વધીને ૨૮૧૦૭૯.૪૫ કરોડ થઇ ગઇ છે. આવી જ રીતે હિન્દુસ્તાન યુનિલીવરની માર્કેટ મૂડીમાં ૮૦૩૦.૭૯ કરોડનો વધારો થતાં તેની માર્કેટ મૂડી ૩૬૩૪૩૧.૧૯ કરોડ થઇ છે. આઈટીસીની માર્કેટ મૂડી ૭૬૨૭.૬૮ કરોડ વધી છે. આરઆઈએલ અને એચડીએફસીની માર્કેટ મૂડી ક્રમશઃ ૨૨૪૯.૪૨ અને ૧૭૨૮.૯૨ કરોડ વધીને નવી ઉંચી સપાટીએ પહોંચી છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન એચડીએફસી બેંકની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીય વધારો થયો હતો. બીજી બાજુ ઇન્ફોસીસની માર્કેટ મૂડી આ ગાળા દરમિયાન ૪૮૫૯.૬૯ કરોડ ઘટી ગઈ છે. તેની માર્કેટ મૂડી હવે નવી નીચી સપાટીએ પહોંચી છે. આની સાથે જ એસબીઆઈની માર્કેટ મૂડી ૧૬૫૧.૦૪ કરોડ ઘટીને ૨૨૯૭૬૩.૫૧ કરોડ થઇ ગઇ છે. ટોપ ટેન કંપનીઓની વાત કરવામાં આવે તો ટીસીએસે પ્રથમ ક્રમાંક ઉપર તેની સ્થિતિ અતિમજબૂત બનાવી લીધી છે. આરઆઈએલ બીજા અને એચડીએફસી બેંક ત્રીજા સ્થાને છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન સેંસેક્સ ૨૩૪ પોઇન્ટ ઉછળીને ૩૫૬૫૭ની નીચી સપાટીએ રહ્યો હતો. માર્કેટ મૂડીની દ્રષ્ટિએ આવતીકાલથી શરૂ થતાં કારોબારમાં જોરદાર સ્પર્ધા જામે તેવા સંકેત દેખાઈ રહ્યા છે.

Related posts

વોડાફોન અને આઈડિયાના મર્જરને આવતીકાલે મંજુરી મળશે

aapnugujarat

રેપો-રિવર્સ રેપોરેટ, CRRને યથાવત રાખવાનો નિર્ણય

aapnugujarat

મ્યુચ્યુઅલ ફંડ હાઉસ જંગી ડિવિડંડ ચુકવે તેવી પ્રબળ સંભાવના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1