Aapnu Gujarat
રાષ્ટ્રીય

કુંભમેળાના રસ્તા માટે મસ્જીદનો કેટલોક ભાગ મુસ્લિમોએ તોડી પાડ્યો

ઉત્તર પ્રદેશના ઇલાહાબાદમાં યોજાનાર કુંભ મેળાની તૈયારીઓમાં મુસ્લિમ સમુદાયના લોકો આગળ આવીને સહયોગ આપી રહ્યા છે. કુંભમેળા માટે રસ્તો પહોંળો કરવાના કામમાં અડચણ રૂપ મસ્જીદનો કેટલોક ભાગ મુસ્લિમોએ પાડી દીધો છે.
ઉલ્લેખનીય છે કે, આગામી વર્ષે લાગનારા કુંભ મેળા માટે જૂના શહેરમાં ઝડપી નિર્માણ કામ ચાલું છે. આ મેળામાં લાખોની સંખ્યામાં પહોંચનારા શ્રદ્ધાળુઓ માટે રસ્તો પહોળો કરવામાં આવી રહ્યો છે. પરંતુ મસ્જીદના એક ભાગના કારણે કામમાં અડચણ આવી રહી હતી. ત્યારબાદ મુસ્લિમ પોતે આગળ આવ્યા અને મસ્જીદનો એક ભાગ પાડી દીધો હતો.
એક સ્થાનિકે કહ્યું કે, અમે આ પોતાની મરજીથી કર્યું છે. મસ્જીદનો આ ભાગ સરકારી જમીન ઉપર બન્યો હતો. જેને પાડવામાં આવ્યો છે. કુંભ મેળા પહેલા સરકાર રસ્તાને પહોળો કરી રહી છે. જેથી અમે પણ સહયોગ આપી રહ્યા છીએ. કુંભમાં શાહી સ્નાનની શરૂઆત ૧૫ જાન્યુઆરીથી થશે. પ્રયાગના સંગમ તટ ઉપર યોજાનાર આ મેળામાં લાખ્યોની સંખ્યામાં દેશ-વિદેશથી શ્રદ્ધાળું આવશે.
એટલું જ નહીં યોગી સરકાર પણ કુંભ મેળાનું વૈશ્વિક સ્તર ઉપર પ્રમોશન કરી રહી છે. સરકારનો આરોપ છેકે અગાઉની સરકારે આ અદ્ભુત દ્રશ્યોને વિશ્વ પટલ ઉપર લાવવા માટે કંઇ કર્યું નથી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, અગાઉની સરકારોએ કુંભ મેળાની ગૌરવશાળી છટાને પ્રમોટ કરવા માટે કંઇ જ કર્યું નથી. પરંતુ પીએમ મોદીના પ્રયત્નોથી આ મેળાને આંતરરાષ્ટ્રીય ઓળખ મળી છે.

Related posts

कोविड-19 को लेकर लापरवाही बरत रही है सरकार : राहुल

editor

ટીએમસીને આરજેડી નેતા તેજસ્વીનુ સમર્થન

editor

મોદીની પ્રચંડ સફળતા બાદ ભાગવતનો આશાવાદઃ હવે રામનું કામ અવશ્ય થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1