Aapnu Gujarat
ગુજરાત

ગેંગરેપ પ્રકરણ : વૃષભ મારૂ ક્રાઇમ બ્રાંચ સમક્ષ ઉપસ્થિત

શહેર સહિત રાજયભરમાં ભારે ચકચાર જગાવનાર સેટેલાઇટ ગેંગરેપ કેસમાં મુખ્ય આરોપી મનાઇ રહેલો વૃષભ મારૂ આજે નાટયાત્મક રીતે અચાનક જ શહેર ક્રાઇમબ્રાંચ સમક્ષ હાજર થઇ જતાં ભારે ચકચાર મચી ગઇ હતી. ગઇકાલે જ વૃષભના પરિવારજનોએ મીડિયા સમક્ષ આવી તેનો બચાવ કર્યો હતો અને સાથે સાથે તેને પોલીસ સમક્ષ હાજર થઇ જવાની સલાહ આપી હતી. ત્યારબાદ ગણતરીના કલાકોમાં જ વૃષભ મારૂ ક્રાઇમબ્રાંચ સમક્ષ હાજર થઇ જતાં કેસમાં બહુ મહત્વનું ડેવલપમેન્ટ સામે આવ્યું હતું. પોલીસે વૃષભની ઝીણવટભરી પૂછપરછ શરૂ કરી હતી અને પીડિતાની ફરિયાદ તેમ જ આ કેસમાં અન્ય આરોપીઓ યામિની, ગૌરવના નિવેદનોમાં આવેલા વિરોધભાસની ખરાઇ કરવાનું શરૂ કર્યું હતું. વૃષભે તેના બચાવમાં કેટલાક પુરાવા પણ પોલીસ સમક્ષ રજૂ કર્યા હોવાનું મનાઇ રહ્યું છે. સેટેલાઇટ ગેંગરેપ કેસમાંથી જેસીપી જે કે ભટ્ટને હટાવી દેવાયા છે તેને લઇ પોલીસબેડામાં ભારે ચર્ચા ચાલી રહી છે બીજીબાજુ, આ કેસમાં અત્યાર સુધી પોલીસે આ કેસમાં કોઇપણ આરોપીની ધરપકડ કરી નથી તેને લઇને પણ ખાસ્સી અટકળો અને અનેક તર્ક વિતર્કો ચાલી રહ્યા છે. આ તમામ સંજોગો વચ્ચે આ કેસમાં છેલ્લા કેટલાક દિવસથી નાસતો ફરતો અને મુખ્ય આરોપી મનાતો વૃષભ મારૂ પણ ક્રાઇમબ્રાંચ સમક્ષ નાટયાત્મક રીતે હાજર થઇ જતાં તે પોલીસની ગોઠવણ કે ઇશારે જ હાજર થઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, સેટેલાઇટ ગેંગરેપ કેસમાં ગઇકાલે કહેવાતા આરોપી વૃષભ મારૂનો પરિવાર મીડિયા સમક્ષ હાજર થયો હતો. વૃષભના પિતા તેના ભાઈ અને તેના બે કાકીઓએ આ કેસમાં અનેક ખુલાસા કર્યા હતા. મીડિયા સામે વૃષભના પિતાએ દાવો કર્યો હતો કે આ કેસમાં વૃષભને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યો છે. વૃષભ આ છોકરીને ઓળખતો પણ નથી. ઇન્ટાગ્રામના જે મેસેજ સામે આવ્યા છે તે ડમી એકાઉન્ટથી કરવામાં આવ્યા છે તેમજ બળાત્કારની ફરિયાદ થઈ ત્યારે વૃષભ મધ્ય પ્રદેશમાં હતો. બાદમાં તેનો ફોન સ્વીચ ઓફ આવી રહ્યો હતો. દરમ્યાન એવી વાત સામે આવી રહી છે કે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ સમગ્ર પ્રકરણમાં પોલીસ તંત્રની આબરૂના લીરેલીરા ઉડ્‌યા બાદ પણ જે કે ભટ્ટને તપાસમાંથી દૂર કરવાનો જાતે નિર્ણય ન લેતાં ભટ્ટે ખુદ પોતાને તપાસમાંથી દૂર કરવાની ગૃહ મંત્રાલયને વિનંતી કરી હતી અને તેના પગલે ગૃહ મંત્રાલયે અમદાવાદના પોલીસ કમિશનરને તાકીદ કરી હતી કે આ કેસની તપાસમાંથી પોતાને દૂર કરવાની ક્રાઈમ બ્રાન્ચ જેસીપી ભટ્ટની વિનંતીને સ્વીકારવામાં આવે. ત્યારબાદ ભટ્ટને કેસની તપાસમાંથી હટાવી લેવામાં આવ્યા હતા.

Related posts

ગુજરાતમાં એક વર્ષમાં 10 લાખ મકાનો પર સોલર પેનલ ઈન્સ્ટોલ થશે

aapnugujarat

હાર્દિકના ઉપવાસથી સમાજ ચિંતિત, સરકારને ચિંતા નથી

aapnugujarat

થરામાં વેપારીઓ ધંધામાં મશગુલ નિયમોનું પાલન નહીંવત

editor

Leave a Comment

UA-96247877-1