Aapnu Gujarat
મનોરંજન

કૃતિ ખરબંદાની બોબી સાથે ફિલ્મ રજૂ થશે

બોલિવુડની આશાસ્પદ સ્ટાર કૃતિ ખરબંદા ફિલ્મોમાં ટકી રહેવા માટે ભારે મહેનત કરી રહીછે. હવે તેની મહેનત રંગ લાવી હોવાના હેવાલ મળ્યા છે. તેની પાસે હાલમાં મોટી ફિલ્મો છે. જેમાં યમલા પગલા દિવાના ફીર સે ફિલ્મનો સમાવેશ થાય છે. દેઓલ ફિલ્મની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. અભિનેત્રી કૃતિ ખરબંદા દેઓલ પરિવારન ફિલ્મ મળતા ભારે ખુશ છે. યમલા પગલા દિવાના ફિલ્મના નવા ભાગમાં તે નજરે પડનાર છે. બોલિવુડમાં કેટલાક વર્ષોથી સતત સક્રિય છે. તમામ પ્રકારની કુશળતા અને ખુબસુરત હોવા છતાં તેને બોલિવુડમાં કોઇ સફળતા મળી રહી નથી. સાથે સાથે સારા કલાકારો સાથે ફિલ્મ પણ મળી રહી નથી. જેથી તેની કેરિયર અદ્ધરતાલ છે. જો કે તે બોલિવુડમાં ટકી રહેવા માટે બનતા તમામ પ્રયાસ કરી રહી છે. કતિ આલિયા ભટ્ટ અને દીપિકાને ખુબ પસંદ કરે છે. તેનુ કહેવુ છે કે તે દીપિકા સાથે જો તક મળશે તો કામ કરીને ગર્વ અનુભવ કરશે. આલિયા અને દીપિકા ખુબ શાનદાર અભિનેત્રી છે. કૃતિ ગેસ્ટ ઇન લંડન ફિલ્મમાં નજરે પડી હતી. કોમેડી ફિલ્મ લિવ ઇન રિલેશનશીપ પર આધારિત ફિલ્મ હતી. આ ફિલ્મ વર્ષ ૨૦૧૦માં રજૂ કરવામાં આવેલી અજય દેવગનની ફિલ્મ અતિથી તુમ કબ જાવોગે ફિલ્મની સિક્વલ ફિલ્મ હતી. ફિલ્મમાં કાર્તિક આર્યન અને પરેશ રાવલની ભૂમિકા હતી. કૃતિએ કહ્યુ છે કે તે દીપિકાની ફેન છે. બોલિવુડમાં ચાલી રહેલી ગળા કાપ સ્પર્ધામાં તે પણ નિષ્ફળ સાબિત થઇ રહી છે. બોલિવુડમાં નવી નવી અભિનેત્રીઓની સતત એન્ટ્રી થઇ રહી છે. કૃતિ માને છે કે આલિયા ભટ્ટ અને દીપિકા સ્ટાર છે અને અભિનેત્રી પણ છે. આલિયા ભટ્ટ અંગે વાત કરતા કૃતિ કહે છે કે તે ફેક અભિનય કરતી નથી. બીજી બાજુ બોબી દેઓલ રેસ ફિલ્મની સફળતા બાદ ફરી એકવાર હાલમાં ખુશ દેખાઇ રહ્યો છે.

Related posts

सिद्धार्थ-आलिया अपनी रिलेशनशिप को मौका देंगे

aapnugujarat

ફિલ્મ ‘સૂર્યપુત્ર મહાવીર કર્ણ’માં રણવીર સિંહ કરશે લીડ રોલ

editor

सोनाक्षी-बादशाह स्टारर ‘खानदानी शफाखाना’ का फर्स्ट लुक रिलीज

aapnugujarat

Leave a Comment

UA-96247877-1