Aapnu Gujarat
મનોરંજન

મેગાન ફોક્સની કોમેડી ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર ન મળતા રોકાઇ

બોલિવુડની વિતેલા વર્ષોની સૌથી સેક્સી સ્ટાર અને લોકપ્રિય મેગાન ફોક્સની કોમેડી ફિલ્મ ઝેરોવિલ્લે લાંબા સમયથી અટવાઇ પડી છે. ફિલ્મને ડિસ્ટ્રીબ્યુટર્સ ન મળવાના કારણે ફિલ્મ અટવાઇ પડી છે. ફિલ્મ ડ્રિસ્ટ્રીબ્યુટર્સ મળતાની સાથે જ રજૂ કરાશે. હાલમાં વાતચીત દરમિયાન પોતાની કેરિયરની સાથે સાથે અંગત લગ્ન સંબંધની પણ નિખાલસપણે વાત કરી હતી. મેગાને પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે ટ્રાન્સફોર્મર્સ ફાયરિંગ તેના કેરિયરના લો પોઇન્ટ તરીકે રહી છે. તેનુ કહેવુ છે કે તે જો સારી ભૂમિકાવાળી ફિલ્મો મળશે તો હજુ પણ કામ કરવા માટે તૈયાર છે. હાલમાં તે ઝેરોવિલ્લે ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મ છેલ્લા કેટલાક સમયથી કેટલાક કારણોસર અટવાઇ પડી છે. ૩૧ વર્ષીય અભિનેત્રી ટ્રાન્સફોર્મર સિરિઝમાં જોવા મળી હતી. અલબત્ત તેની ભૂમિકાની ચારેબાજુ પ્રશંસા થઇ હતી. આના કારણે તેની કેરિયર તેજીમાં પણ આવી હતી. જો કે મેગાન આને કેરિયરના લો પોઇન્ટ તરીકે ગણે છે. વર્ષ ૨૦૦૭માં મેગાન ટ્રાન્સફોર્મર્સ અને ત્યારબાદ સિક્વલ ફિલ્મ ટ્રાન્સફોર્મર્સ રિવેન્જ ઓફ ફેલનફિલ્મમાં નજરે પડી હતી. હોલિવુડની સ્ટાર અભિનેત્રીએ જુદા જુદા વિષય પર વાત કરી હતી. પોતાના પતિ બ્રાયન ઓસ્ટીન ગ્રીન સાથે સંબંધને લઇને પણ વાત કરી હતી. ઓસ્ટીન સાથે વર્ષ ૨૦૧૦માં મેગાન ફોક્સે લગ્ન કર્યા હતા. મેગાનને ત્રણ બાળકો છે. જેમાં નોહ ચાર વર્ષ, બોધી ત્રણ વર્ષ અને ૧૪ મહિનાની બાળકીનો સમાવેશ થાય છે. મેગાન અને ઓસ્ટીન વચ્ચેના સંબંધ ખરાબ થયા બાદ તેમની વચ્ચે ભંગાણની સ્થિતી સર્જાઇ હતી. જો કે મેગાન સગર્ભા બની ગયા બાદ બન્ને વચ્ચે સમાધાન થયો હતો.

Related posts

ऐक्टर कमाल राशिद खान को हुआ पेट का कैंसर

aapnugujarat

शुरू हुई टाइगर श्रॉफ की ‘बागी ३’ की शूटिंग

aapnugujarat

સ્ટુડન્ટ ઓફ ધ યર-૩માં વરૂણ અને આલિયા હશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1