Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદીની જયપુર રેલીને શાનદાર બનાવવા તૈયારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જયપુરની રેલીને સફળ બનાવવા માટે તમામ તૈયારીઓ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. માત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જ નહીં બલ્કે જુદા જુદા જિલ્લાઓમાં વહીવટીતંત્રને પણ રેલી માટે તૈયારીમાં લાગી જવા માટે કહેવામાં આવ્યું છે. બારનના જિલ્લા કલેકટર એસપી સિંહે આ સંદર્ભમાં લેખિતમાં આદેશ જારી કર્યો છે. જુદા જુદા જિલ્લાઓના કલેકટરોને મોદીની રેલીમાં વધુને વધુ લોકો પહોંચે તેવી વ્યવસ્થઆ કરવા માટે કહેવામાં આવ્યું છે. જયપુરમાં યોજાનારી આ રેલીમાં સરકારી યોજનાઓથી લાભ મેળવ ચુકેલા લોકોને એકત્રિત કરવામાં આવી રહ્યા છે. આનાથી પણ એક પગલું આગળ વધીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સૂચના પણ આપી દેવામાં આવી છે.
બારનના કલેકટર એસપી સિંહે લેખિતમાં આદેશ કરીને ખાવા પીવાની વ્યવસ્થા કરવા પણ અધિકારીઓને કહ્યું છે. સરકારી યોજનાઓનો લાભ મેળવી ચુકેલા લોકો માટે તમામ વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. તેઓએ કયા વિભાગ દ્વારા કઈ જવાબદારી લેવામાં આવશે તે અંગે સૂચના પણ આપી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયપુરમાં સાતમી જુલાઈના દિવસે સરકારી યોજનાઓનો લાભ મેળવી ચુકેલા લોકોને મળશે અને આની સાથે જયપુરમાં તેમને લાવવામાં આવશે. ભાજપના કાર્યકરો ઉપરાંત તેમને પણ કેટલીક સૂચના આપવામાં આવી છે. બારનના કલેકટરે લેખિત આદેશ જારી કરીને કડક સૂચના આપી છે. જળ સંસાધન વિભાગ દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવનાર છે. જેમાં ખાવા પીવાની ચીજવસ્તુઓ અને પાણીની વ્યવસ્થા માટે પણ કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત જુદા જુદા અન્ય પગલા પણ લેવામાં આવી રહ્યા છે. કેટલાક અધિકારીઓને વધુ મોટી જવાબદારી સોંપવામાં આવી છે. આ સંદર્ભમાં વાત કરતા બારનના જિલ્લા કલેકટરનું કહેવું છે કે તૈયારીના ભાગરૂપે આદેશ કરાયા છે.

Related posts

કુપવારામાં ચાર આતંકીઓ ઝડપાયા

aapnugujarat

શિવસેનાના સંજય રાઉતનો ભાજપ પર કટાક્ષ-રાજસ્થાન પેટાચૂંટણી ઇન્ટરવલ, ૨૦૧૯માં ફિલ્મ પુરી

aapnugujarat

प्रियंका बच्चों को गालियां सिखाती हैं : स्मृति

aapnugujarat

Leave a Comment

UA-96247877-1