Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીને મળવું મુશ્કેલ બનશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાના કાવતરાનો હાલમાં જ પર્દાફાશ કરવામાં આવ્યા બાદ ગૃહમંત્રાલય દ્વારા તેમની સુરક્ષા માટે નવી માર્ગદર્શિકા જારી કરી દેવામાં આવી છે. મોદીની સુરક્ષા માટે નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવ્યા બાદ તેમની સુરક્ષા વધુ મજબૂત કરવામાં આવી છે. હવે પ્રધાનો, હોદ્દેદારો પણ મંજુરી વગર તેમની નજીક આવી શકશે નહીં. ગૃહમંત્રાલયનું કહેવું છે કે, સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ તરફથી મંજુરી મળ્યા વગર કોઇપણ મંત્રી અને અધિકારીને પણ મોદીની નજીક આવવાની મંજુરી મળશે નહીં. આ ઘટનાક્રમ સાથે જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે, મોદી ઉપર હજુ સુધીનો સૌથી મોટો ખતરો તોળાઈ રહ્યો છે. ૨૦૧૯માં યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા તેમના ઉપર સૌથી વધુ ખતરો રહેલો છે. મંત્રાલય દ્વારા પોતાના પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, કોઇને પણ મોદીની નજીક જવાની મંજુરી આપવામાં આવશે નહીં. વણઓળખાયેલા લોકો તરફથી વધારે ખતરો રહેલો છે. મંત્રીઓ અને અધિકારીઓને પણ તેમના ખાસ સુરક્ષા છત્રમાં પ્રવેશ કરવાની મંજુરી આપવામાં આવશે નહીં. એસપીજી દ્વારા સત્તારુઢ ભાજપના મુખ્ય પ્રચારક મોદીને ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીના સંબંધમાં રોડ શો ઓછા કરવા અને જનસભાઓ વધુ કરવા માટે કહ્યું છે. કારણ કે, રોડ શો દરમિયાન હુમલાનો ખતરો વધારે રહે છે. મોદીની સુરક્ષાની ક્લોઝ પ્રોટેક્શન ટીમને નવા નિયમોના સંદર્ભમાં જાણકારી આપી દેવામાં આવી છે. તેમને ખતરાને લઇને એલર્ટ કરવામાં આવ્યા છે. એવી તાકિદ પણ કરવામાં આવી છે કે, જરૂર પડે તો મંત્રીઓ અને અધિકારીઓની ચકાસણી પણ કરવામાં આવી શકે છે. પુણે પોલીસ દ્વારા સાતમી જૂનના દિવસે કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, પ્રતિબંધિત માઓવાદીઓ મોદીની હત્યા કરવાની યોજના બનાવી રહ્યા છે. હાલમાં જ ધરપકડ કરવામાં આવેલા પાંચ લોકોમાં એક દ્વારા દિલ્હી નિવાસથી પત્ર કબજે કરવામાં આવ્યો હતો જેમાં રાજીવ ગાંધીની જેમ મોદીની હત્યા કરવાની યોજનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થાની હાલમાં જ સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત મોદીની પશ્ચિમ બંગાળ યાત્રા દરમિયાન એક વ્યક્તિ દ્વારા તેમને ચરણ સ્પર્શ કરવા માટે સુરક્ષા તોડીને પહોંચી ગયો હતો. આ ઘટના બન્યા બાદ ગૃહમંત્રી રાજનાથસિંહે વડાપ્રધાનની લાઇફ ઉપર ખતરાના સંદર્ભમાં સુચના મળ્યા બાદ સુરક્ષા વધારી દેવામાં આવી છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલ, કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ગોબા, ગુપ્તચર બ્યુરોના વડા રાજીવની સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ગૃહમંત્રીએ આદેશ કર્યો હતો કે, વડાપ્રધાનના સુરક્ષા કાફલામાં તમામ પગલા લેવાઈ રહ્યા છે. છત્તીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ જેવા માઓવાદીગ્રસ્ત રાજ્યોની ગૃહમંત્રાલય દ્વારા સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. આ રાજ્યોના પોલીસ વડાઓને તેમના રાજ્યોમાં વડાપ્રધાનની યાત્રા દરમિયાન વધારાની સુરક્ષા રાખવા માટે કહેવામાં આવ્યું છે. એમ માનવામાં આવે છે કે, સુરક્ષા સંસ્થાઓ કેરળના લોકપ્રિય ફ્રન્ટ ઓફ ઇન્ડિયા પર ખાસ નજર રાખે છે. આ સંગઠન કટ્ટરપંથીઓના મુખ્ય સંગઠન તરીકે છે.

Related posts

૬૮ ટકા જેટલા દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર મળી

aapnugujarat

સત્તા આપી તેમને શરણાર્થી બનાવાયા : મમતા

aapnugujarat

RBI अर्थव्यवस्था में सुधार के लिए हर जरूरी कदम उठाएगा : शक्तिकांत दास

editor

Leave a Comment

UA-96247877-1