Aapnu Gujarat
ગુજરાત

ક્રાઈમ બ્રાંચ પર ગોળીબાર કરનાર શખ્સ પકડાયો

સાતમી જૂનના દિવસે નિલકંઠ રેસીડેન્સી કઠવાડા ગામ ખાતે ક્રાઈમ બ્રાંચની ટીમ ઉપર ગોળીબાર કરી નાસી છુટનાર અને ઘરફોડ ચોરી કરનાર ટોળકીનો મુખ્ય સુત્રધાર ઝડપાઈ ગયો છે. ટોળકીના મુખ્ય સુત્રધારને રાજસ્થાન ખાતેથી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે પકડી પાડ્યો છે. તેની પુછપરછ હાથ ધરવામાં આવી છે. અત્રે મળતી માહિતી મુજબ, ક્રાઈમ બ્રાન્ચની ટીમ જ્યારે કઠવાડા ખાતે ઘરફોડ ચોરીઓના આરોપીઓને પકડવા ગઈ હતી ત્યારે હુમલો કરીને નાસી છુટ્યા હતા. ત્યાર બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપી અરવીદસિંહ સેતાનસીગ રાઠોડ રહે. રાજસ્થાન, દિનેશગીરી પોપટગીરી ગૌસ્વામી રહે. ધનાલી, ગોવર્ધનસિંગ લાલસિંગ રહે. રાજસ્થાન અને વિનોદ માળી રહે. રાજસ્થાન આમ ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમાથી તેમનો મુખ્ય સાગરીત ફરાર હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમે મુખ્ય આરોપીની ઝીણામાં ઝીણી વિગતો એકત્ર કરી ટેકનીકલ સોર્સીસનો ઉપયોગ કર્યો હતો. જે પૈકી આરોપી વિશે જાણવા મળ્યું હતું કે, તે રાજસ્થાનમાં ખુબ રહીશ છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ રાજસ્થાન જઈને આરોપીના સરનામે તપાસ કરતા મુખ્ય આરોપી વિનોદકુમાર તેજારામ લુહારને ઝડપી પાડ્યો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે વધુ તપાસ માટે એસઓજીને કેસ સોંપી દીધો છે. એસઓજીની ટીમ પણ આરોપીની પુછપરછ શરૂ કરી દીધી છે. આરોપીની પુછપરછ દરમિયાન વધુ જાણવા મળી શકે છે કે આ ગુન્હામાં સંડોવાયેલા બાકી રહેતા આરોપીઓ તથા ગુન્હામાં વપરાયેલ હથિયારો તથા વાહનો સહિતનો મુદ્દામાલ જપ્ત કરવાની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ક્રાઈમ બ્રાન્ચની ટીમ જ્યારે આરોપીઓને પકડવા નિલકંઠ રેસીડન્સી, ગોકુળ ગેલેક્ષી રેસીડન્સીની પાછળ કઠવાડા ગામ અમદાવાદ ખાતે ભાડેના ફલેટમાં રહે છે. તેવી બાતમીના આધારે ફલેટ પર ગઈ હતી ત્યારે આરોપીઓ ફલેટની અંદર જ હતા. ક્રાઈમ બ્રાન્ચની ટીમે જ્યારે દરવાજો ખટકટાવી પોલીસ તરીકે ઓળખાણ આપતા આરોપીએ ફલેટની અંદરથી ગોળીબાર શરૂ કરી દીધો હતો.

Related posts

સુરતમાં બૂટલેગરે યુવકની જાહેરમાં હત્યા કરી

aapnugujarat

કડી તાલુકાનાં અગોલ ગામમાં ‘આદર્શ ગામ’ અંતર્ગત સેમીનારનું આયોજન

aapnugujarat

શ્રીવરતન્તુ મહાવિદ્યાલયનું અનોખુ અભિયાન : રોજ બે કલાકની તાલીમથી ૧૧ દિવસમાં સંસ્કૃત બોલો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1