Aapnu Gujarat
ગુજરાત

મોગલ માંઇ વિશે ટિપ્પણી પ્રકરણમાં બેની ધરપકડ

ચારણ ગઢવી સમાજ સહિત લાખો લોકોને જેમાં અતૂટ શ્રદ્ધા છે તેવા માતાજી આઈશ્રી મોગલ વિશે ફેસબુક ઉપર અભદ્ર ટિપ્પણી કરનાર શખસો વિરુદ્ધ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલી ફરિયાદની તપાસમાં પોલીસે આ પ્રકરણમાં સંડોવાયેલા દિલીપદાન ગઢવી અને મનીષ મહેરિયા નામના બે આરોપીઓની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કર્યા હતા. જો કે, કોર્ટે બંને આરોપીઓને શરતી જામીન પર મુકત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ફેસબુકમાં અપના અડ્ડા નામના ગ્રુપમાં મનીષ મંજુલાબહેન ભારતીય, સદ્દામ મલિક, રાહુલ રવન સહિતની વ્યક્તિઓએ ચારણ ગઢવી સમાજના માતાજી આઈ મોગલ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. જેને પગલે ચારણ ગઢવી સમાજ સહિતના અન્ય સમાજમાં ઉગ્ર આક્રોશની લાગણી ફેલાઇ ગઇ હતી. ટિપ્પણી કરનાર લોકો વિરુદ્ધ કાર્યવાહીની માંગને પગલે ચારણ સમાજ તેમજ અન્ય સમાજના લોકોએ અલગ અલગ જિલ્લામાં સ્થાનિક પોલીસ કમિશનર સહિતના સત્તાવાળાઓને આવેદનપત્રો આપી ટિપ્પણી કરનારા લોકોની તાત્કાલિક ધરપકડ કરી તેઓને સખત નશ્યત કરવા માંગ કરી હતી. તાજેતરમાં આ અંગે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફેસબુકમાં અપના અડ્ડા નામના ગ્રૂપમાં ચારણ સમાજના માતાજી આઈ મોગલ વિશે કેટલાંક અસામાજિક તત્ત્વોએ અભદ્ર કોમેન્ટ કરી હતી. ચારણ સમાજની લાગણી દુભાય તેવી ટિપ્પણીને લઇ નોંધાયેલી ફરિયાદ અનુસંધાનમાં સાયબર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પણ હરકતમાં આવ્યા હતા અને આ સમગ્ર મામલામાં ઝીણવટભરી તપાસ આરંભી હતી. જેમાં આખરે છેલ્લા કેટલાય દિવસોથી આ ગુનામાં નાસતા ફરતા આરોપી મનીષ મહેરિયા અને દિલીપદાન ગઢવી એમ બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા અને તેઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. જો કે, પાછળથી કોર્ટે બંને આરોપીઓને શરતી જામીન પર મુકત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયામાં આઈ મોગલ વિશે અભદ્ર ટિપ્પણીઓને લઇ ભારે ચર્ચા જાગી હતી. ખાસ કરીને ચારણ ગઢવી સમાજના કીર્તિદાન ગઢવી, આદિત્ય ગઢવી, રાજભા ગઢવી, જિજ્ઞેશ કવિરાજ, ગીતાબહેન રબારી સહિતના કલાકારો પણ સોશિયલ મીડિયામાં વીડિયોના માધ્યમથી રોષ વ્યક્ત કરી આવા તત્ત્વોની સામેે કાર્યવાહી કરવા અપીલ કરી હતી.

Related posts

વિજાપુર હાઈવે પર ટ્રક ચાલકે એક્ટિવા ચાલકનો ભોગ લીધો

aapnugujarat

ગુજરાત હિંસા : બિલકિસ બાનુને ૫૦ લાખનું વળતર અપાશે

aapnugujarat

ખાડે ગયેલ સેવા-કૌભાંડોને લઇને મ્યુનિ. વિપક્ષે પસ્તાળ પાડી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1