Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દાતી મહારાજની સામે લુકઆઉટ સરક્યુલર જારી

દિલ્હી પોલીસની ટીમે ૨૫ વર્ષીય યુવતીની સાથે વારંવાર બળાત્કાર ગુજારવાના આરોપ બાદ જાતે બની બેઠેલા બાબા દાતી મહારાજની સામે લુકઆઉટ સરક્યુલર જારી કરી દેતા તેમની સામે હવે સકંજો મજબૂત થઇ રહ્યો છે. જિલ્લા પોલીસે આ મામલાની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપી દીધી છે. પોલીસનું કહેવું છે કે, મહિલાએ બાબા દાતી મહારાજની સામે દક્ષિણ દિલ્હીમાં ફતેપુર બેરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. મહિલાએ પોલીસને કહ્યું છે કે, તે બાબાની એક દશકથી શિષ્ય તરીકે રહી હતી પરંતુ દાતી મહારાજ અને તેના બે શિષ્યો દ્વારા બળાત્કાર કરવામાં આવ્યા બાદ તે પોતાના ગૃહ પ્રદેશ રાજસ્થાન પરત ફરી હતી. પોલીસનું કહેવું છે કે તે મેજિસ્ટ્રેટની સમક્ષ નિવેદન દાખલ કરાવી ચુકી છે. જાતે બની બેઠેલા બાબા દેશ છોડીને ફરાર ન થાય તે માટે લુકઆઉટ સરક્યુલર જારી કરવામાં આવ્યું છે. યુવતીએ પોલીસને એમ પણ કહ્યું છે કે, આશરે એક દશકથી તે મહારાજની અનુયાયી તરીકે રહી છે પરંતુ મહારાજ અને તેના લોકો દ્વારા વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યા બાદ તે પોતાના વતન પરત ફરી હતી. યુવતીએ આક્ષેપ કર્યો છે કે, બાબાની અન્ય એક મહિલા અનુયાયી તેને મહારાજના રુમ સુધી મુકતી હતી. બળજબરીપૂર્વક તેને મકાનમાં મુકી દેતી હતી. ઇન્કાર કરવામાં આવતા ધાકધમકી આપવામાં આવતી હતી. ભોગ બનેલી ઉપર ગંભીર પ્રકારના આક્ષેપો કરવાની ધમકી પણ આપવામાં આવતી હતી. આશરે બે વર્ષ પહેલા આશ્રમમાંથી તે ફરાર થઇ ગઇ હતી. લાંબા સમયથી તે ટેન્શનમાં ગ્રસ્ત હતી. ટેન્શનમાંથી બહાર નિકળ્યા બાદ પોતાના માતા-પિતાને આ સંદર્ભમાં વાત કરી હતી. પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. બીજી બાજુ રેપના મામલામાં આક્ષેપો થયા બાદ દાતી મહારાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. દાતી મહારાજે કહ્યું છે કે, તેમની સામે આક્ષેપો થઇ રહ્યા છે તે અંગે તેઓ કોઇ વાત કરવા માંગતા નથી. પુત્રી ઉપર કોઇપણ પ્રકારના આક્ષેપો કરવા માંગતા નથી. તે તેમની પુત્રી તરીકે છે. જો તેઓએ કોઇ ખોટુ કામ કર્યું છે તો પોલીસ તપાસ કરશે અને પોલીસ સાથે સહકાર કરવા માટે તૈયાર છે. એક પછી એક બાબાઓના કિસ્સા સપાટી ઉપર આવી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, ભૈયુજી મહારાજે હાલમાં જ આપઘાત કરી લીધો છે. તેમની પાસેથી આપઘાત અંગેની નોંધ મળી આવી છે જેમાં ઉંડી તપાસ ચાલી રહી છે. ભૈયુજી મહારાજના મામલામાં ઉડી તપાસ દરેક એંગલથી ચાલી રહી છે. નવી વિગત ખુલે તેમ પણ માનવામાં આવે છે. પરિવારના સભ્યો હાલમાં શંકાના ઘેરામાં આવી ગયા છે. આપઘાતની નોંધમાં ધ્યાન અપાઈ રહ્યું છે.

Related posts

३३ करोड़ में से केवल ३९ प्रतिशत पैन आधार से लिंक

aapnugujarat

મોદી ભારતને બરબાદ કરી રહ્યાં છેઃ કેમ્બ્રિજમાં રાહુલ ગાંધીનો દાવો

aapnugujarat

શેરબજારમાં તેજી : સેંસેક્સ ૧૧૩ પોઇન્ટ સુધી ઉછળ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1