Aapnu Gujarat
રમતગમત

નડાલે ૧૧ વખત ફ્રેન્ચ ઓપનનો તાજ જીત્યો

પેરિસમાં રોલેન્ડ ગેરોસ ખાતે રમાયેલી વર્ષની બીજી ગ્રાન્ડ સ્લેમ ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપ હવે પૂર્ણ થઇ છે. આ વખે પુરૂષોના વર્ગમાં સ્પેનના રાફેલ નડાલને સિગલ્સમાં તાજ જીત્યો છે. જ્યારે મહિલાઓના વર્ગમાં રોમાનિયાની સિમોના હાલેપે તાજ જીત્યો છે. નડાલે ફરી એકવાર સાબિતી આપી છે કે તે ક્લે કોર્ટના બાદશાહ તરીકે છે. તેનો ક્લે કોર્ટ પર કોઇ જવાબ નથી. ફાઇનલ મેચમાં રાફેલ નડાલે સીધા સેટામાં ઓસ્ટ્રિયાના ડોમિનિક થીમ પર ૬-૪, ૬-૩ અને ૬-૨થી જીત મેળવી હતી. તે ૧૧મી વખત વિજેતા બની ગયો છે. નડાલ ગયા વર્ષે પણ વિજેતા બન્યો હતો. વર્ષ ૨૦૦૫માં તે પ્રથમ વખત મેદાનમાં ઉતર્યો હતો. ૧૯ વર્ષની વયમાં તે સૌથી પહેલા અહીં ચેમ્પિયન બન્યો હતો. તે ૩૨ વર્ષની વયે પણ અહીં પ્રભુત્વ અકબંધ રહ્યુ છે. તે દુનિયામાં માત્ર બીજો એવો ખેલાડી બની ગયો છે જે કેરિયરમાં એક જ ગ્રાન્ડ સ્લેમ ૧૧ વખત જીતી ચુક્યો છે. આ મહિલા આ સિદ્ધી મહિલા સ્ટાર માર્ગારેટ કોર્ટે મેળવી હતી. તે ૧૯૭૪થી પૂર્વે ૧૧ વખત ચેમ્પિયન બની હતી. નડાલે હવે અનેક રેકોર્ડ પોતાના નામ પર કરી લીધા છે. નડાલે તે પહેલા બાર્સેલોના અને મોન્ટે કાર્લોમાં ૧૧-૧ વખત ટ્રોફી જીતી છે. જો કે ૨૪ વર્ષના થીમની ફાઇનલ સુધી આગેકુચ રોચક રહી હતી. આ વખતે ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં મહિલાઓની સિંગલ્સ ફાઈનલ પ્રમમ ક્રમાંકિત ખેલાડી હાલેપે સ્ટિફન ઉપર પ્રથમ સેટ ગુમાવ્યા બાદ ૬-૩, ૬-૪, ૬-૧થી જીતી લીધી હતી. આ મેચમાં હાલેપે ૧૮ વિનર્સ શોર્ટ ફટકાર્યા હતા. આખરે ગ્રાન્ડસ્લેમ જીતવાનું તેનું સ્વપ્ન પૂર્ણ થયું હતુ. હાલેપને આ ટ્રોફી સ્પેનિસ સ્ટાર આરાક્ષા સાંચેંજવિકારિયોએ આપી હતી. આરાક્સા સાંચેજ વિકારિયોએ પણ રોલેન્ડ ગેરોસ ખાતે ત્રણ વખત ટ્રોફી જીતી હતી. આ વખતે ઇનામી રકમ ૩૯૧૯૭૦૦૦ રાખવામાં આવી હતી.

Related posts

ISSF WORLD CUP : अभिषेक ने जीता स्वर्ण, सौरभ को मिला कांस्य

aapnugujarat

આઈસીસીએ નુવાન ઝોયસા પર મેચ ફિક્સિંગનો આરોપ લગાવ્યો

aapnugujarat

આઈપીએલ : આજે દિલ્હી – ચૈન્નઈ વચ્ચે રોમાંચક જંગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1