Aapnu Gujarat
રમતગમત

ફીફા વર્લ્ડ કપ વિજેતા ટીમ ૩.૮ કરોડ ડોલર લઇ જશે

ફીફા વર્લ્ડ કપને લઇને તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. ફુટબોલના મહાકુંભ વિશ્વ કપથી આ ખેલની નિયામક સંસ્થા ફિફાને કુલ ૪.૩૩ અબજ ડોલરની મહાકાય આવક થનાર છે. આ કમાણીનો જંગી હિસ્સો ફિફાને એવોર્ડ અએને પ્રોત્સાહન રકમ તરીકે આપવાની જરૂર રહેશે. આંકડાની વાત કરવામાં આવે તો ફીફાએ આ વર્ષે વર્લ્ડ કપ વિજેતા ટીમને ૩.૮ કરોડ ડોલરની જંગી રકમ આપવાનો નિર્ણય કર્યો છે. સાથે સાથે રનર્સ અપ વિજેતાને ૨.૮ કરોડ ડોલર આપવાની જાહેરાત કરી છે. ત્રીજા સ્થાને રહેનાર ટીમને ૨.૪ કરોડ ડોલર મળનાર છે. આવી જ રીતે ચોથા સ્થાને રહેનાર ટીમને ૨.૨ કરોડ ડોલરની જંગી રકમ આપવામાં આવનાર છે. આ ઉપરાંત ક્વાર્ટર ફાઇનલ સુધીની યાત્રા કરનાર ટીમને ૧.૬ કરોડ ડોલરની રકમ ઇનામ તરીકે આપવામાં આવનાર છે. અંતિમ ૧૬માં એન્ટ્રી કરનાર ટીમને ૧.૨ કરોડ ડોલરની રકમ આપવામાં આવનાર છે. ૧૪મી જુનના દિવસથી ફીફા વર્લ્ડ કપની શરૂઆત થઇ રહી છે. બીજી બાજુ ફોરવર્ડ ખેલાડી મોહમ્મદ સલાહના નેતૃત્વમાં ઇજિપ્તની ટીમ ફીફા વિશ્વ કપમાં ાગ લેવા માટે રવાના થતા પહેલા પ્રમુખ અદેલ ફતહ અલ સીસીને મળવા માટે પહોંચી હતી. પ્રમુખે ૨૬મી મેના દિવસે યુરોપિયન ચેમ્પિયન લીગની ફાઇનલ મેચમાં ઘાયલ થયેલા સ્ટાર ખેલાડી મોહમ્મદ સલાહની ઇજાને લઇને ચિંતા વ્યક્ત કરી છે. પ્રમુખે મુલાકાત દરમિયાન કહ્યુ હતુ કે વર્લ્ડ કપમાં શિસ્ત અને સારુ વર્તન સૌથી મહત્વપૂર્ણ છે. સીસીએ ફેસુક પર પોતાના સત્તાવાર પેજ પર લખ્યુ છે કે આ ટીમ દેશનુ નામ રોશન કરશે. ૧૪મી જુનથી તેની શરૂઆત થયા બાદ ૧૫મી જુલાઇ સુધી વર્લ્ડ કપ ચાલનાર છે. જર્મનીમાં વર્ષ ૨૦૦૬માં આનુ આયોજન કરવામાં આવ્યા બાદ આ પ્રથમ વર્લ્ડ કપ છે. પૂર્વીય યુરોપમાં પ્રથમ વખત આનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે.ફાઇનલ મેચ મોસ્કોમાં લુઝીનિકી સ્ટેડિયમ ખાતે ૧૫મી જુલાઇના દિવસે રમાશે. વર્લ્ડ કપમાં વિજેતા ટીમ સીધી રીતે ૨૦૨૧માં ક્વાલિફાઇંગ કરશે.વર્લ્ડ કપને લઇને કરોડો ચાહકો ભારે ઉત્સુક છે.

Related posts

દીપિકા પાદુકોણ આમિર ખાન સાથે મોગુલ ફિલ્મમાં ચમકશે

aapnugujarat

એમઆરએફ સાથે કોહલીની ૧૦૦ કરોડની સ્પોન્સરશીપ

aapnugujarat

જસપ્રીત બુમરાહે મને ખોટો સાબિત કર્યો : કપિલ દેવ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1