Aapnu Gujarat
ગુજરાત

વડોદરા જી.એસ.એફ.સી.પરિસર અને સરકીટ હાઉસ ખાતે યોગાભ્‍યાસથી બીજા દિવસનો પ્રારંભ

વડોદરા જી.એસ.એફ.સી. પરિસર ખાતે યોજાઇ રહેલી ૯મી ચિંતન શિબિરનો બીજા દિવસનો પ્રારંભ વહેલી સવારના કુદરતના શુધ્‍ધ અને વૃક્ષાચ્‍છાદિત જી.એસ.એફ.સી. પરિસર અને સરકીટ હાઉસ-વડોદરા ખાતે યોજાયેલા યોગાભ્‍યાસથી પ્રારંભ થયો હતો. આ યોગાભ્‍યાસમાં પ્રશિક્ષકશ્રીએ યોગમાં યમ થી સમાધિ સુધીના સમન્‍વયની સમજણ અને યોગમાં આસનો પ્રાણાયામ અને ધ્‍યાનનું મહત્‍વ સમજાવ્‍યું હતું. મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્‍યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, મંત્રીમંડળના મંત્રીશ્રીઓ અને શિબિરાર્થીઓ લગભગ એક કલાક સુધી યોગામાં જોડાયા હતા. આ યોગાભ્‍યાસનો પ્રારંભ સુક્ષ્‍મ યોગ પ્રાણાયામથી અને ધ્‍યાનથી સમાપન થયું હતું.જી.એસ.એફ.સી.પરિસર અને સરકીટ હાઉસ ખાતે વહેલી સવારે યોજાયેલ યોગાભ્‍યાસમાં અર્ધચક્રાસન, વૃક્ષાસન, પદ્માસન, અર્ધ-પૂર્ણ સર્વાસન, વિપરીત સર્વાસન, ધનુરાસન, મકરાસન, નૌકાસન, મુકતાસન, અર્ધપવન મુકતાસન, નટરાજાસન, સવાસન, પર્વતાસન, અનુલોમ-વિલોમ પ્રાણાયમ જેવી વિવિધ મુદ્રાઓમાં યોગાભ્‍યાસ કર્યો હતો. મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ યોગાભ્‍યાસ બાદ જી.એસ.એફ.સી.પરિસરના વિખ્‍યાત વડના વૃક્ષ નીચે સર્વે વરિષ્‍ઠ અધિકારીઓ સાથે વિશ્રામ કરી મનોમંથન કર્યુ હતું.

Related posts

ગુજરાતમાં મોદી ફેસ્ટનું દબદબાપૂર્વક સમાપન

aapnugujarat

સ્વયમ્ સૈનિક દળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું

editor

ગોધરા વાલ્મિકી સમાજ દ્વારા હાથરસના આરોપીઓને ફાંસીની સજાની માંગ સાથે આવેદનપત્ર સોંપાયું

editor

Leave a Comment

UA-96247877-1