Aapnu Gujarat
મનોરંજન

જાન્હવી કપુર પોતાની ફિલ્મ ‘ધડક’ને લઇ આશાવાદી

લોકપ્રિય ડિરેક્ટર શશાંક ખૈતાનની ફિલ્મ ધડકને લઇને જાન્હવી કપુર ખુબ આશાવાદી બનેલી છે. તે આ ફિલ્મ સાથે બોલિવુડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે ઇશાન ખટ્ટર પણ નજરે પડનાર છે. મરાઠી ફિલ્મ સૈરાટની હિન્દી રીમેક ફિલ્મમાં જાન્હવી કપુર અને ઇશાનની કેમિસ્ટ્રી જોરદાર રીતે નજરે પડી રહી છે. ફિલ્મ યુવા પેઢીને ગમી જાય તેવી શક્યતા દેખાઇ રહી છે. તમામની નજર શ્રીદેવીની પુત્રી જાન્હવી કપુરની એન્ટ્રી પર કેન્દ્રિત થઇ ગઇ છે. ફિલ્મનુ શુટિંગ હાલમાં જ પૂર્ણ કરી લેવલામાં આવ્યુ હતુ. ફિલ્મને લઇને બોલિવુડમાં તમામ ટોપ કલાકારો પણ ઉત્સુક છે. કારણ કે ફિલ્મ મારફતે તે સ્ટાર કિડ્‌સ એન્ટ્રી કરવા જઇ રહ્યા છે. અર્જુન કપુરે જાન્હવીનો હાલમાં બચાવ કર્યો છે. જાન્હવી ટુકાં કપડામાં ટ્રોલ થઇ ગયા બાદ હવે અર્જુન કપુરે તેનો બચાવ કર્યો છે. ફિલ્મના નિર્માતા કરણ જોહર દ્વારા નવો પોસ્ટર જારી કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે ટ્રેલર ખુબ વહેલી તકે રજૂ કરવામાં આવનાર છે.
નવા પોસ્ટરમાં જાન્હવી અને ઇશાન એકબીજાને રંગ લગાવતા નજરે પડે છે. આ ફિલ્મ હવે ૨૦મી જુલાઇના દિવસે રજૂ કરવામાં આવનાર છે. શ્રીદેવીની પુત્રીએ હાલમાં કહ્યુ હતુ કે તેની માતા શ્રીદેવી તેની ડેબ્યુ ફિલ્મના કેટલાક જુદા જુદા ભાગોને ૨૫ મિનિટ સુધી જ જોઇ શકી હતી. આ તેની બિયોન્ડ ધ ક્લાઉડસ બાદ બીજી ફિલ્મ છે. જાન્હવીએ કહ્યુ હતુ કે ફિલ્મના કેટલાક સીનને નિહાળ્યા બાદ માતા શ્રીદેવીએ કહ્યુ હતુ કે તેને હજુ ખુબ સુધારા કરવાની જરૂર છે. જાન્હવી કહે છે કે તેને માતાની કમી હમેંશા અનુભવ થાય છે. ઇશાન પણ કુશળ સ્ટાર તરીકે ઉભરીને આવશે તેમ માનવામાં આવે છે.

Related posts

પ્રિયંકા ચોપરા બોયફ્રેન્ડ સાથે બર્થ-ડે મનાવશે

aapnugujarat

करियर में वापसी के लिए गई थी ‘बिग बॉस 14’ में : राखी

editor

મિ. ઇન્ડિયાની સિક્વલમાં શ્રીદેવી ચમકશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1