Aapnu Gujarat
બ્લોગ

રજનીકાંતની લોકપ્રિયતા અનેે કાલા માટે દર્શકોની ઘેલછા

ડાયરેક્ટર પા. રંજીતનો જન્મ ચેન્નાઈ પાસે આવેલા કારલાપક્ક્‌મ નામના ગામમાં થયો હતો અને કદાચ આ જ કારણ છે કે તેમની ફિલ્મોમાં સાધારણ માણસનો ઉલ્લેખ જરૂરથી કરવામાં આવે છે. અટકતી, મદ્રાસ અને કબાલી પછી હવે પા રંજીતે રજનીકાંત સ્ટારર ‘કાલા’ કરિકાલન ડાયરેક્ટ કરી છે. ફિલ્મની રિલીઝ પહેલા ફેન્સ ખૂબ રાહ જોઈ રહ્યા છે. ફિલ્મને તમિલ, તેલુગુ, મલયાલમની સાથે હિન્દી ભાષામાં પણ વર્લ્ડવાઈડ રિલીઝ કરવામાં આવી છે. રજનીકાંતની ફિલ્મ કાલામાં તિરૂનેલવેલીના એક ગેંગસ્ટરની સ્ટોરી છે, જે પાછળથી ધારાવીનો કિંગ બની જાય છે અને પછી તે તાકતવર નેતાઓ અને ભૂ-માફિયાઓથી જમીનને સુરક્ષિત રાખવાની લડાઈ લડે છે.આ વખતે ડિરેક્ટર પા.રંજીતે પોતાનો મેસેજ(જમીન સામાન્ય માણસનો અધિકાર છે) દર્શકો સુધી પહોંચાડવા માટે રજનીકાંતના સ્ટારડમનો ઉપયોગ કર્યો છે. સ્ટોરી સિંપલ છે, જેમાં તમિલનાડુથી આવેલો એક પ્રવાસી મુંબઈની ફેમસ વસ્તી ધારાવીમાં સેટલ થઈ જાય છે અને પછી તેના સુધાર માટે કામ કરે છે અને સાથે જ હવે તે શહેર ચલાવવાનું પણ કામ કરી રહ્યો છે. ત્યારે એક દુષ્ટ નેતા જે એક ભૂ-માફિયા પણ છે, તેની નજર આ જમીન પર પડે છે, અને પછી તેમની વચ્ચે લડાઈ શરૂ થાય છે. કાલાની સ્ટોરી શરૂ થાય છે એક એનિમેટેડ સ્ટોરી કહેનારી ડિવાઈસ થી, જે તમે બાહુબલીમાં જોઈ હશે. અહીં જમીનના મહત્વની સાથે સાથે સત્તાની લાલચમાં કરવામાં આવતા ગરીબો પરના અત્યાચારને પણ દર્શાવવામાં આવ્યા છે. ફિલ્મની સ્ટોરી અત્યંત ઝડપથી વર્તમાન સમયમાં આવી જાય છે. દુષ્ટ અને ભ્રષ્ટ નેતા ધારાવીનો વિનાશ કરીને તેને ડિજિટલ ધારાવીના રૂપમાં બદલવા માંગે છે.સુપરસ્ટાર રજનીકાંતનું ‘કાલા’ના નામથી એક કેઝ્યુઅલ પણ પ્રેમાળ ઈન્ટ્રોડક્શન આપવામાં આવ્યું છે, જેનું આખું નામ કારીકાલન છે. ફિલ્મ ત્યારે પક્કડ જમાવે છે જ્યારે એ નક્કી થઈ જાય છે કે કાલા ધારાવીનો કિંગ બની ગયો છે અને તેને ટક્કર આપવાનો કોઈનામાં દમ નથી. ઝરીના (હુમા કુરૈશી) અને કાલા વચ્ચે લવ ટ્રેક એજ અંદાજમાં રજૂ કરાયો છે જે રીતે કબાલી-કુમુદાવલીમાં દર્શાવાયો હતો, પણ રજનીકાંતને પોતાની આ મૂર્ખામીનો અહેસાસ થઈય છે અને પછી એક્સ-લવર્સ સાથે ડિનર સીનમાં દેખાય છે જ્યાં કાલા પોતાની પ્રાથમિકતાઓ વિશે સ્પષ્ટીકરણ આપે છે. અહીં બન્ને શાનદાર એક્ટર પરફોર્મન્સ જોવા લાયક છે.ઈન્ટરવલ પહેલાનો ભાગ ટિપિકલ મસાલા સ્ટન્ટ સીક્વલથી ભરેલો છે, જેમાં મુંબઈ ફ્લાયઓવર (જ્યાં વીએફએક્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે)ના સીન છે. આ સીન તમને જૂના રજનીકાંતની યાદ અપાવશે, જે તેના ફેન્સ માટે એખ મોટી ટ્રીટ છે.
ફીલ્મમાં ધમાલ ત્યારે મચે છે જ્યારે દૃષ્ટ હરિ દાદા (આ પાત્રમાં નાના પાટેકર એટલે કે હરિનાથ દેસાઈ)ની સીનમાં એન્ટ્રી થાય છે. ઈન્ટરવલ પછીની વાર્તાનો અંદાજ તમને પહેલાથી લાગી જશે, જેમાં હરી દાદા બદલો લેવા માગે છે અને તે કાલા પાસેથી તેનો પ્રેમ છીનવી લે છે, પણ ધીરે-ધીરે રજનીકાંત ફિલ્મમાં પોતાની સ્ટાઈલ લઈને આવે છે. તે આ વિશે વાત કરે છે કે જ્યાં સુધી વિરોધ ન કરે તો કઈ રીતે ગરીબોને દબાવી શકાય છે. તે પોતાના લોકોને તેમના શરીરને હથિયારની જેમ ઉપયોગ કરવાની સલાહ આપે છે. તે પોતાના લોકોને હડતાળ પર જઈને મુંબઈ ઠપ્પ કરવાનો આદેશ આપે છે, કારણ કે ઝુપડામાં રહેતા મોટા ભાગના લોકો શહેર ચલાવે છે, જેમાં ટેક્સી ડ્રાઈવર્સ, મ્યુનિસિપાલ્ટિ સ્ટાફ, હોસ્પિટલ સ્ટાફ જેવા લોકોનો સમાવેશ થાય છે. પઅને પછી ફિલ્મની સ્પીડ શાંત થઈ જાય છે. હરિ દાદા બદલો લેવા માગે છે.ફિલ્મમાં નાના પાટેકર અને રજનીકાંતની ટક્કર જોવા લાયક છે. બન્ને વચ્ચેના સીનથી પૈસા વસુલ થયેલા લાગશે. રજનીકાંતને હિન્દી અને મરાઠીમાં સાંભળીને તેમના ફેન્સ વધારે ખુશ થશે. અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે, કાલાની પત્ની સેલ્વીના રૂપમાં ઈશ્વરી રાવ અને કાલાના દીકરાની ગર્લફ્રેન્ડના રૂપમાં પુયલ એટલે કે અંજલી પાટી એટલું સુંદર રીતે પોતાનું પાત્ર ભજવ્યું છે કે યાદ રહી જશે. થીમ સોંગ પહેલા જ ફેમસ થઈ ગયું છે, જેમાં રજનીકાંત રાઈટર ડિરેક્ટર શાનદાર પરફોર્મન્સ આપ્યું છે. રજનીકાંતની ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મનો ક્લાઈમેક્સ શાનદાર છે. રજનીકાંતની ટેક્નિકલ ક્રૂ (સિનેમોટોગ્રાફર મુરલી, મ્યુઝિક ડિરેક્ટર સંતોષ નારાયણ, એડિટર શ્રીકર પ્રસાદ અને આર્ટ ડિરેક્ટર રામાલિંગમ)એ સારૂં કામ કર્યું છે.ફિલ્મનું બજેટ લગભગ ૧૪૦ કરોડ રૂપિયા બતાવવામાં આવી રહ્યું છે અને ખબર મળી રહી છે કે રિલીઝ પહેલા જ ફિલ્મ ૨૩૦ કરોડ રૂપિયા કમાઈ ચુકી છે. બ્રોડકાસ્ટના રાઈટ્‌સ ૭૦ કરોડમાં વેચાયા છે જ્યારે મ્યુજિક ૫ કરોડમાં આપવામાં આવ્યું છે. થિયેટરલ રાઈટ્‌સ ૭૦ કરોડ (તમિલનાડુ), ૩૩ કરોડ (આંધ્ર પ્રદેશ), ૧૦ કરોડ (કેરલ)માં ગયા છે. ઓવરસીઝ રાઈટ્‌સ લગભગ ૪૫ કરોડમાં વેચવામાં આવ્યા છે.ગુરુવારે રજનીકાંતની ફિલ્મ ‘કાલા’ રિલીઝ થઈ ગઈ છે. વહેલી સવારે ૪ વાગ્યે ફિલ્મનો પહેલો શો રાખવામાં આવ્યો હતો. રિલીઝ પહેલાં જ ચાહકોએ રજનીકાંતના પોસ્ટરને દૂધથી નવળાવ્યું હતું. રજનીકાંત પ્રત્યે ચાહકોનું ગાંડપણ આટલી હદે વધી ગયું હોય તેવું પહેલી વખત નથી બન્યું. ફિલ્મ રિલીઝ પહેલાં જ દૂધથી પોસ્ટરને નવળાવી ફિલ્મનું સ્વાગત કરવામાં આવ્યું.સિંગાપુરના સિનેમામાં રજનીના પોસ્ટરની આરતી ઉતારી. ફિલ્મ ‘કબાલી’ની રિલીઝ બાદ ફરી એક વખત દેશ-વિદેશમાં રજનીના ચોહકોની દીવાનગી જોવા મળી રહી છે. કેટલાય રજની ફેન્સ સિનેમાઘરોની બહાર અને અંદર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. કાલાનો શો શરૂ થતા પહેલાં જ રનીકાંતના પોસ્ટરની આરતી ઉતારવામાં આવી હતી.થિયેટરની બહાર આતશબાજી કરીને ફિલ્મ કાલાની રિલીઝનો જશ્ન મનાવવામાં આવ્યો હતો. દેશભરમાંથી રજનીના ચાહકોને પોતાના ‘થલાઈવા’ પ્રત્યેનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.રજનીકાંત ઉર્ફ શિવાજીરાવ ગાયકવાડની લોકપ્રિયતા અને તેના પારિશ્રમિક પર નજર નાખીએ તો હિન્દી ફિલ્મ ઉદ્યોગના બધા ટોચના કલાકારો તેમની સામે નાના લાગે છે. ત્રણે ખાન નાયકો સિવાય જો એક્શન કિંગ અક્ષય કુમારનુ પારિશ્રમિક પણ જોડવામાં આવે તો રજનીકાંતની કમાઈ વધુ જોવા મળે છે.પારિશ્રમિકની દ્રષ્ટિએ રજનીકાંત એશિયામાં જેકી ચેન પછી સૌથી વધુ પૈસા કમાવનારા કલાકાર છે.ટિકીટ બારી પર આ બેતાજ બાદશાહની કમાણી કરવાનો અંદાજ પણ જુદો જ છે. રજનીકાંતે પોતાની મેગા હિટ ફિલ્મ ’ચંદ્ર મુખી’ માત્ર ૧૦૦૧ની શુકન જેટલી રકમ પર જ સાઈન કરી હતી. નિર્માતા સાથે કરાર કર્યો હતો કે જો ફિલ્મ સફળ થશે તો યોગ્ય પારિશ્રમિક સિવાય થનારા ફાયદાના ૫૦ ટકા ભાગ નાયક એટલેકે રજનીકાંતને આપવામાં આવશે. આ આધારે ’ચંદ્રમુખી’ ને માટે આ દક્ષિણ ભારતીય કલાકારને ૧૭ કરોડનું પારિશ્રમિક મળ્યુ.પોતાની ફિલ્મ ’શિવાજી’ માટે રજનીકાંત પારિશ્રમિકની હરીફાઈમાં બધા કલાકારોથી આગળ નીકળી ગયા. આ વખતે તેમને ૨૦-૨૫ કરોડ સુધી ધન મળ્યુ છે. ચઢતી ઉંમર હોવા છતાં કોઈ કલાકારને આટલી રકમ મળવી એક આશ્ચર્ય છે. રજનીકાંતે તાજેતરમાં જ કેટલીક ફિલ્મોમાં વિવિધ રંગના પાત્રની સફળતાપૂર્વક નિભાવ્યા. તે મુથુમાં સેવક, અન્નમલાઈમાં દૂધ વિક્રેતા, ભાષામાં રિક્ષા ચલાવનાર, દકપતિમાં ડોન અને બાબામાં ઠગના રૂપમાં જોવા મળ્યા.જાપાનમાં તેમની ફિલ્મ ’મુથુ’ એ એટલી ધૂમ મચાવી કે કેટલાય જાપાનીઓ તેમને મળવા ભારત આવી પહોંચ્યા. આજે પણ રજનીકાંત જાપાનીઓની પહેલી પસંદ છે. ભૂમિકા પસંદ કરવાની બાબતે રજનીકાંત હંમેશા સજાગ રહે છે. એક તમિલ ફિલ્મનો પ્રસ્તાવ તેમણે એટલા માટે નકારી દીધો કે તેની રાજનીતિક કથાવસ્તુ તેમને ગમી નહોતી.દક્ષિણમાં અભિનેતાઓને પૂજવાની પરંપરા છે. પણ એમ,જી.આર, શિવાજી ગણેશન, એન.ટી.આર જેવા કલાકારો દક્ષિણ ભારતની બહાર પોતાની ઓળખાણ ન બનાવી શક્યા. અંધા કાનૂન, હમ, ચાલબાજ, ગિરફતાર, જેવી એકાદ-બે ફિલ્મોમાં નજર આવનારા હિન્દી સિનેમામાં રજનીકાંતને સફળતા વધુ નથી મળી.મહારાષ્ટ્ર રોડવેઝની બસોમાં પરિચાલકના રૂપમાં પોતાનુ કેરિયર શરૂ કરનારા રજનીકાંતનુ અસલી નામ શિવાજીરાવ ગાયકવાડ છે. સિનેમા પ્રત્યે પ્રેમ તેમને ચેન્નઈની ફિલ્મ ઈંડસ્ટ્રી સુધી લઈ ગયો. દક્ષિણ ભારતીય દર્શક તેમના મૈનરિજ્મના ધેલા રહ્યા છે.પડદાં પર હીરોના રૂપમાં રજનીકાંતે વધુમાં વધુ રોબિન હુડ જેવી ફિલ્મો નિભાવી છે, અર્થાત શ્રીમંતોનો દુશ્મન, ગરીબોનો મસીહા. ચશ્મા પહેરીને અને સિગરેટ સળગાવવાનો ખાસ અંદાજ રજનીકાંતને સુપર સ્ટાર બનાવી ગયો.

Related posts

દેવ દિવાળીના દિવસે ફકત આ 10 કામ કરો, બધાજ જન્મોના પાપ થઈ જશે દૂર…

aapnugujarat

પત્નિએ કહ્યુ નાણાંની ભીડ તો ભાંગી જશે,એમા કાંઇ મનથી ભાંગી ન જવાય

aapnugujarat

भारत धृतराष्ट्र क्यों बना हुआ है ?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1