Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતની પ્રશાસનિક કાર્ય સંસ્કૃતિને નવતર મોડ આપતી ત્રિદિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ૯મી ચિંતન શિબિરનો પ્રારંભ કરાવતા રાજયના નીતિ નિર્ધારક અને અમલીકરણ અધિકારીઓ મંત્રીશ્રીઓને ટીમ ગુજરાત તરીકે કલેકટિવ રિસ્પોન્સિબિલિટી, કલેકિટવ ડિસિશન અને કલેકિટવ વર્ક કલ્ચરથી કાર્યરત થવા આહવાન કર્યું છે. તેમણે કહયું કે આ ત્રિદિવસીય શિબિર ગુજરાતની વહીવટી કાર્યસંસ્કૃતિ અને પ્રજા કલ્યાણ વિકાસ કામોને નવી દિશા આપશે. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે પ્રજાના હિત માટેના નિર્ણયો ઇમાનદારી અને પ્રમાણિકતાથી કરી જી.આર.ને વળગી રહેવાને બદલે તેનો હાર્દ પકડી સંવેદનશીલતા અને પારદર્શિતાથી જનકલ્યાણને પ્રાધાન્ય આપી કાર્ય સંતોષ સાથે આત્મસંતોષ મેળવવાનો સેવા ધ્યેય હોવો જોઇએ.
શ્રી વિજયભાઇ રૂપાણીએ લોકોની અપેક્ષાઓ પરિપૂર્ણ કરવાની સાથે લોકોને મદદરૂપ થવાની સંવેદના જ સરકાર પ્રત્યે લોકોની ઇમેજ પ્રજાપ્રિયતા અને ગુડ ગર્વનન્સની સાચી દિશા છે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો હતો. તેમણે આ ચિંતન શિબિર એ દિશામાં સામૂહિક મનન-મંથનનું ઓપન પ્લેટફોર્મ બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે વિકાસની નવી છલાંગ મારવા અને વિકાસના તમામ પેરામીટર્સમાં ગુજરાતને અવ્વલ રાખવાનું વૈચારિક ભાથું આ શિબિર પૂરૂ પાડશે. તેમણે શિબિરના વિવિધ સત્રોમાં મુકતમને વિચારો વ્યકત કરીને કઇક નવું કરવાની, પ્રજા વર્ગોનું ભલુ કરવાની દિશામાં વૈચારિક, આત્મિક અને આંતરિક શકિતથી સહભાગી થવા પ્રેરણા આપી હતી. શ્રી વિજયભાઇએ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય અને તે પણ ચર્ચા-વિચારણા કરીને કરવાની આવશ્યકતા સમજાવતાં કહયું કે અનિર્ણાયકતા વિકાસને રૂંધે છે. જે સરકારો ઝડપી નિર્ણયો કરે તે જ લોકોનું ભલું કરનારી સરકાર છે તેવી માનસિકતા બની ગઇ છે ત્યારે સમગ્ર વર્ક કલ્ચરલ બદલીને પ્રજાના કામો આપોઆપ થઇ જાય તેવી વ્યવસ્થા ઉભી કરવા તેમણે આહવાન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતને હરએક ક્ષેત્રમાં નંબર-૧ બનાવવા અને વ્યથા નહીં વ્યવસ્થા તેમજ જયાં માનવી ત્યાં સુવિધાના ભાવ સાથે આ ચિંતન શિબિર ગુજરાતને વિકાસ રાહે અડિખમ રાખવાનો એક નવો આયામ બનશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યકત કર્યો હતો.
શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રશાસનના દરેક વિભાગને સમાજના છેવાડાના માનવીના પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે ઓછામાં ઓછા દશ સંકલ્પો કરી તેને પાર પાડવા માટેનો રોડ મેપ તૈયાર કરવા સુચન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ લાક્ષણિક રીતે જણાવ્યું હતું કે ઇસ કિનારે કો તો બહુત જાન ચૂકે, અબ છલાંગ લગાવો, અગર નયા કિનારા મિલેગા તો નઇ દુનિયા મિલેગી. ગુજરાતમાં રાજકીય વાતાવરણ સારૂં છે, અન્ય રાજયો કરતાં અલગ પ્રશાસનિક સંસ્કૃતિ છે, ત્યારે લોકકલ્યાણના ધાર્યા પરિણામો મેળવી શકાશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.
સૌને સીએમ ડેશબોર્ડ સાથે જોડાવાનો અનુરોધ મુખ્યમંત્રીશ્રીએ કર્યો અને જણાવ્યું કે હવે બધુ જ ડેટાબેઝડ બની રહયું છે ત્યારે પરર્ફોમન્સ જ સી.આર.ની ગરજ સારશે.

Related posts

શહેરના વિવિધ વિસ્તારોથી ૨૫૮ ટન કચરાનો નિકાલ

aapnugujarat

ગુજરાતના સીએમ રબ્બરસ્ટેમ્પ છે એટલે અમિત શાહે ગુજરાતમાં સભાઓ કરવી પડે છેઃ કોંગ્રેસ પ્રમુખ

aapnugujarat

દિલ્હીનાં બુરાડીમાં એક ઘરમાં ૧૧ મૃતદેહો મળતાં ચકચાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1