Aapnu Gujarat
રમતગમત

ફિફા વર્લ્ડકપ : નેમારની હાજરીથી બ્રાઝિલ હોટ ફેવરિટ

વર્લ્ડ કપ આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે તમામ ટીમો પોત પોતાની તૈયારીમાં વ્યસ્ત છે. ફેવરીટ ટીમોમાં એક ટીમ બ્રાઝિલ પણ છે. બ્રાઝિલે પાંચ વખત વર્લ્ડ કપ જીતી લેવામાં સફળતા મેળવી છે. તે સૌથી વધારે વખત વર્લ્ડ કપ જીતનાર ટીમ છે. ફીફા વર્લ્ડ કપની સૌથી સફળ ટીમો પૈકી એક તરીકે તેને ગણવામાં આવે છે. બ્રાઝિલનુ નામ આવતાની સાથે જ આક્રમક ફુટબોલ રમનાર ખેલાડીઓના નામ દિમાગ પર તરત આવી જાય છે. બ્રાઝિલની ટીમ આ વખતે પણ સૌથી શક્તિશાળી ટીમ છે ટીમમાં નેમારની ફરી એકવાર હાજરીથી વિશ્વના દેશો સાવધાન થઇ ગયા છે. તે એકલા હાથ પોતાની ટીમને છઠ્ઠી વખત વર્લ્ડ કપનો તાજ અપાવી શકે છે. વિશ્વના શ્રેષ્ઠ ફોરવર્ડ ખેલાડી તરીકે તેની ગણતરી કરવામાં આવે છે. તે હજુ સુધી પોતાની ટીમની તરફથી ૮૪ મેચો રમીચુક્યો છે અને ૫૪ ગોલ કર્યા છે. સિલ્વા, મિરાન્ડા, કોટિન્હો, પાઉલિન્હો પણ છવાઇ જવા માટે તૈયાર છે. જેની ઉત્સુકતાપૂર્વક કરોડો ફુટબોલ ચાહકો રાહ જોઇ રહ્યા છે તે ફિકા વર્લ્ડ કપ ફુટબોલની શરૂઆત થવા આડે ગણતરીના દિવસો રહ્યા છે. તમામ ટીમો તૈયારીમાં વ્યસ્ત બની ગઇ છે. ફિકા વિશ્વ કપની તૈયારીમાં વ્યસ્ત બનેલી ટીમો વચ્ચે પ્રેકટીસ મેચો શરૂ થઇ ગઇ છે. રશિયામાં આયોજિત ફિકા વર્લ્ડ કપમાં પ્રથમ વખત વિડિયો રેફરી પણ રહેશે. નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવનાર છે. ૨૧મા ફીફા વર્લ્ડ કપને લઇને તમામ ટીમો સજ્જ છે. વર્તમાન ચેમ્પિયન જર્મની આ વખતે પણ ફોટફેવરીટ તરીકે છે. રશિયામાં ૧૪મી જુનથી તેની શરૂઆત થયા બાદ ૧૫મી જુલાઇ સુધી વર્લ્ડ કપ ચાલનાર છે. જર્મનીમાં વર્ષ ૨૦૦૬માં આનુ આયોજન કરવામાં આવ્યા બાદ આ પ્રથમ વર્લ્ડ કપ છે. પૂર્વીય યુરોપમાં પ્રથમ વખત આનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. યુરોપિયન રશિયામાં રહેલા તમામ મેદાનો ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે. આ વર્લ્ડ કપમાં ૩૨ ટીમો ભાગ લઇ રહી છે. જે પૈકી ૩૧ ટીમો ક્વાલિફાઇંગ મારફતે પહોંચી છે. આવી જ રીતે એક ટીમ યજમાન હોવાથી સીધી રીતે પહોંચી છે. ૩૨ ટીમો પૈકી ૧૪ ટીમો તો બે ટુ બેક આવી છે. જે વર્ષ ૨૦૧૪માં પણ રમી હતી. જેમાં વર્તમાન ચેમ્પિયન જર્મની સામેલ છે. આઇસલેન્ડ અને પનામા પ્રથમ વખત એન્ટ્રી કરી રહી છે. ફીફા વર્લ્ડ કપમાં કુલ ૬૪ મેચો રમાનાર છે. જે ૧૧ શહેરોના ૧૨ સ્ટેડિયમ ખાતે રમાનાર છે. ફાઇનલ મેચ મોસ્કોમાં લુઝીનિકી સ્ટેડિયમ ખાતે ૧૫મી જુલાઇના દિવસે રમાશે. વર્લ્ડ કપમાં વિજેતા ટીમ સીધી રીતે ૨૦૨૧માં ક્વાલિફાઇંગ કરશે.વર્લ્ડ કપને લઇને કરોડો ચાહકો ભારે ઉત્સુક છે. ફિફા વર્લ્ડકપ ૨૦૧૮માં રમવા માટે ક્વાલીફાઈ થયેલા ૩૨ દેશો પૈકી ૨૨ દેશો ૨૦૧૪માં ટુર્નામેન્ટની જુદી જુદી એડિશનમાં રમ્યા હતા. આ વખતે આઈસલેન્ડ અને પનામા પ્રથમ વખત ક્વાલીફાઈ થયા છે. વર્લ્ડકપમાં પહોંચનાર વસતીની દ્રષ્ટિએ આ સૌથી નાનકડા દેશ તરીકે છે. ત્રણ ટુર્નામેન્ટના ગાળા બાદ પરત ફરેલી ટીમમાં ઇજિપ્ત, મોરોક્કો અને પેરુનો સમાવેશ થાય છે. એકબાજુ ઇજિપ્ત ૧૯૯૦ બાદ પ્રથમ વખત ૨૮ વર્ષ પછી વર્લ્ડકપમાં રમનાર છે જ્યારે મોરોક્કો ૧૯૯૮ બાદ પ્રથમ વખત રમશે. પેરુ ૩૬ વર્ષ બાદ પરત ફર્યું છે.
ચાર અરબ દેશો ઇજિપ્ત, મોરોક્કો, સાઉદી અરેબિયા વર્લ્ડકપ માટે ક્વાલીફાઈ થયા છે. જે શક્તિશાળી ટીમો ક્વાલીફાઈ થઇ શકી નથી તેમાં ૧૯૫૮ બાદ પ્રથમ વખત ચાર વખતની વિજેતા ટીમ ઇટાલી નિષ્ફળ છે. આવી જ રીતે ત્રણ વખતના રનર્સઅપ રહી ચુકેલા નેધરલેન્ડને પણ તક મળી નથી. કેમરુન, ચિલી પણ પ્રવેશ કરી શક્યા નથી.ફિફા વર્લ્ડ કપમાં જર્મની, સ્પેન, બ્રાઝિલ અને આર્જેન્ટિના હોટફેવરીટ ટીમ તરીકે રહેલી છે. ફ્રાન્સ પણ મોટા ઉલટફેર કરી શકે છે.

Related posts

भारत के साथ होने वाली सीरीज के लिए आस्ट्रेलियाई टीम में हेनरिक्स की वापसी

editor

वेलिंग्टन टेस्ट : पहले दिन का खेल खत्म, भारत ने बनाए 122/5 रन

aapnugujarat

ચેન્નાઈ સુપર અને કેકેઆર વચ્ચે આવતીકાલે રોચક જંગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1