Aapnu Gujarat
મનોરંજન

તમન્ના ભાટિયા વધુ ફિલ્મોમાં ભૂમિકા કરવા તમિળ-તેલુગ શીખી ચુકી છે

બાહુબલી અને બાહુબલી-૨ જેવી ફિલ્મોમાં કામ કરીને લોકપ્રિયતા મેળવી ચુકેલી તથા પોતાની અલગ ઓળખ ઉભી કરી ચુકેલી તમન્ના ભાટિયાએ કર્યું છે કે તે વધુને વધુ ફિલ્મ કરવા માટે તમિળ અને તેલુગુ ભાષા શીખી ચુકી છે. બાહુબલી ફિલ્મ માટે તમન્નાએ તલવારબાજી અને ઘોડેસવારી પણ શીખી હતી. એસએસ રાજામૌલીની ફિલ્મ બાહુબલી અને બાહુબલી-૨ ફિલ્મમાં કામ કરનાર અભિનેત્રી તમન્નાએ એ વખતે પોતાના રોલ મુજબ તલવારબાજી શિખી હતી. ઘોડેસવારી પણ શીખી હતી. તમન્નાએ કહ્યુ છે કે તે તલવારવાર બાજી શિખી ચુકી છે. તે અવંતિકાના રોલમાં નજરે પડી હતી જે યોદ્ધાના રોલમાં હતી. તેનુ કહેવુ છે કે ફિલ્મમાં તેનો પરિચય એક્શન સિક્વન્સ સાથે થાય છે. આના માટે તલવારબાજી આવડે તે જરૂરી હતુ. ફાઇટમાસ્ટર પીટચર હેન મારફતે ટ્રેનિંગ લીધી હતી. તેને એ વખતે ખબર પડી કે આના માટે બાજુમાં તાકાત જરૂરી છે. ફુટવર્ક પણ ખુબ જરૂરી હોય છે. એ વખતે તેને ખબર પડી કે કોઇ પણ સારા ડાન્સર સારા ફાઇટર તરીકે બની શકે છે. ફિલ્મોમાં એક્શન સિક્વન્સ ડાન્સિંગની જેમ જ કોરિયોગ્રાફ કરવામાં આવે છે. તમન્ના ભાટિયા કહે છે કે તે મેટલની તલવાર સાથે ટ્રેનિંગ મેળવી ચુકી છે. તે તલવાર હાઇટ અને વજનને ધ્યાનમાં લઇને પસંદ કરવામાં આવી હતી. તલવારબાજી શિખી લેતી વેળા કોઇ ઇજા ન થાય તે બાબત ખુબ જરૂરી હતી. પોતાની નવી ફિલ્મ રા નરસિંહા માટે તે ભરતનાટ્યમ શિખી ચુકી છે. આ ફિલ્મમાં ચિરંજીવી અને અમિતાભ બચ્ચન પણ કામ કરી રહ્યા છે. તમન્ના ભાટિયા કહે છે કે ભરત નાટ્યમ ખુબ મુશ્કેલ ડાન્સ છે. આ જ કારણસર બાળકની વયમાં આ ડાન્સ શિખવામાં આવે છે. ભરતનાટ્યમ ખુબ શાનદાર ડાન્સ ફોર્મ છે. તમન્ના ભાટિયા જુદી જુદી ભાષાની ફિલ્મો કરી રહી છે.

Related posts

દોસ્તાના-૨ ફિલ્મમાં સિદ્ધાર્થ, જાન્હવીને લઇ સસ્પેન્સ

aapnugujarat

જેક્લીનની હોલિવુડની ફિલ્મને લઇ ચર્ચા શરૂ

aapnugujarat

सोनू सूद के खिलाफ BMC ने दर्ज कराया केस

editor

Leave a Comment

UA-96247877-1