Aapnu Gujarat
મનોરંજન

દબંગ-૩માં સની લિયોનને લઇ હજુય સસ્પેન્સ

ગુગલમાં સૌથી વધારે સર્ચ કરવામાં આવતી અભિનેત્રી સેક્સી સ્ટાર સની લિયોનની હવે દબંગ-૩ માટે પસંદગી કરવામાં આવી છે કે કેમ તેને લઇને ભારે સસ્પેન્સની સ્થિતી છે. કેટલાક હેવાલમાં દાવો કરવામા ંઆવ્યો છે કે સની લિયોનની પસંદગી કરવામાં આવી ચુકી છે. જો કે આને સમર્થન મળી રહ્યુ નથી. અરબાઝ ખાને પોતે આ અંગેની જાહેરાત કરી છે. તેરા ઇન્તઝાર ફિલ્મમાં સની લિયોનની સાથે કામ કર્યા બાદ અરબાજ તેન કુશળતાથી ખુબ પ્રભાવિત થયો હતો. તે હાલમાં કેટલાક નવા પ્રોજેક્ટને લઇને પણ વ્યસ્ત બનેલો છે. તેરા ઇન્તજારમાં અરબાઝ ખાન સની લિયોનની સાથે નજરે પડ્યો હતો. સની લિયોનની સાથે કામ કરવાની ઇચ્છા અરબાઝ ખાને પહેલાથી જ વ્યક્ત કરી હતી પરંતુ આ ફિલ્મમાં કામ કર્યા બાદ અરબાઝ ખાન સની લિયોનથી ખુબ જ પ્રભાવિત થયો હતો. અરબાઝ ખાને કહ્યું છે કે, દબંગ-૩માં સની લિયોનને પણ લેવામાં આવનાર છે. આ ફિલ્મમાં સની લિયોનની પસંદગી આઈટમ સોંગ તરીકે કરવામાં આવી શકે છે. વર્ષ ૨૦૧૦માં દબંગ ફિલ્મમાં મલઇકા અરોરાએ મુન્ની બદનામ હુઈ આઈટમ સોંગ કરીને સુપર સ્ટાર બની જવામાં સફળતા મેળવી હતી. આ ગીત સુપરહિટ સાબિત થયું હતું. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં તેરા ઇન્તજાર નામની ફિલ્મ દેશભરમાં રજૂ કરવામાં આવી હતી. આ ફિલ્મનું નિર્દેશન રાજીવ વાલિયા દ્વારા કરવામાં આવ્યું હતુ. રાજીવ વાલિયાની આ ફિલ્મમાં અરબાઝ અને સની લિયોનની સાથે સાથે હતા.

Related posts

अमिताभ बच्चन हमेशा मुझे प्रेरित करते रहते हैं : मनीष पॉल

editor

સારા સાવધાનીપૂર્વક ફિલ્મો સાઇન કરવા માટે ઇચ્છુક

aapnugujarat

વરૂણ અને શ્રદ્ધા સાથે નજરે પડનાર છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1