Aapnu Gujarat
મનોરંજન

જેક્લીનની હોલિવુડની ફિલ્મને લઇ ચર્ચા શરૂ

રેસ-૩ ફિલ્મમાં કામ કર્યા બાદ ફિલ્મની સફળતા બાદ જેક્લીન હાલમાં ભારે ખુશ દેખાઇ રહી છે. ફિલ્મની સફળતાની ઉજવણી વચ્ચે તેની પ્રથમ હોલિવુડ ફિલ્મ માટે ટ્રેલર જારી કરવામાં આવ્યા બાદ ચાહકોમાં તેની ચર્ચા જોવા મળી રહી છે. બોલિવુડમાં પોતાના ગ્લેમરના કારણે ખાસ ખાસ ચર્ચા જગાવી ચુકેલી જેક્લીન હવે હોલિવુડમાં પણ એન્ટ્રી કરી ચુકી છે. જેક્લીનની ડેબ્યુ ફિલ્મનુ ટ્રેલર જારી કરવામાં આવ્યુ છે. જેક્લીન અભિનિત ફિલ્મનુ નામ ડેફિનેશન ઓફ સ્ટારર રાખવામાં આવ્યુ છે. જેમ્સ સિમ્પસનના નિર્દેશનમાં બનેલી ફિલ્મ એક સાયકોલોજિકલ હોરર ફિલ્મ છે. ફિલ્મમા ચાર યુવતિઓની પટકથા છે. જેમનુ આત્મા સામે સામનો થાય છે. ત્યારબાદ જુદા જુદા પ્રકારના ખૌફ કરનાર ગતિવિધી જોવા મળે છે. જેક્લીનના કહેવા મુજબ તે ફિલ્મનો હિસ્સો બનીને ખુબ ગર્વની લાગણી અનુભવ કરી રહી છે. હાલમાં જારી કરવામાં આવેલા ફિલ્મના ટ્રેલરમાં જેક્લીન કહે છે કે ડરને કેટલીક રીતે રજૂ કરવામાં આવી શકે છે. આ ફિલ્મમાં જેક્લીન ઉપરાંત કેથરીન બૈરેલ,, બ્લીથ હોબાર્ડ અને મર્સેડીઝ પાપલિયા કામ કરી રહી છે. જેક્લીનની સલમાન સાથેની ફિલ્મ રેસ-૩ બોક્સ ઓફિસ પર ભારે ધુમ મચાવી ચુકી છે.
આ ફિલ્મમાં તેની સાથે ડેઝી શાહ, બોબી દેઓલ અને અનિલ કપુરની પણ ભૂમિકા છે. જેકલીન પણ બોલિવુડના અન્ય કલાકારોની જેમ સલમાનની સાથે સારા સંબંધના કારણે સતત સફળતા હાંસલ કરી રહી છે. દબંગ સ્ટારના કારણે સતત સફળતા હાસલ કરીને તે આજે નંબર વનની રેસમાં દેખાય છે. ડેઝી શાહ પણ સલમાન સાથે સારા સંબંધ ધરાવે છે. દિપિકા અને પ્રિયંકા ચોપડા પહેલાથી જ હોલિવુડની ફિલ્મોમાં કામ કરી ચુકી છે. હવે જેક્લીન પણ એન્ટ્રી કરી રહી છે. જેક્લીન બોલિવુડમાં હાલ સૌથી લોકપ્રિય સ્ટાર તરીકે ઉભરી આવી છે.

Related posts

રાહુલને પીએમ તરીકે જોવા એટલે મોદીની જગ્યા કાયમ માટે પાક્કી કરવી : જાવેદ અખ્તર

editor

જાણીતા સંગીતકાર ટૉમ પેટીનું પેઇન કીલરનો ઓવરડોઝ લેવાના કારણે મોત

aapnugujarat

મંદાના કરીમી પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈ પરેશાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1