Aapnu Gujarat
ગુજરાત

જળસંચય અભિયાનમાં કરોડો રૂપિયા પાણીમાં તણાઈને કમલમમાં પહોચ્યા : પરેશ ધાનાણી

ગુજરાત રાજ્યમાં ભાજપ સરકારના શાસનમાં છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન તળાવો ઊંડા કરવાથી લઇ બોરીબંધ તેમજ ખેત અને સીમ તલાવડી પાછળ કુલ રૂપિયા ૧૦,૦૦૦ કરોડના કરાયેલા ખર્ચમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાનો વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણીએ આરોપ મુક્યો છે. તેમણે નરેન્દ્ર મોદીથી શરુ કરાયેલી સુજલામ સુફલામ યોજનાથી લઇ વિજય રૂપાણી સુધીના જળસંચય અભિયાનમાં કરોડો રૂપિયા પાણીમાં તણાઈને કમલમમાં પહોચ્યા હોવાનું જણાવતા સીધો પડકાર ફેક્યો છે કે, આ માટી ખાનાર સરકારના મુખ્યમંત્રી કહે તે જીલ્લા-તાલુકા કે ગામમાં આ મુદ્દા અંગે જાહેરમાં ચર્ચા કરવા તૈયાર છે.ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું છે કે,ભાજપ સરકારે ૨૦૦૬-૭થી ૨૦૧૭-૧૮ સુધીમાં જુદા જુદા સરકારી વિભાગો તેમજ બોર્ડ-નિગમો મારફતે બોરીબંધ,તળાવો તેમજ ખેત-સીમ તલાવડીની યોજનાઓમાં લાખો રૂપિયાનું રોકાણ કર્યું છે.જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપના પ્રવક્તા આઈ.કે.જાડેજાએ મને બોરીબંધમાં સમાજ નહિ પડતી હોવાનું જણાવ્યું છે.પરંતુ વાસ્તવમાં ભાજપ સરકાર ધ્વારા જ આ યોજનાઓનો વધુમાં વધુ ખર્ચ મનરેગામાં ઉધારવા તત્કાલીન સીએમ ઓફીસના પ્રભારી કૈલાસનાથને સુચના આપી હતી.આ ઉપરાંત સીએસ રાજગોપાલને પણ પત્ર લખી પત્ર લખ્યો હતો.પરંતુ મનરેગા યોજનાના નિયમોમાં તાકી શકે તેવા સ્ટ્રક્ચર બનાવવાની જ મંજુરી આપતી સ્પષ્ટ ગાઈડલાઈન છે.આમછતાં ભાજપના સમજદાર નેતાઓએ કરેલા આ ખર્ચાની સ્પષ્ટતા પ્રજા સમક્ષ કરવી જોઈએ.આ ઉપરાંત ૨૦૦૯ના વર્ષમાં તાલુકાદીઠ એક હજાર બોરીબંધ બનાવવાનો ખર્ચ મનરેગા તેમજ એસજીઆરવાયમાં કરવામાં આવ્યો હતો. ભાજપ સરકાર ધ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૦,૨૯,૭૭૮ બોરીબંધ બનાવી એક પાછળ સરેરાશ રૂપિયા ૧૦ હજાર ખર્ચ પ્રમાણે કુલ એક હજાર કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.જયારે ૧૦,૪૭,૩૫૩ સીમ-ખેત તલાવડી બનાવી તેની પાછળ કુલ ૨૫૦૦ કરોડ કરતા વધારે ખર્ચ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ૧,૮૯,૬૫૯ તળાવો ઊંડા કરવામાં એક પાછળ સરેરાશ રૂપિયા ૪થી ૧૫ લાખ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાં કુલ ૧૦૦ કરોડ રૂપિયા પાણીમાં તણાઈ ગયા હોવાનો અંદાજ છે.આ પ્રકારની યોજનાઓ સાથે ગાંડા બાવળ દુર કરવા અને જમીન નવસાધ્ય કરતા જીએલડીસી ધ્વારા કુલ રૂપિયા ૪૫૭૩.૩૨ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.ભાજપ સરકારે કરેલા આ ખર્ચનો પ્રજાને હિસાબ આપવા મુખ્યમંત્રીને પડકાર ફેકતા પરેશ ધાનાણીએ આ યોજનાઓ અંગે જાહેર ચર્ચા કરવા જણાવ્યું છે.

Related posts

રાજપીપલા માહિતી કચેરી ખાતેથી રોજગાર સમાચારનો કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૧૭ વેચાણથી ઉપલબ્ધ

aapnugujarat

કડીના પીઆઈ ૨૫૦૦૦ની લાંચ લેતા ઝડપાયા

aapnugujarat

હિંમતનગર માર્કેટયાર્ડમાં ખેડૂતો ઉમટી પડ્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1