Aapnu Gujarat
ગુજરાત

બનાવટી નોટ વટાવવા માટે આવેલ બે ગઠિયા ઝડપાયા

પાલનપુરથી રૂપિયા ૫૦૦ અને ૧૦૦ની નકલી નોટોના જથ્થા સાથે તેને અમદાવાદમાં વટાવવાના ઇરાદે આવેલા બે ગઠિયાઓને શહેર ક્રાઇમબ્રાંચે આજે ગીતામંદર એસટી બસ સ્ટેન્ડ પાસેથી રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે પાલનપુરથી આવેલા બંને શખ્સો પાસેથી રૂ.૪ લાખ ૮૦ હજારની નકલી નોટો જપ્ત કરી તેઓની વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. શહેર ક્રાઇમ બ્રાન્ચને બે શખસો નકલી નોટો વટાવવા આવ્યા હોવાની ચોક્કસ બાતમી મળતાં ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ વિસ્તારમાં સઘન વોચ ગોઠવી દીધી હતી. દરમ્યાન બે શખ્સો શંકાસ્પદ હાલતમાં જણાતાં અને બાતમી મુજબની વાત સાચી લાગતાં પોલીસ અધિકારીઓએ બંને આરોપીઓને ઝડપી લઇ તેમની પૂછપરછ કરી હતી અને જડતી લીધી હતી. પોલીસની જડતી દરમ્યાન બંને આરોપીઓ પાસેથી રૂ.૪ લાખ ૮૦ હજારની ૫૦૦ અને ૧૦૦ના ચલણની નકલી નોટ મળી આવી હતી. પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો હતો કે, બંને શખ્સો પાલનપુરથી આ બનાવટી અને નકલી ચલણી નોટો અમદાવાદ શહેરમાં વટાવવાના ઇરાદે આવ્યા હતા. જો કે, આ નકલી નોટો આરોપીઓ કયાંથી લાવ્યા અને કોને આપવાના હતા તેમજ નકલી નોટોના આ સમગ્ર ષડયંત્રમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે સહિતની બાબતોની ઝીણવટભરી તપાસ ક્રાઇમબ્રાંચે હાથ ધરી છે. ક્રાઇમબ્રાંચે બંને આરોપીઓની ધરપકડ કરી તેઓની વિરૂધ્ધ જરૂરી ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાથે સાથે આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય ગુનેગારોને પકડવા માટેના ચક્રો પણ ગતિમાન કર્યા છે.

Related posts

Extreme heat conditions in Gujarat’s Kutch, 14 Turtles died

aapnugujarat

ગુજરાત પ્રદેશ યૂથ કોંગ્રેસના નવા પ્રમુખની નિમણૂંક થઈ

aapnugujarat

म्युनि. तंत्र के पास वायरोलोजिकल टेस्ट के लिए लेबोरेटरी नहीं है

aapnugujarat

Leave a Comment

UA-96247877-1