Aapnu Gujarat
ગુજરાત

દેશની જનતા કોંગ્રેસને રિજેક્ટ કરી રહી છે : રૂપાણી

પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે આજ રોજ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મળેલી ભવ્ય સફળથા બદલ વિજયોત્સવ ઉજવ્યો હતો. વિજયોત્સવ બાદ પત્રકાર પરિષદને સંબોધતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના હાથમાંથી એક પછી એક તમામ રાજ્યો સરકી રહ્યા છે. દેશની જનતા કોંગ્રેસને રિજેક્ટ કરી રહી છે. કર્ણાટકની જનતાએ ભાજપને સૌથી વધુ બેઠકો આપી વિજય અપાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અન ેરાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ભાજપ આગળ વધી રહી છે. આજના પરિણામથી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીના પરિણામો સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ૨૦૧૯માં પ્રચંડ બહુમતિથી સરકાર નાવશે. પોંડીચેરી અને મિઝોરમમાં લોકસભાની માત્ર એક એક બેઠક જ છે. કોંગ્રેસ પાસે પંજાબ સિવાય કોઇ મોટુ રાજ્ય રહ્યું નથી. કોંગ્રેસે પોતાના પગ ગુમાવી દીધા છે. રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશની જનતા વિકાસને વરેલી છે. મોદીજીના નેતૃત્વમાં વિકાસ થઇ શકે તે પ્રસ્થાપિત થઇ રહ્યું છે. જાતિવાદ, ધર્મ અને ભાગલાવાદી છેલ્લી કક્ષાનું રાજકારણ કોંગ્રેસ દેશમાં કરી રહી છે. સત્તા માટે દેશની જ્ઞાતિજાતિ વચ્ચે વર્ગવિગ્રહ થાય તેવા નિષ્ફળ પ્રયાસ કોંગ્રેસ કરી રહી છે તે દેશની જનતા જાણી ચુકી છે. હમણા જ ગુજરાતના પરિણામો અને આજે આવેલ કર્ણાટકના પરિણામો અને આજે આવેલા કર્ણાટકના પરિણામોએ સ્પષ્ટ કરી દીધુ છે કે, જનતા વિકાસને ચાહે છે. દેશમાં હવે નવા યુગની શરૂઆત થઇ ચુકી છે. સંસદ ન ચાલવા દેવી, દેશની ન્યાયપાલિકાનું અપમાન કરવું, સંવૈધાનિકસ સંસ્થાઓનું અપમાન કરવું, એ કોંગ્રેસની માનસિકાત રહી છે. આજના કર્ણાટકના મેન્ડેટ એ કોંગ્રેસ માટે રુક જાવનો મેન્ડેટ છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશને આગળ વધી રહ્યો છે તેની આ સ્વીકૃતિ છે. મુખ્યમંત્રીએ કર્ણાટકની જનતા અને ભાજપના લાખો કાર્યકર્તાઓના પરિશ્રમને બીરદાવ્યો હતો અને અભિનંદન પાઠવ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ આજના આ પ્રસંગે જણઆવ્યું હતું કે, કર્ણાટકમાં ભાજપનો વિજય દક્ષિણના રાજ્યમાં નોંધપાત્ર વિજય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલીટિક્સ ઓફ પર્ફોમન્સ અન સર્વાધિક લોકપ્રિયતાને દેશની જનતાએ મહોર મારી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ નેતા તરીકે નહીં પરંતુ સતત એક કાર્યકર્તાની ભૂમિકામાં હંમેશા સંગઠનાત્મક કાર્યો કરતા રહે છે. અમિત શાહની સ્ટ્રેટેજીના કારણે ૨૦૧૪ પછી ૧૪ જેટલા રાજ્યોમાં ભાજપ ચૂંટણીઓ જીતી છે અને વિકાસની રાજનીતિની સ્વિકૃતીનો નવો દોર દેશમાં શરૂ થયો છે. કોંગ્રેસ દ્વારા અપપ્રચાર કરવામાં આવ્યો, પ્રપંચો ફેલાવવામાં આવ્યા, લોભામણી જાહેરાતો કરવામાં આવી છતાં દેશની જનતાએ આવી ભાગલાવાદી નીતિઓને જાકારો આપી ભાજપાની વિકાસ રાજનીતિને સ્વીકારી છે. કર્ણાટક હારીને કોંગ્રેસે પોતાની રહી સહી આબરુ ગુમાવી દીધી છે છતાં કોંગ્રેસ પેંતરા રચી રહી છે. કોંગ્રેસે રાહુલનો હાથ છોડી દેવો જોઇએ. આ અગાઉ ગુજરાતમાં પણ કોંગ્રેસે વર્ગવિગ્રહ ફેલાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો પરંતુ ગુજરાતની શાણી-સમજુ જનતાએ છઠ્ઠી વખત ભાજપાને સેવા કરવાનો મોકો આપ્યો.
વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ એ ગુજરાતના છે તેનું ગુજરાતને ગૌરવ છે. ચૂંટણીઓમાં વિજય પછી પાર્ટી કાર્યકર્તા તરીકે લોકોની આશા અને અપેક્ષાને પૂર્ણ કરવાની જવાબદારીઓ વધી જતી હોય છે. અમે જવાબદારીપૂર્વક જનતા જનાર્દનની આશા અને અપેક્ષાઓ પર ખરા ઉતરીશું. ભાજપનો વિજય રથ ગુજરાતથી આગળ વધીને દક્ષિણમાં પહોંચ્યો છે અને હવે આવનારી તમામ ચૂંટણીઓમાં વિજય મેળવવા આગળ વધી રહ્યો છે તેમ વાઘાણીએ જણાવ્યું હતું.

Related posts

અમદાવાદ આરટીઓ તંત્રની લાલિયાવાળી : યુવતીએ એક્ઝામ પાસ કરી તોય હજુ લાઇસન્સ ન મળ્યું

aapnugujarat

વર્ષ ૨૦૧૮માં અનેક રજાઓ રહેશે

aapnugujarat

અમૂલે દૂધના ભાવમાં કર્યો વધારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1