Aapnu Gujarat
બ્લોગ

કર્ણાટકમાં ભાજપને ઝળહળતી સફળતા

કર્ણાટક ચૂંટણીમાં ભાજપને ઝળહળતી સફળતા સાંપડી છે.કર્ણાટકમાં પીએમ મોદીએ સંબોધેલી મેરેથોન સભાઓનો પણ જાદુ જોવા મળ્યો છે. બીજીતરફ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની રણનીતિ સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ છે. ભાજપના નેતાઓએ કર્ણાટકને ઘમરોળ્યું હતું જેનું આજે પરિણામ જોવા મળી રહ્યું છે. મોટાભાગના એક્ઝિટ પોલ્સમાં ત્રિશંકુ વિધાનસભાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ ફરી એક વખતે એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા છે.કર્ણાટકના પરિણામ પરથી ભાજપ માટે ૨૦૧૯માં જીત સરળ બની ગઈ છે.ભાજપ પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવો લોકપ્રિય ચહેરો છે, જેમને આગળ રાખીને પાર્ટી ચૂંટણી લડી રહી છે. હાલ લગભગ તમામ વિધાનસભા ચૂંટણીમાં તેઓ ભાજપનું ટ્રમ્પ કાર્ડ સાબિત થયા છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણી બાદ બિહાર અને દિલ્હીની ચૂંટણીને બાદ કરતા તમામ ચૂંટણીમાં ભાજપને જીતાડવામાં તેમની મહત્વની ભૂમિકા રહી છે. ગુજરાત વિધાનસબા ચૂંટણીમાં પણ કોંગ્રેસનો વિજય નિશ્ચિત માનવામાં આવી રહ્યો હતો પરંતુ મોદીએ સંબોધેલી સભાઓથી પરિણામ પલટાઈ ગયું હતું.કર્ણાટકમાં પણ આવુ જ થયું છે. પહેલા કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટે કી ટક્કરની સંભાવના હતી પરંતુ મોદીના પ્રચાર બાદ ચૂંટણીમાં એકતરફી વલણ જોવા મળી રહ્યું હતું. મોદીએ કર્ણાટકમાં ૧૭થી વધુ રેલી યોજી હતી અને નમો એપ દ્વારા ભાજપ કાર્યકરો સાથે સંવાદ પણ કર્યો હતો. દરમિયાન તેમણે મહિલાઓ, અનુસૂચિત જાતિ- જનજાતિ અને અન્ય પછાત વર્ગના લોકો સાથે પણ સંવાદ કર્યો હતો.ભાજપ પાસે કેડર આધારિત સંગઠન છે, જે કોંગ્રેસની તુલનાએ ઘણું મજબૂત હોવાનું માનવામાં આવે છે. ભાજપની પકડ બૂથ લેવલ કાર્યકરોથી લઈને ઉપર સુધી મજબૂત છે. પાર્ટી તેના પૈતૃક સંગઠન આરએસએસને સમર્પિત છે અને તેનો પણ સહયોગ મળે છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહની રણનીતિને પણ ઓછી આંકી શકાય તેમ નથી. તેઓ માઈક્રો લેવલ મેનેજમેન્ટ માટે જાણીતા છે અને ભાજપના ચાણક્ય તરીકે વધુ પ્રચલિત છે. શાહે પોતાની રણનીતિ બૂથ લેવલથી તૈયાર કરે છે. કેટલાક લોકો તેમને ઈલેક્શન મશિન પણ ગણાવે છે. જેથી કોંગ્રેસે તેમનો વિકલ્પ શોધવો રહ્યો.કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા રાજ્યમાં સત્તા વિરોધી લહેરનો સામનો કરી રહ્યા હતા. ૧૯૮૫ પછી રાજ્યમાં ક્યારેય કોઈ રાજકીય પક્ષ પર સતત બીજીવખત ભરોસો કર્યો નથી. અગાઉ રામકૃષ્ણ હેગડેના નેતૃત્વમાં જનતા દળની સરકારે સળંગ બીજી ટર્મ માટે સરકાર રચી હતી. સિદ્ધારમૈયા સરકાર પર ભાગલા પાડીને રાજ કરોના રાજકારણનો આક્ષેપ લાગ્યો હતો. આ ઉરાંત જાતિવાદ અને લઘુમતિના તુષ્ટિકરણની રાજનીતિ કરવાના મુદ્દે પણ તેમની સામે સવાલો ઉઠ્યા હતા. ભાજપે ચૂંટણી પ્રચાર દરમિયાન આ મુદ્દાઓને ઉછાળ્યા હતા. ભ્રષ્ટાચારને લઈને ભાજપે સિદ્ધારમૈયા પર સિધા પ્રહારો કર્યા હતા.કર્ણાટકમાં સિદ્ધારમૈયા સરકારે લિંગાયત સમુદાયને અલગ ધર્મનો દરજ્જો આપવા મંજૂરી આપીને ધર્મ આધારિત કાર્ડ ઉતર્યું હતું. જો કે આ દાવ બૂમરેંગ થતા ભાજપને તેનો લાભ થયો હતો. લિંગાયત સમુદાયને લઘુમતિનો દરજ્જો તેમજ અલગ ઝંડો અને અલગ એન્થમ માટે વાત કરાઈ હતી જેનો ઘણો વિવાદ થયો હતો. ટીપૂ સુલ્તાનની જયંતિની ઉજવણી પર પણ વિવાદ ઉઠ્યો હતો. કોંગ્રેસના મતે લિંગાયત સમુદાયની વોટબેન્ક તેમના તરફ આકર્ષાશે પરંતુ તેનાથી વિપરીત અન્ય સમાજના લોકો નારાજ થયા હતા. આમ ભાજપે કોંગ્રેસના લિંગાયત કાર્ડનો પણ ફાયદો ઉઠાવ્યો હતો.લિંગાયત સમાજના દિગજ્જ નેતા બીએસ યેદિયુરપ્પા અને બી શ્રીરામુલૂની વાપસી અને તેમના પર વિશ્વાસથી ભાજપને લાભ થયો. આનાથી એન્ટિ કોંગ્રેસ વોટ એકત્ર થયા અને કર્ણાટકમાં ભાજપ માટે સત્તાનો માર્ગ સરળ બન્યો. કર્ણાટક રાજ્ય વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થઈ જતાં ભાજપને બહુમતી કરતાં વધુ સીટ મળી છે ત્યારે જો અન્ય કોઈ આંચકાજનક પરિણામ ન આવે તો હવે દેશમાં માત્ર ત્રણ જ રાજયમાં કોંગ્રેસની સરકાર રહેશે. દેશમાં હજુ પણ મોદી લહેર યથાવત્‌ રહેતાં ભારત કોંગ્રેસ મુકત તરફ આગળ વધી રહ્યું છે.
ગત વિધાનસભાની ચૂંટણી કરતાં આ વખતે કોંગ્રેસને ૫૦ ટકા સીટ મળી રહી છે ત્યારે ભાજપના આયોજન મુજબ હવે દેશનાં માત્ર ત્રણ જ રાજ્યમાં જ કોંગ્રેસની સરકાર રહી જશે અને ભાજપના કોંગ્રેસ મુ્‌કત ભારતના સ્વપ્નને સાકાર થવામાં હવે વધુ સમય નહિ લાગે તેવો ભાજપ તરફથી દાવો થઈ રહ્યો છે.બીજી તરફ જેમ જેમ ભાજપની સરસાઈ વધતી ગઈ હતી તેમ તેમ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓના સૂર પણ બદલાવા લાગ્યા હતા, જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે જણાવ્યું હતું કે સરકાર રચવામાં જો જરૂર પડે તો સમાન વિચારસરણીવાળા પક્ષ સાથે અમને વાત કરવામાં કોઈ વાંધો નથી.આ દરમિયાન પરિણામનાં પ્રવાહ બહાર આવતાંની સાથે મહાસચિવ અશોક ગેહલોતે જેડીએસ સાથે મળી સરકાર રચવાની શક્યતા વ્યકત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કર્ણાટકની લડાઈ વિચારધારા અને સિદ્ધાંતોની છે. આવી સ્થિતિમાં વિકલ્પો તેવા લોકો સાથે ખુલ્લા રહી શકે કે જેમની સાથે અમારા વિચારો મળે છે. તેમણે હજુ આખરી પરિણામ સુધી રાહ જોવી જોઈએ તેવી સલાહ આપી હતી.ગેહલોતે વધુમાં જણાવ્યું કે સિદ્ધારમૈયાની મોટાઈ એ છે કે તેઓ દલિત મુખ્યપ્રધાન માટે તેમની દાવેદારી છોડવા તૈયાર છે. તેમણે એમ પણ જણાવ્યું કે પરિણામ બાદ અમે નક્કી કરીશું કે રાજ્યમાં કોની સાથે જવું?ભાજપ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં મેદાન મારી જવા પાછળ કયાં કયાં કારણો અને પરિબળો જવાબદાર છે? રાજકીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે ત્રણ મુખ્ય કારણસર કર્ણાટકમાં ભાજપને કોંગ્રેસ કરતાં સરસાઈ મળી રહી છે.પ્રથમ કારણ એ છે કે ભાજપમાં યેદિયુરપ્પાની વાપસી થઈ હતી અને ભાજપે તેમને મુખ્યપ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવાનો બોલ્ડ નિર્ણય લીધો હતો. આ વખતે ૨૦૧૩ની ચૂંટણીની જેમ વોટ કપાયા નથી અને યેદિયુરપ્પાની પસંદગીએ ભાજપ માટે સરકાર રચવાનો માર્ગ મોકળો કરી દીધો છે.સિદ્ધારમૈયાએ ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલાં જ લિંગાયત કાર્ડ ખેલ્યું હતું. મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ લિંગાયત કાર્ડ ખેલવામાં માર ખાધો છે. સિદ્ધારમૈયાએ લિંગાયત સમુદાયને લઘુમતીનો દરજ્જો આપવા માટે વિધાનસભામાં ઠરાવ પાસ કરીને કેન્દ્રની મંજૂરી માટે મોકલી આપ્યો હતો, પરંતુ સિદ્ધારમૈયાનો આ દાવ ઊંધો પડ્યો છે. રાજ્યમાં લિંગાયતની વસ્તી ૧૭ ટકાથી ઘટીને ૯ ટકા માનવામાં આવે છે. આમ, આ વસ્તીને ઓછી આંકવાના કારણે લિંગાયત સમુદાય કોંગ્રેસ પર ખફા થયો હતો.ભાજપ મેદાન મારી જવાનું ત્રીજું કારણ એ છે કે વડા પ્રધાન મોદીએ છેલ્લા અઠવાડિયામાં શ્રેણીબદ્ધ ચૂંટણી રેલીઓ યોજીને ચિત્ર બદલી નાખ્યું. મોદીએ આ ચૂંટણીમાં ૨૧ રેલી યોજી હતી. કર્ણાટકમાં અત્યાર સુધી કોઈ પણ વડા પ્રધાન કરતાં આ સૌથી વધુ રેલી હતી. આ ઉપરાંત મોદીએ નમો એપ દ્વારા બે વખત મતદારો અને કાર્યકરો સાથે સંવાદ સાધ્યો હતો.કર્ણાટકમાં ભાજપની સફળતા પાછળ ચોથું કારણ કોંગ્રેસની નેતાગીરી છે. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી હજુ રાજકીય રીતે અપરિપક્વ ગણાય છે અને તેમની રાજકીય દક્ષતા મોદીની તોલે ક્યારેય આવી શકે તેમ નથી. મોદીએ આ વખતે કર્ણાટકમાં વીજળિક રેલીઓ યોજીને ૨૯,૦૦૦ કિ.મી.નું અંતર કવર કર્યું હતું અને કર્ણાટકની જનતાને પોતાની વાકપટૂતા દ્વારા પ્રભાવિત કરી હતી.મે માસમાં જ્યારે મોદીએ વડાપ્રધાન પદના શપથ લીધા ત્યારે ભાજપ કે એનડીએની માત્ર ૮ રાજ્યોમાં અને કોંગ્રેસની ૧૪ રાજ્યોમાં સરકાર હતી. ભાજપ ગઠબંધન ૨૦ રાજ્યોમાં સરકાર ચલાવી રહ્યાં છે, જ્યારે કે કોંગ્રેસ કર્ણાટકને છોડીને માત્ર પુડ્ડુચેરી, પંજાબ અને મિઝોરમમાં જ બચ્યું છે. જ્યારે કે દિલ્હી સહિત ૭ રાજ્યોમાં બીજા પક્ષોની સરકાર છે.

Related posts

अदालतों के गले में अंग्रेजी का फंदा

editor

પંચમહાલના વીર શહીદ ભલાભાઈની વીર ગાથા

editor

કેવી રીતે NRIના રૂપિયા ભારતના અર્થતંત્રને વેગ આપે છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1