Aapnu Gujarat
ગુજરાત

અમૂલે દૂધના ભાવમાં કર્યો વધારો

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) કે જે અમૂલના બ્રાન્ડ હેઠળ માર્કેટમાં તમામ દૂધની પ્રોડક્ટ વેચે છે તેણે દૂધના ભાવમાં વધારો કર્યો છે. શનિવારથી આ ભાવ વધારે લાગૂ થશે. GCMMF કે જે ગુજરાતના તમામ ડેરી યૂનિયનની સર્વોચ્ચ સંસ્થા છે તેણે અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ અને અમૂલ તાઝા સહિત તમામ દૂધની બનાવટોના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ ભાવ વધારા પાછળનું કારણ જણાવતા ફેડરેશનના અધિકારીએ કહ્યું કે ટ્રાન્સપોર્ટ કોસ્ટ અને ઓવરઓલ ઈનપુટ કોસ્ટ વધતા આ નિર્ણય લેવાયો છે.
ગત વર્ષે ઓગસ્ટ 2022 દરમિયાન અમૂલ ડેરીએ દૂધના ભાવમાં જંગી વધારો કર્યો હતો. હવે તાજેતરમાં જે ભાવ વધારો થયો છે એને ટાંકીને જોવા જઈએ તો અમૂલ ગોલ્ડ 64 રૂપિયે પ્રતિ લીટર મળશે. બીજીબાજુ અમૂલ શક્તિના ભાવમાં પણ વધારો થયો છે એટલે કે તે પ્રતિ લિટર 58 રૂપિયે મળશે તથા અમૂલ તાઝા પ્રતિ લીટર 52 રૂપિયે મળશે.

GCMMFના અધિકારીઓ ભાવવધારાનો જે નિર્ણય આવ્યો ત્યારપછી મૌન સાધીને બેઠા છે. રાજ્યના તમામ દૂધ સંઘોએ હવે નવા ભાવને અપનાવવાનું શરૂ કર્યું છે.

આજે શનિવારથી અમૂલ દૂધના વિવિધ પાઉચના ભાવ વધી જશે. ઉલ્લેખનીય છે કે અમૂલ સ્ટાન્ડરર્ડ દૂધની 500 મીલી થેલી નવા ભાવ સાથે 29 રૂપિયામાં મળશે. જ્યારે 6 લિટરની થેલી 348 રૂપિયામાં વેચાશે. બીજી બાજુ જોવા જઈએ તો 500 મીલી અમૂલ બફેલો દૂધનું પાઉચ 34 રૂપિયામાં મળશે. તથા અમૂલ ગોલ્ડની 500 મીલી પાઉચ 32 રૂપિયામાં મળશે.

નોંધનીય છે કે ઘણી ડેરીમાં જૂના ભાવ રદ ગણાશે એવું કહેવાયું છે. એટલું જ નહીં સૂચના પ્રમાણે જોવાજઈએ તો આના અમલથી દૂધના પાઉચ પર જે ભાવ છાપેલા છે એ પણ રદ ગણાશે એવી સૂચનાનો પરિપત્ર વાઈરલ થઈ રહ્યો છે.

Related posts

પૈસાના બદલામાં કિશોરી

aapnugujarat

આહવાન ફાઉન્ડેશન દ્વારા શિક્ષક મિત્રો આપી રહ્યા છે ગરીબ બાળકોને શિક્ષણ અને સંસ્કાર

aapnugujarat

ગૃહમાં પણ સરકાર ગેરમાર્ગે દોરી રહી છે : પરેશ ધાનાણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1