Aapnu Gujarat
મનોરંજન

‘એવેન્જર્સ-ઇન્ફિનિટી વૉર’ જોઇને બચ્ચને કહ્યું, ‘કાંઇ ન સમજાયુ’

હોલીવુડની ફિલ્મ એવેન્જર્સ-ઇન્ફિનિટી વૉરે ભારતીય બૉક્સ ઑફિસ પર ભલે રેકોર્ડ તોડ કમાણી કરી હોય પરંતુ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન ને આ ફિલ્મ ન સમજાઇ. અમિતાભ બચ્ચને પોતે જ આ વાત જણાવી છે કે તેમને એવેન્જર્સ ફિલ્મ સમજાઇ નથી. અમિતાભે ફિલ્મ જોયા બાદ પોતાના ઓફિશિયલ ટિ્‌વટર એકાઉન્ટ પર ટિ્‌વટ કરીને ફિલ્મ વિશે પોતાનો અભિપ્રાય જણાવ્યો હતો. તેમણે ટિ્‌વટ કર્યુ કે, અચ્છા ભાઇસહાબ, ખરાબ ન લગાડતા, એક પિક્ચર જોવા ગયા, એવેન્જર્સ….કંઇ ન સમજાયુ કે પિક્ચરમાં શું થઇ રહ્યું છે.ઉલ્લેખનીય છે કે ૨૭ એપ્રિલના રોજ રિલિઝ થયેલી ફિલ્મ એવેન્જર્સે કમાણીના મામલે બોલીવુડની મોટી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. રિલિઝ સાથે જ ફિલ્મે ભારતીય સિનેમા જગત પર પોતાનો દબદબો જાળવી રહાક્યો છે. તેની કમાણીના મામલે અનેક રેકોડ્‌ર્ઝ તોડ્યા છે. આ ફિલ્મે અત્યારસુધીમાં ૨૦૦ કરોડની કમાણી કરી લીધી છે. એવેન્જર્સે રિલિઝના પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર ૪૦.૧૩ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી. ભારતમાં કોઇપણ ફિલ્મની આ વર્ષની આ સૌથી મોટી ઓપનિંગ હતી.

Related posts

અમિષાનાં બોલ્ડ ફોટાઓએ સોશિયલ મીડિયામાં આગ લગાવી

aapnugujarat

Rakhi Sawantને પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી

aapnugujarat

મલાઇકા દબંગ-૩ ફિલ્મમાં ભૂમિકા નહીં કરે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1