Aapnu Gujarat
મનોરંજન

પૂનમ પાંડે શક્તિ કપૂર સાથે રોમાંસ કરશે

બોલિવુડના વિતેલા વર્ષોના લોકપ્રિય કલાકાર શક્તિકપુર હવે સેક્સ બોંબ પુનમ પાન્ડેની સાથે ફિલ્મમાં કામ કરી રહ્યો છે. પુનમ પાન્ડે સાથે કામ કર્યા બાદ શક્તિકપુરે પોતાના અનુભવ અંગે વાત કરી હતી. પુનમ પાન્ડે સોશિયલ મિડિયા પર મોટા ભાગે છવાયેલી રહે છે. સોશિયલ મિડિયા પર સેક્સી અને બોલ્ડ ફોટાઓના કારણે હમેંશા ચર્ચામાં રહેલી પુનમ પાન્ડેને લાંબા ગાળા બાદ ફિલ્મ મળી છે. પુનમ પાન્ડે સાથે ફિલ્મમાં કામ કર્યા બાદ શક્તિકપુરે પોતાના અનુભવ અંગે વાત કરતા કહ્યુ છે કે પુનમ સાથે રોલ કરતી વેળા તે નર્વસ થઇ ગયો હતો. શક્તિકપુર હાલમાં પોતાની નવી ફિલ્મ ધ જર્ની ઓફ કર્મા નામની ફિલ્મના પ્રમોશનને લઇને વ્યસ્ત છે. ફિલ્મના ટીજર લોંચ કરવામાં આવ્યા બાદ શક્તિકપુરે ફિલ્મના સંબંધમાં વાત કરી હતી. શક્તિએ ફિલ્મના સંંબંધમાં વાત કરતા કહ્યુ છે કે આ એક એવા અમીર વ્યક્તિની પટકથા છે જે ઇન્ટરનલ લાઇફમાં તમામ પ્રકારની સમસ્યાથી ઘેરાયેલી છે. તેના પરિવારના સભ્યો તેની સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે. તેની લાઇફમાં ખુબ ઉદાસનીતા છે. તે કોઇને કહેતો નથી કે તે શુ કરનાર છે અને શુ કરવા જઇ રહ્યો છે. તે આગળની લાઇફ એક સ્લમમાં ગાળે છે. જ્યાં તેને એક યંગ યુવતિ સાથે પેરમ થઇ જાય છે. આ યુવતિ તેને તમામ ખુશી આપે છે જે તેને ક્યારેય લાઇફમાં મળી નથી. ફિલ્મ એક ગરીબ યુવતિની પટકથા છે જે ગરીબીની કારણે પોતાના અભ્યાસને આગળ વધારી શકતી નથી. ફિલ્મ એક લવ સ્ટોરીની સાથે સાથે ઇમોશનલ ટચ પણ છે. ફિલ્મ ઇમોશન અને રિલેશનને દર્શાવે છે. ફિલ્મમાં કેટલાક સીન ફિજિકલ ટચના પણ છે. યંગ યુવતિની નજીક જઇને સીન કરતી વેળા તેને પરેશાની પણ થતી હતી. તેનુ કહેવુ છે કે તે ફિલ્મોમાં વિલન રહ્યો છે પરંતુ હવે રોલ કરતી વેળા ખચકાટ અનુભવે છે.

Related posts

‘धाकड़’ में जासूस का किरदार निभाऊंगी : कंगना

aapnugujarat

આમ્રપાલી ફિલ્મની રિમેક પર કામો શરૂ કરી દેવાયા : રિપોર્ટ

aapnugujarat

સની બનશે મીના કુમારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1