Aapnu Gujarat
શિક્ષણ

અમદાવાદ શહેરનું ૭૫.૨૪, ગ્રામ્યનું ૮૨.૧૭ ટકા રિઝલ્ટ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૧૮માં લેવામાં આવેલી ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહની પરીક્ષાનુ પરિણામ આજે ભારે ઉત્સુકતા વચ્ચે જાહેર કરવામાં આવ્યુ હતું.ગુજરાતનુ પરિણામ ૭૨.૯૯ ટકા જાહેર કરવામાં આવ્યુ છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરનું પરિણામ ૭૫.૨૪ ટકા રહ્યું છે જ્યારે અમદાવાદ ગ્રામ્યનું પરિણામ ૮૨.૧૭ ટકા રહ્યું છે. એનો મતલબ એ થયો કે, ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓ શહેર કરતા વધુ આગળ નિકળી ગયા છે. અમદાવાદ શહેરમાં એ૧ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સાત નોંધાઈ છે જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં આ સંખ્યા ત્રણ નોંધાઈ છે. અમદાવાદ શહેરમાંથી નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા ૯૪૩૦ નોંધાઈ હતી. જ્યારે રાજ્યમાંથી કુલ વિદ્યાર્થીઓની સંખ્યા વિજ્ઞાન પ્રવાહમાં ૧૩૪૪૩૯ રહી હતી. આવી જ રીતે અમદાવાદ ગ્રામ્યમાંથી વિદ્યાર્થીઓની સંખ્યા ૭૧૦૫ નોંધાઈ હતી.
આ વખતે અંગ્રેજી માધ્યમનું પરિણામ ૭૫.૫૮ ટકા રહ્યું છે જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ ૭૨.૪૫ ટકા રહ્યું છે. આ વખતે અંગ્રેજી માધ્યમમાં નોંધાયેલા કુલ વિદ્યાર્થીઓની સંખ્યા ૨૭૬૦૪ નોંધાઈ હતી જે પૈકી ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા ૨૭૫૯૦ નોંધાઈ હતી. અંગ્રેજી માધ્યમમાં એ૧ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૨૨ નોંધાઈ છે જ્યારે એ૨ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૭૪૭ અને બી૧ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૨૧૫૭ નોંધાઈ છે. ગ્રેડની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના વિદ્યાર્થીઓ એ૧ ગ્રેડ વધુ સંખ્યામાં મેળવી શક્યા છે. ગુજરાતી માધ્યમનુ પરિણામ ૭૨.૪૫ ટકા રહ્યુ છે. કુલ પરિણામ ૭૨.૯૯ ટકા રહ્યુ છે. રાજકોટ જિલ્લાનુ સૌથી ઉંચુ પરિણામ ૮૫.૦૩ ટકા આવ્યુ છે. જ્યારે છોટા ઉદયપુર જિલ્લાનુ પરિણામ સૌથી ઓછુ ૩૫.૬૪ ટકા રહ્યુ છે. ધ્રોળ કેન્દ્રનુ પરિણામ ૯૫.૬૫ ટકા રહ્યુ છે. રાજ્યભરમાં તે પ્રથમ સ્થાને છે. આજે પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ લાખો વિદ્યાર્થીઓના ભાવિનો ફેસલો થયો હતો. સૌથી વધારે પરિણામવાળા જિલ્લો રાજકોટ છે. જ્યાં પરિણામ ૮૫.૦૩ ટકા રહ્યુ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્ય્મિક દ્વારા માર્ચમાં પરીક્ષા લેવામાં આવી હતી. ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહમાં ૫૬ ઝોનના ૧૪૦ કેન્દ્રોમાં ૧૪૦ શાળા બિલ્ડીંગમાં ૬૮૮૦ બ્લોકમાં વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા.

Related posts

मुख्यमंत्री रुपाणी ने 10% आरक्षण पर लगाई मुहर, सीटों पर की गई बढ़ौतरी

aapnugujarat

શાળાઓમાં ભણતરનું ભાર માપવા માટેનું ચેકિંગ કરાયું

aapnugujarat

होटल मैनेजमेंट में बंपर प्लेसमेंट, इंजीनियरिंग में कम

aapnugujarat

Leave a Comment

UA-96247877-1