Aapnu Gujarat
બિઝનેસ

વોલમાર્ટ ૬૦ લાખથી પણ વધુ કિરાણા સ્ટોર્સ જોડે જોડાણ કરશે

અ મેરિકાની મહાકાય કંપની વોલમાર્ટની યોજના ભારતમાં પોતાના કારોબારને વધુ વિસ્તૃત કરવાની છે. આના માટે તે દેશના ૫૦થી ૬૦ લાખ કિરણા સ્ટોર સાથે જોડાણ કરીને તેમના આધુનિકીકરણમાં મદદ કરશે જેથી આ સ્ટોર વોલમાર્ટની સંપૂર્ણ સપ્લાય ચેઇનનો હિસ્સો બની જશે. વોલમાર્ટ કિરાણા સ્ટોરની સાથે પાર્ટનરશીપ મારફતે ભારતીય ગ્રાહકોને પોતાની સાથે જોડવા માટે ઇચ્છુક છે. વોલમાર્ટની ભાવિ યોજનાઓ અંગે માહિતી ધરાવનાર લોકોનું કહેવું છે કે, વોલમાર્ટ ડિજિટલ પેમેન્ટ અને અન્ય ક્ષેત્રોની ટેકનોલોજી પર જંગી રકમ ખર્ચ કરનાર છે. એમ માનવામાં આવે છે કે, વોલમાર્ટના સીઈઓ ડગ મેકમિલન ટોચના સરકારી અધિકારીઓ સાથે મુલાકાત કરીને કંપનીના ભારતના પાછલા બારણેથી પ્રવેશને લઇને ઉભી થયેલી દહેશતને દૂર કરવા પ્રયાસ કરશે. અત્રે નોંધનીય છે કે, ભારત સરકારે દેશમાં કોઇપણ વિદેશી રિટેલર કંપનીને સ્ટોર ખોલવાની મંજુરી આપી નથી. કર્ણાટક ચૂંટણીની તૈયારી અંતિમ તબક્કામાં પ્રવેશી ચુકી છે ત્યારે આવી સ્થિતિમાં ભાજપ સરકારનું તંત્ર આ પ્રકારના કોઇપણ સંકેત આપવા ઇચ્છુક નથી કે આ ડિલમાં તેનું સમર્થન છે. ફ્લિપકાર્ટ અને વોલમાર્ટ વચ્ચે સમજૂતિને લઇને છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો દોર ચાલી રહ્યો હતો. ફ્લિપકાર્ટમાં હિસ્સેદારી ધરાવનાર અન્ય કંપનીઓને લઇને ચિત્ર હજુ સુધી સ્પષ્ટ થયું નથી પરંતુ અન્ય કંપનીઓ ધીમે રહીને ખસી જાય તેવી વકી છે.

Related posts

अब कताई उद्योग पर मंदी की मार, लाखों लोगों की नौकरियों पर मंडराया संकट

aapnugujarat

ભારતની એર ઈન્ડિયાએ કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનો લીધો નિર્ણય

editor

રિલાયન્સ જીઓ એરટેલને પછાડી બીજી મોટી કંપની બની

aapnugujarat

Leave a Comment

UA-96247877-1