Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કર્ણાટકમાં ૩૯૧ ઉમેદવારો સામે અપરાધિક કેસ : રિપોર્ટ

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી જીતવા માટે ભાજપ અને કોંગ્રેસે એડીચોટીનુ જોર લગાવી દીધુ છે. કર્ણાટક ચૂંટણીમાં ૩૯૧ ઉમેદવારોની સામે અપરાધિક કેસ રહેલા છે. ભાજપના ઉમેદવારોની સામે સૌથી વધારે કેસ છે. કર્ણાટક ચૂંટણી આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે રાજ્યમાં જીત માટે તમામ રાજકીય પક્ષો તમામ પ્રયાસો કરી રહ્યા છે. ભ્રષ્ટાચારી અને કલંકિત નેતાઓને ટિકિટ આપવાના મામલે પણ કોઇ પાર્ટી પાછળ રહી નથી. ભાજપના ૨૨૪ ઉમેદવારો પૈકીના ૮૩ ઉમેદવારો અથવા તો ૩૭ ટકા ઉમેદવારો કેટલાક અપરાધિક કેસમાં સંડોવાયેલા રહ્યા છે. ભાજપ બાદ બીજા સ્થાન પર કોંગ્રેસ પાર્ટી છે. કોંગ્રેસે ૨૨૦ ઉમેદવારો પૈકી ૫૯ એવા નેતાઓને ટિકિટ આપી છે જેમની સામે અપરાધિક કેસ રહેલા છે. કોંગ્રેસના ૫૯ ઉમેદવારોની સામે અપરાધિક કેસ રહેલા છે. બીજી બાજુ જેડીએસના ૧૯૯ પૈકી ૪૧ સામે અપરાધિક કેસ નોંધાયેલા છે. ચૂંટણી સાથે જોડાયેલા આંકડા દર્શાવે છે કે વર્ષ ૨૦૧૩માં વિધાનસભાની ચૂંટણીની તુલનામાં વર્ષ ૨૦૧૮માં અપરાધિક મામલામાં ફસાયેલા ઉમેદવારોની સંખ્યા ૩૩૪થી વધીને ૩૯૧ થઇ ગઇ છે. એડીઆર દ્વારા કરવામાં આવેલા મુલ્યાંકનની બાબત ઉમેદવારો દ્વારા દાખલ કરવામાં આવેલી એફિડેવિટ પર આધારિત છે. જેમાં ૨૫૬૦ ઉમેદવારો પૈકી ૩૯૧ ઉમેદવારોની સામે અપરાધિક કેસ રહેલા છે. કોંગ્રેસના ઉમેદવારો પણ રહેલા છે. જેમની સામે કેસ રહેલા છે. ગંભીર મામલાનો સામનો કરતા ઉમેદવારોની સંખ્યા વર્ષ ૨૦૧૩માં ૧૯૫ હતી જે આ વખતે ૨૫૪ થઇ ગઇ છે. ચાર ઉમેદવારોની સામે હત્યાના કેસ રહેલા છે. કર્ણાટકની ગરમી હાલ રહેલી છે. ગંભીર મામલાઓનો સામનો કરી રહેલા ઉમેદવારોની સંખ્યા પણ ખુબ મોટી છે. ભાજપના ઉમેદવારો આમા પણ સૌથી વધારે છે. એક ગંભીર અપરાધિક મામલામાં દોષિતને ઓછામાં ઓછી પાંચ વર્ષની સજા થઇ શકે છે. ભાજપના ૫૮ નેતાઓ અથવા તો ૨૬ ટકા ઉમેદવારો ગંભીર મામલાઓમાં જોડાયેલા છે. બીજી બાજુ કોંગ્રેસના ૩૨ એટલે કે ૧૫ ટકા તથા જેડીએસના ૨૯ અથવા તો ૧૫ ટકા ઉમેદવારો ગંભીર અપરાધિક મામલાઓનો સામનો કરી રહ્યા છે. ગંભીર મામલાઓનો સામનો કરી રહેલા ઉમેદવારોની સંખ્યા પણ ૨૦૧૩માં ૧૯૫ હતી જે વધીને હવે ૨૫૪ થઇ ગઇ છે. ચાર ઉમેદવારની સામે હત્યાના કેસ રહેલા છે. ૨૫ ઉમેદવારની સામે હત્યાના પ્રયાસના કેસ રહેલા છે. ૨૩ ઉમેદવાર મહિલાઓની સામે અપરાધમાં ફસાયેલા છે.

Related posts

કરૂણાનિધિનું અવસાન

aapnugujarat

મહારાષ્ટ્રમાં રેમડેસિવિર પર પોલિટિકલ ડ્રામા

editor

જ્ઞાનવાપી કેસઃ મુસ્લિમ પક્ષને મોટો ઝટકો, શ્રુંગાર ગૌરીની નિયમિત પૂજાની માગ કરતી અરજી પર થશે સુનાવણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1