Aapnu Gujarat
બિઝનેસ

ભારતમાં એરલાઈન શરૂ કરવા કતાર એરવેઝની તૈયારીઓ

કતાર એરવેઝ ભારતમાં ટૂંક સમયમાં જ એરલાઈન્સ શરૂ કરવા માટે અપીલ કરી શકે છે. દેશની અંદર સર્વિસ કેરિયર ઓપરેટિંગને લઇને તેની યોજના તૈયાર થઇ રહી છે. કતાર એરવેઝ દ્વારા ટૂંક સમયમાં જ ભારતને એરલાઈન્સ શરૂ કરવા માટે પોતાની યોજનાને આખરીઓપ આપી શકે છે.
કતાર એરવેઝની માલિકી દ્વારા આ સંદર્ભમાં વિચારણા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કતાર એરવેઝ એર ઇન્ડિયા માટે બીડીંગ કરવામાં ઉત્સુક નહીં હોવાની બાબત પણ જાણવા મળી છે. ગયા વર્ષે માર્ચ મહિના બાદથી પ્રથમ વખત ભારતીય પત્રકારો સાથેની વાતચીતમાં કતાર એરવેઝના અધિકારીઓનું કહેવું છે કે, ભારતમાં એરલાઈન્સ શરૂ કરવા માટેની તેની યોજના રહેલી છે. આ કંપનીના ગ્રુપ ચીફ એક્ઝિક્યુટીવ અકબર અલ બાકરનું કહેવું છે કે, અમારી વકીલોની ટીમ અરજીને લઇને કામ કરી રહી છે. ટૂંક સમયમાં જ ભારતમાં સત્તાવાળાઓ પાસેથી સ્પષ્ટીકરણ મળી જશે. પ્રક્રિયા કઈરીતે શરૂ કરવામાં આવી શકે છે અને લાયસન્સ કઈ રીતે મળશે તે અંગે માહિતી મળી જશે. ભારતમાં એરલાઈન્સ શરૂ કરવા કતાર એરવેઝા યોજના ધરાવે છે તે અંગેની જાહેરાત ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવી હતી. જૂન ૨૦૧૬માં ભારત સરકારે ભારતમાં ૧૦૦ ટકા વિદેશી માલિકીની કેરિયરને મંજુરી આપી હતી. વિદેશી એરલાઈન્સ ૪૯ ટકા હિસ્સેદારી સુધી મેળવી શકે છે. વિદેશી મૂડીરોકાણનો આંકડો ૫૧ ટકા સુધીનો રહી શકે છે. જાણકાર લોકોનું કહેવું છે કે, ભારતીય એરલાઈન્સ જે ૨૦થી વધુ વિમાનો ધરાવે છે તે ભારતની બહાર ઓપરેટ થઇ શકે છે તેવા ભારતમાં નિયમો રહેલા છે.

Related posts

મુકેશ અંબાણીની રિલાયન્સ કંપની સાઉદી અરામકો સાથેના સોદાને આખરી ઓપ આપવા જઇ રહી છે

editor

બજારમાં તેજી : સેંસેક્સ ૧૬૨ પોઇન્ટ સુધરી બંધ રહ્યો

aapnugujarat

રેપોરેટ હાલ યથાવત રહેતા EMI નહીં ઘટે તેવા સંકેતો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1