Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કાશ્મીરના સોપિયનમાં સ્કુલી બસ ઉપર પથ્થરમારો કરાયો

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોના ઓપરેશન ઓલઆઉટમાં હિઝબુલના ત્રાસવાદી સમીર ટાઇગરને મોતને ઘાટ ઉતારી દીધા બાદ કાશ્મીર ખીણમાં વિસ્ફોટક સ્થિતિ પ્રવર્તી રહી છે. બંધ અને પ્રદર્શનો વચ્ચે પથ્થરબાજો પણ સક્રિય થયેલા છે. સોપિયાના કનીપોરા વિસ્તારમાં પથ્થરબાજોએ એક શરમજનક ઘટનાને અંજામ આપીને સ્કૂલ બસ ઉપર પથ્થરમારો કર્યો હતો જેમાં એક બાળક ઘાયલ થઇ ગયો છે. આ બસમાં ચારથી પાંચ વર્ષની વયના બાળકો મુસાફરી કરી હત્યા હતા. પથ્થરબાજોની ગેંગે આ હુમલો કર્યા બાદ તેમની વ્યાપક ટિકા થઇ રહી છે. મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ આની ટિકા કરી છે. પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ આની ઝાટકણી કાઢી છે. બીજીબાજુ સોપિયાના પીડીપી ધારાસભ્ય મોહમ્મદ યુસુફના આવાસ પર કેટલાક વણઓળકાયેલા લોકોએ પેટ્રોલ બોંબ ઝીંક્યા હતા. પથ્થરબાજીમાં ઘાયલ થયેલા એક વિદ્યાર્થીના પિતાએ કહ્યું હતું કે, તેમનો પુત્ર પથ્થરબાજીની ઘટનામાં ઘાયલ થયો છે. આ બનાવ માનવતાની વિરુદ્ધમાં છે. કોઇપણ માસુમ બાળકની સાથે આવું બની શકે છે. બીજી બાજુ જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ ઘટનાની ઝાટકણી કાઢી છે અને કહ્યું છે, બાળકો ઉપર હુમલો કરનારને યોગ્ય સજા થવી જોઇએ. ટિ્‌વટ કરીને ઉઁમરે કહ્યું છે કે, બાળકો અને પ્રવાસીઓ ઉપર પથ્થરમારો કરીને આ પથ્થરબાજોના એજન્ડાને કઈરીતે પૂર્ણ કરી શકાય છે. આ પ્રકારના હુમલાઓની વ્યાપક ટિકા થવી જોઇએ. બીજી બાજુ જમ્મુ કાશ્મીર પોલીસના મહાનિદેશક એસપી વૈદ્યએ કહ્યું છે કે, પથ્થરબાજોએ રેઇમ્બો સ્કુલની બસ ઉપર પથ્થરમારો કર્યો હતો જેમાં બીજા ધોરણમાં ભણતા માસુમ બાળકોને ઇજા થઇ હતી. ઘાયલ થયેલાઓમાં રેહાન નામના એક બાળકનો સમાવેશ થાય છે. પથ્થરબાજો બાળકોને નિશાન બનાવી રહ્યા છે. તે આઘાતજનક ઘટના છે. બીજી બાજુ પથ્થરબાજો સામે શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. સોપિયાના એસએસપીનું કહેવું છે કે, તમામને ટૂંક સમયમાં જ પકડી લેવામાં આવશે. મુખ્યમંત્ર મહેબુબા મુફતીએ કહ્યું છે કે, સોપિયામાં બસ ઉપર કરવામાં આવેલા હુમલાના સમાચાર સાંભળીને સ્તંબ્ધ થઇ ગયા છે. સાથે સાથે ગુસ્સો પણ આવે છે. પુલવામામાં અલગતાવાદીઓ દ્વારા બંધની હાકલ કરવામાં આવી હતી. સઇદ અલીશાહ ગિલાની, મીરવાઈઝ ઉંમર ફારુક અને મોહમ્મદ યાસીનના નેતૃત્વમાં આ બંધની હાકલ કરાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સોમવારના દિવસે હિઝબુલનો કમાન્ડર અને પોસ્ટરબોય સમીર ટાઈગર અને તેનો એક સાગરિત ચાર કલાક સુધી ચાલેલી અથડામણમાં ઠાર થયા હતા. આ બનાવ બાદ પથ્થરબાજો દ્વારા સુરક્ષા દળો ઉપર પથ્થરમારો કરાયો હતો જેમાં કેટલાક પથ્થરબાજોને ઇજા થઇ હતી.

Related posts

लोकसभा में बोले ओवेसी – सरकार बच्चों पर जुल्म कर रही है

aapnugujarat

વાયનાડમાં મતદાનનો બહિષ્કાર કરવાની હાકલ કરતા પોસ્ટરો માઓવાદીઓએ મૂક્યા

aapnugujarat

નક્સલીઓની વિરુદ્ધ નવી રણનિતી અસરકારક રહી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1