Aapnu Gujarat
મનોરંજન

એન્જેલિનાથી અલગ થયા બાદ બ્રાડ પીટ ફરી પ્રેમમાં

હોલિવુડના સુપરસ્ટાર અભિનેતા બ્રાડ પીટ હાલમાં નવેસરથી પ્રેમમાં પડ્યો હોવાના હેવાલ મળ્યા છે. લોકપ્રિય સેલિબ્રિટી અને સ્ટાર અભિનેત્રી એન્જેલિના જોલીની સાથે તેના લાંબા ગાળાના સંબંધ તુટી ગયા બાદ હવે બ્રાટ પીટ ફરી પ્રેમમાં પડ્યો છે. તે જેના પ્રેમમાં પડ્યો છે તે માત્ર ખુબસુરત જ નહી બલ્કે બ્રેઇનમાં પણ આગળ છે. બ્રાટ પીટ જેના પ્રેમમાં પડ્યો છે તેનુ નામ નેરી ઓક્સમેન છે. જે ૪૨ વર્ષીય છુટાછેડા લઇ ચુકેલી પ્રોફેસર છે. એવોર્ડ વિજેતા આર્કિટેક્ટ અને એમઆઇટીમાંથી પીએચડી કરેલા છે. રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો બન્ને દિવસમાં અનેક વખત ફોન પર વાતચીત કરે છે. બ્રાડ પીટનુ કહેવુ છે કે આજ સુધી તેને નેરી કરતા વધારે કોઇ સેક્સી ચીજ નિહાળી નથી. અહેવાલ મુજબ ૫૪ વર્ષીય બ્રાડ પીટ તેને આશરે છ મહિના પહેલા મળ્યો હતો. ત્યારબાદથી બ્રાટ પીટ તેમનાથી ખુબ પ્રભાવિત થયો હતો. મળતાની સાથે જ બન્નેમાં તરત જ કનેક્શન જોડાઇ ગયા હતા. બ્રાડ પીટ તેના પર સંપૂર્ણ રીતે ફિદા છે.
સોર્સની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો બન્નેમાં આર્કિટેક્ચર, ડિઝાઇન અને આર્ટને લઇને વાતચીત થતી રહે છે. બન્નેમાં જોરદાર કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. બ્રાડ પીટ પોતાના નવા પ્રેમમાં છુપાવતા પણ નથી. જો કે નેરીને મિડિયાનુ જોરદાર રીતે ધ્યાન ખેંચાતા તકલીફ થઇ રહી છે. તમામ ચાહકો સારી રીતે જાણે છે કે કેટલાક મુદ્દા પર મતભેદો સર્જાયા બાદ બ્રાડ પીટ અને જોલી વર્ષ ૨૦૧૬માં એકબીજાથી અલગ થઇ ગયા હતા. તેમના છ બાળકો છે. તેમની વચ્ચે બાળકોની કસ્ટડીના મુદ્દા પર સહમતી થઇ ગઇ છે. જો કે કેટલાક મુદ્દા પર હજુ મતભેદોની સ્થિતી રહેલી છે. બ્રાટ પીટ અને જોલીની જોડીને કરોડો ફિલ્મી ચાહકો શ્રેષ્ઠ જોડી તરીકે ગણતા હતા. હવે નોરી સાથે બ્રાડના સંબંધોની ભારે ચર્ચા છે.

Related posts

प्रियंका चोपड़ा को मिला ‘श्रीदेवी एक्सलेंस अवॉर्ड’

aapnugujarat

જહોન સાથે ફિલ્મને લઇને ડાયના પેન્ટી આશાવાદી

aapnugujarat

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પરથી ફિલ્મ બનાવવાની તૈયારી

editor

Leave a Comment

UA-96247877-1