Aapnu Gujarat
રાષ્ટ્રીય

સોલારમાં ગુજરાતે નંબર વનનું સ્થાન ગુમાવ્યું : વિન્ડમાં તામિલનાડું પ્રથમ ક્રમે

ગુજરાત સરકાર જોતી રહી અને સોલાર વીજળી ઉત્પાદિત કરવામાં પાડોશી રાજ્ય રાજસ્થાન નંબર વન બની ગયું છે. સરકારી સત્તાવાર આંકડા પ્રમાણે સમગ્ર દેશમાં સૌથી વધુ સોલાર ઉત્પાદિત કરતું રાજ્ય રાજસ્થાન બન્યું છે.  ગુજરાતને દેશનું સોલાર હબ બનાવવાના વાયદા તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યા હતા અને કહ્યું હતું કે ગુજરાત દેશનો સૌથી વધુ સોલાર વીજળી ઉત્પાદિત કરતું રાજ્ય બનશે. જો કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી ગુજરાતે સોલાર મિશનમાં નંબરવન થવાનું ટાઇટલ ગુમાવ્યું છે.
સેન્ટ્રલ સ્ટેટેસ્ટીક્સ ઓર્ગેનાઇઝેશનના ધ સ્ટેટેસ્ટીક્સ ઇન ઇન્ડિયા ઇન માર્ચ ૨૦૧૮માં રિલીઝ થયેલા ૨૫મા ઇસ્યુમાં આપવામાં આવેલી હાઇલાઇટ્‌સ પ્રમાણે માર્ચ ૨૦૧૭ સુધીમાં થર્મલ પાવર પ્લાન્ટમાં ઇન્સ્ટોલ્ડ કેપેસિટી ૭૧ છે, હાઇડ્રોમાં ૧૧.૮૧ ટકા તેમજ ન્યૂકિલિયરમાં ૧.૮ ટકા છે. ભારતમાં રાજસ્થામાં ૧૪ ટકા એટલે કે સૌથી હાઇએસ્ટ (૧૬૭.૨૮ જીડબલ્યુ) સોલાર પાવર કેપેસિટી જોવા મળી છે જ્યારે ૧૫૭.૧૯ જીડબલ્યુ સાથે ૧૩ ટકા ગુજરાતમાં છે. મહારાષ્ટ્રમાં ૧૧૯.૮૯ ટકા એટલે કે ૧૧૯.૮૯ જીડબલ્યુ કેપેસિટી જોવા મળી છે.
રિન્યૂએબલ એનર્જી સેક્ટરમાં ગુજરાતે બીજું સ્થાન જાળવી રાખ્યું છે.
૩૧મી ઓક્ટોબર સુધીમાં વિન્ડ પાવરમાં ભારતની કેપેસિટી જોઇએ તો ૩૨૭૧૫.૩૭ મેગાવોટની છે. સોલાર પાવરમાં ૧૪૭૫૧.૦૭ મેગાવોટ, સોલાર પાવર-રૂફટોપમાં ૮૨૩.૬૪ મેગાવોટ, બાયોમાસ પાવરમાં ૮૧૩૨.૭૦ મેગાવોટ, વેસ્ટ ટુ પાવરમાં ૧૧૪.૦૮ મેગાવોટ તેમજ સ્મોલ હાઇડ્રોપાવરમાં ૪૩૯૯.૩૫ મેગાવોટ સહિત કુલ ૬૦૯૮૫.૨૧ મેગાવોટ છે. ભારત સરકારે ૨૦૨૨ સુધીમાં કુલ કેપેસિટી ૧૭૫૦૦૦.૦૦ મેગાવોટની રાખી છે.કેન્દ્રના દાવા પ્રમાણે ગુજરાતમાં ૨૦૨૨ સુધીમાં ૮૦૨૦ મેગાવોટ સોલાર પાવર, ૮૮૦૦ મેગાવોટ વિન્ડ પાવર, ૨૫ મેગાવોટ એસએચપી તેમજ ૨૮૮ મેગાવોટ બાયોમાસ પાવરનો ટારગેટ રાખવામાં આવ્યો છે. અન્ય એક દસ્તાવેજમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતની વિન્ડ પાવર કેપેસિટી ૩૧મી માર્ચ ૨૦૧૮ સુધીમાં ૫૭૦૨ મેગાવોટ છે જે તામિલનાડુની ૮૧૯૭ મેગાવોટ પછી બીજાક્રમે છે.ત્રીજાસ્થાને ૪૭૮૪ મેગાવોટ સાથે મહારાષ્ટ્ર અને ચોથાક્રમે ૪૫૦૭ મેગાવોટ સાથે કર્ણાટકા આવે છે, જ્યારે રાજસ્થાનની કેપેસિટી ૪૨૯૮ મેગાવોટ થવા જાય છે. સોલાર પાવરમાં રાજસ્થાન ૨૨૪૬.૪૮ મેગાવોટ સાથે પ્રથમ છે જ્યારે ગુજરાતમાં ૧૨૯૧.૧૮ મેગાવોટ છે. ભારતમાં સોલાર પાવરની કેપેસિટી ૧૫૬૦૪.૭૬ મેગાવોટ થવા જાય છે.

Related posts

મોદી કેબિનેટે ચાર મહત્વની યોજનાઓને લીલીઝંડી આપી

editor

અસમથી પાંચ વધુ રોહિંગ્યા મુસ્લિમોને મ્યાંમાર પાછા મોકલાયા

aapnugujarat

એનડીએ-ભાજપ રેકોર્ડ તોડીને જીત સાથે વાપસી કરશે : વડાપ્રધાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1