Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

લાલુપ્રસાદ યાદવની પાર્ટીની સદસ્યતા રદ થવાની સંભાવના

ચૂંટણી પંચે રાષ્ટ્રીય જનતા દળ(આરજેડી)ને વર્ષ ૨૦૧૪-૧૫નો હિસાબ ૨૦ દિવસમાં રજૂ કરવા નોટિસ પાઠવી હતી પણ તે અંગે જવાબ નહીં મળતા હવે ચૂંટણી પંચે લાલુ યાદવની પાર્ટીની સદસ્યતા રદ કરે તેવી શકયતા છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ દરેક રાજકીય પાર્ટીએ દર વર્ષે આગામી વર્ષની ૩૧ ઓકટોબર સુધી તેમનો હિસાબ રજૂ કરી દેવાનો હોય છે.ત્યારે આરજેડીએ ૩૧ ઓકટોબર ૨૦૧૫ સુધીમાં ૨૦૧૪-૧૫નો હિસાબ રજૂ કર્યો ન હતો.  તે અંગે ચૂંટણી પંચે રાજદને એક નહિ પણ આઠ વખત હિસાબ રજૂ કરવાની જાણ કરવા છતાં લાલુના પક્ષ તરફથી આવો હિસાબ રજૂ કરવામાં આવ્યો નથી. ચૂંટણી પંચે ગઈ કાલે એક યાદીમાં જણાવ્યું હતું કે ચૂંટણી પંચે રાજદને ૧૦ નવેમ્બર ૨૦૧૫, ૨૦ જાન્યુઆરી ૨૦૧૬, ૨૬ ફ્રેબ્રુઆરી ૨૦૧૬, ૨૫ મે ૨૦૧૬, પાંચ ઓકટોબર ૨૦૧૬, બે જૂન ૨૦૧૭, ૧૨ જાન્યુઆરી ૨૦૧૮ અને ૧૩ માર્ચ ૨૦૧૮ના રોજ એમ આઠ વખત જાણ કરવા છતાં પક્ષ તરફથી હિસાબ રજૂ કરવામા નહીં આવતાં ચૂંટણી પંચ તરફથી ૨૦ દિવસની નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં હિસાબ રજૂ નહીં કરવામાં આવતાં પંચ હવે ૧૯૬૮ના પેરા ૧૬ એ હેઠળ આ મામલે આરજેડી સામે કાર્યવાહી કરી શકે તેમ છે જેમાં પક્ષની સદસ્યતા રદ થઈ શકે છે.

Related posts

झारखंड चुनाव अपने दम पर लड़ने को तैयार लोजपा : चिराग

aapnugujarat

मोदी सरकार ने महंगाई बढ़ाकर लोगों से त्योहार का हक छीना : राहुल गांधी

aapnugujarat

ओवैसी का विवादित बयान, कहा – हिंदुत्व झूठ पर बना है

editor

Leave a Comment

UA-96247877-1