Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

રશિયા આક્રમક : બે યુદ્ધ જહાજો સીરિયા મોકલ્યાં

સીરિયામાં અમેરિકા બ્રિટન અને ફ્રાન્સના હુમલા બાદ રશિયા વધુ આક્રમક બની ગયુ છે. રશિયન તંત્ર દ્વારા નિવેદન બાદ હવે શસસ્ત્ર યુદ્ધ સામગ્રી રશિયાથી સીરિયા મોકલવાની કામગીરી પણ યુદ્ધના ધોરણે શરૂ થઈ છે.યુએસ અને રશિયા જેવી બે મહાશક્તિ માટે યુદ્ધભૂમિ બની રહેલા સીરિયામાં આગામી દિવસોમાં સ્થિતિ વધુ ખતરનાક બને તેમ લાગી રહ્યુ છે. સીરિયા પર કેમિકલ અટેકના જવાબમાં અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સના સંયુક્ત હુમલા બાદ રશિયા ચેતવણી આપી ચુક્યુ છે અને હવે રશિયાએ પોતાના બે યુદ્ધ જહાજો સીરિયા તરફ મોકલ્યા છે. આ યુદ્ધ જહાજોમાંથી એકમાં મોટી સંખ્યામાં યુદ્ધ ટેન્ક, ટ્રક, રડાર અને એમ્બ્યુલન્સ સીરિયા મોકલી છે. બંને યુદ્ધ જહાજો બોસ્પોરૂસ જળમાર્ગેથી નીકળ્યા છે.રશિયા દ્વારા જે બે યુદ્ધ જહાજો સીરિયા મોકલવામાં આવ્યા છે. તેમાં બીજા યુદ્ધ જહાજમાં હાઈસ્પીડ પેટ્રોલ વોરશિપ, ઈમરજન્સીમાં બ્રિજ બનાવવા ઉપયોગી સામગ્રી અને નાની હોડીઓ મોકલી છે. અમેરિકા દ્વારા કરાયેલા હુમલા બાદ રશિયન રાષ્ટ્રપતિ ધમકી આપી ચુક્યા છે કે, જો ફરી સિરીયા પર હુમલો થશે તે દુનિયામાં તબાહી થઈ શકે છે.થોડા દિવસ અગાઉ અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સની મિસાઈલ દ્વારા કરાયેલા હુમલાને રશિયન સૈન્ય નાકામ કરવામાં સફળ રહી હતી ત્યારે તે વખતે વપરાયેલા હથિયારો ૩૦ વર્ષ જુના હોવાનો ખુલાસો થયો છે. તે વખતે એર ડિફેન્સ સિસ્ટમ એસ ૧૨૫,એસ ૨૫૦ દ્વારા અમેરિકા દ્વારા કરાયેલા હુમલા નાકામ કરાયા હતા.આ હથિયારોનું નિર્માણ ૩૦ વર્ષ પહેલા બનાવ્યા હતા.

Related posts

PM Khan’s tenure, military retained dominant influence over foreign, security policies : US Congressional report

aapnugujarat

તાલિબાનીઓએ ISI CHIEF ને કાબુલ બોલાવ્યા

editor

भारतीय लापरवाह हैं : ट्रंप

editor

Leave a Comment

UA-96247877-1