Aapnu Gujarat
ગુજરાત

નર્મદા પરિક્રમામાં ધોમધખતા તાપમાં ઉમટી જનમેદની

કહેવાય છે કે ગંગામાં નાહીએ ત્યારે પાપ ધોવાય છે. જ્યારે યમુનામાં આચમન કરીએ ત્યારે પાપ ધોવાય છે. પણ નર્મદાના નામ કે દર્શન માત્રથી જ તમામ પાપ ધોવાય જાય છે. અમરત્વને પામેલી નર્મદા એ ગુજરાતીઓની જ નહિં પણ ભારતભરના લોકોની આસ્થાની પ્રતિક રહી છે. નર્મદામાં ચાલી રહેલી ઉત્તરવાહીની પરિક્રમામાં હાલમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. જો કે તંત્ર દ્વારા કોઈ સુવિધા ઉપલબ્ધ નહિં કરાવાતા લોકોમાં રોષ પણ જોવા મળ્યો છે.નર્મદામાં ઉત્તરવાહીની પરિક્રમામાં ૪૧ ડિગ્રી તાપમાનમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. આ ધોમધખતા તાપમાં પરિક્રમા દરમિયાન ૧૦થી વધું લોકો બેભાન થઈ ગયા હતા. આમછતાં તંત્ર દ્વારા કોઈ સુવિધા ઉપલબ્ધ નહિં કરાવાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ઉત્તરવાહીની પરિક્રમામાં જોડાયેલા અમરેલીથી આવેલા એક પરિવારનું કહેવું છે કે ઉત્તરવાહીની પરિક્રમામાં પોલીસ સિક્યોરિટી પણ મુકવામાં આવી નથી. કોઈ સુવિધા ન હોવાને કારણે ધક્કામુક્કીના દ્રશ્યો પણ સર્જાયા હતા. આકરા તાપમાં ૧૦થી વધું લોકો બેભાન થઈને ઢળી પડ્યા હતા. છતાં તેમને માટે સરકાર દ્વારા ૧૦૮ની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાયી નહોતી.તંત્ર દ્વારા પરિક્રમા વાસીઓ માટે કોઈ સુવિધા નહીં હોવા છતાં હજ્જારોની સંખ્યામાં લોકોએ ચૈત્રી મહિનામાં ઉત્તરવાહીની પરિક્રમામાં ભાગ લીધો હતો. અને માતા નર્મદાની પરિક્રમા કરી હતી.

Related posts

સાળાની પત્ની સાથે અનૈતિક સંબંધમાં સાસરિયાઓએ જમાઈને પતાવી દીધો…!

editor

ગરીબ, દલિત અને વંચિતના વિકાસ માટે સરકાર કટિબદ્ધ : સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમાર

aapnugujarat

मेट्रो रेल को रिवरफ्रन्ट के साथ जोडने दो एलिवेटर तैयार होंगे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1